તાઉ-તે’ વાવાઝોડું: ગીર સોમનાથમાં હજારો લોકોને કોરોના કાળમાં છોડવું પડ્યું ઘરનું ઘર, વાંચો લેટેસ્ટ અપડેટ

તૌકતે વાવાઝોડાની તીવ્ર અસર ગુજરાતના દરિયાકિનારે થવાની સંભાવના છે. રાજ્ય સરકાર અને હવામાન વિભાગ સતત વાવાઝોડા પર નજર રાખી રહ્યા છે. પળેપળની અપડેટ સાથએ લોકોને પણ સુરક્ષિત રાખવા તંત્ર દ્વારા કમરકસવામાં આવી છે.

image source

રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર વાવાઝોડાનું સૌથી વધુ જોખમ જે વિસ્તારો પર છે ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાવાઝોડાનું જોખમ જે વિસ્તારો પર છે ત્યાંથી લાખો લોકોનું સ્થળાંતર કરવું પડે તેમ છે. એક તરફ કોરોનાનો ભય અને બીજી તરફ વાવાઝોડાના જોખમ વચ્ચે લોકોને ભારે હૈયે પોતાના ઘર છોડવા પડી રહ્યા છે. આ વાવાઝોડું 17 મેના રોજ ગુજરાતના દરિયાકિનારે ત્રાટકશે.

image source

વાવાઝોડુ 17મી મેની બપોર સુધીમાં વેરાવળના દરિયાકિનારા નજીક પહોંચવાનું હોવાથી સોમનાથમાંથી રવિવારે સાંજ સુધીમાં જ 2000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સોમવારે સવારે પણ આ કામગિરી યથાવત રહી હતી.

તંત્ર દ્વારા ત્રિવેણી રોડ પર ઝુંપડામાં રહેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે એક તરફ લોકોને ઘરમાં જ રહેવા સુચના આપવામાં આવી રહી હતી. તેવામાં આ વાવાઝોડાના કારણે હવે લોકોને ઘર છોડી જવાનો વારો આવ્યો છે. લોકોની સ્થિતિ એવી થઈ હતી કે જરૂરી વસ્તુઓ પોટલા ભરી અને બાળકો સાથે ઘરેથી નીકળી જવું પડે તેમ છે.

image source

સોમવારે સવારના સમયે વેરાવળ બંદર પર 10 નંબરનું ભય દર્શાવતું સિગ્નલ લગાવવામાં આવતા તંત્ર દ્વારા સોમનાથના ત્રિવેણી રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાંથી 100થી વધુ લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડ્યા હતા. લોકોએ ઘર છોડતા પહેલા ઘરને સલામત રાખવા તાડપત્રી બાંધવા જેવી વ્યવસ્થાઓ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના દરિયાકાંઠે વાવાઝોડુ ટકરાશે તેવી ભીતિ બાદ કાચા મકાનોમાં રહેલા હજારો લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા છે. જેમાં વેરાવળ તાલુકામાંથી 332, સુત્રાપાડામાંથી 328, કોડીનારમાંથી 671 અને ઉનામાંથી સૌથી વધુ 1742 લોકોને સુરક્ષિત આશ્રયસ્થાને લઈ જવામાં આવ્યા છે.

image source

જે લોકોનું સ્થળાંતર કરવામાં આવે છે તેમને કોરોનાને લઈને કોઈ સમસ્યા ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે જ તંત્ર દ્વારા તેમના ભોજન, પાણી અને આરોગ્ય માટે ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ તંત્ર દ્વારા કંટ્રોલરુમ પણ કાર્યરત કરાયા છે. આ નંબર 02876-285063, 285064 છે.

18મી મે ના રોજ સંભવિત અસરગ્રસ્ત 15 જિલ્લામાં 70 થી 175 કિલોમીટર પવનની ગતિ રહેવા સંભવ છે. રેસ્ક્યુ કામગીરી માટે સબંધિત જિલ્લામાં 44 એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે. આશ્રયસ્થાનો પર કોવિડની ગાઇડલાઇન પ્રમાણે નાગરિકોનું સ્થળાંતર કરાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!