કુશ્તીના ફાઇનલમાં ગીતા બબીતા ફોગટની બહેન હારી ગઈ, સહન ન થતાં ૧૭ વર્ષની ઉંમરે કરી આત્મહત્યા

શોકમાં ડૂબ્યો ફોગાટ પરિવાર, બબીતા ફોગાટની બહેને કર્યો આપઘાત!

રમતગમતની દુનિયાથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે,એક ખેલાડી મેચ હારવાનું દુ:ખ સહન કરી શકી નહીં. ‘દંગલ ગર્લ’ ગીતા અને બબીતા ફોગાટની પિતરાઇ બહેન રિતિકાએ ભરતપુરમાં કુશ્તીની ફાઇનલ મેચમાં હાર્યા બાદ સહન કરી શકી નહીં અને સોમવારેની રાત્રે પોતાના ફુવા મહાવીર ફોગાટના ગામ બલાલી સ્થિત મકાનાં ફાંસીનો ફંદો લગાવી દીધો.

image source

આપને જણાવી દઈએ કે રીતિકા બબીતા ફોગાટ ગીતા ફોગાટની મામાની દીકરી છે. કુસ્તીની અંતિમ મેચમાં હારના કારણે નિરાશ થઈને ગીતા-બબીતા ફોગાટની બહેન રિતિકાએ ગળેફાંસો ખાઇને પોતાને ફાંસી આપી દીધી.

ત્યારબાદથી કુસ્તીની દુનિયામાં શોકનું મોજુ છે. રિતિકાએ પોતાના ફુવા મહાવીર ફોગાટના ગામ બલાલી સ્થિત મકાનમાં ફાંસી લગાવી લીધી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પોતાના પરિવારજનોને સોંપી દીધો છે.

image source

રિપોર્ટ્સ પ્રમાણે, રિતિકાએ 12થી 14 માર્ચ સુધી ભરતપુર લોહાગઢ સ્ટેડિયમમાં રાજ્ય સ્તરિય સબ-જુનિયર મહિલા અને પુરુષ કુશ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો. 14 માર્ચના રોજ ફાયનલ મેચ હતી. જેમાં રિતિકા માત્ર એક પોઇન્ટથી હારી ગઇ હતી જેનાથી તે ઘણી જ હતાશામાં હતી.

જે બાદ રાતના 11 વાગે તેણે ગળેફાંસો ખાઇને પોતાની જિંદગી ટૂંકાવી દીધી હતી. તે માત્ર 17 વર્ષની જ હતી. મળતી માહિતી પ્રમાણે, રિતિકા છેલ્લા પાંચ વર્ષથી પોતાના ફુવા મહાવીર ફોગાટની એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહી હતી. આ દરમિયાન 14 માર્ચે ફાઈનલ મુકાબલામાં રિતિકાને હાર મળી હતી.

image source

તે મેચમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિનર મહાવીર પહેલવાન પણ ત્યા ઉપસ્થિત હતા. રિતિકા આ હારથી આઘાતમાં સરી પડી હતી. 15 માર્ચની રાત્રે 11 વાગ્યે મહાબીર ફોગાટના ગામ બલાલી સ્થિત મકાનના ઓરડામાં પંખા સાથે દુપટ્ટાનો ફંદો લગાવી તેણે આત્મહત્યા કરી લીધી હતી. અહેવાલ મુજબ, 17 વર્ષિય રિતિકા છેલ્લા પાંચ વર્ષથી તેના કાકા મહાબીર ફોગાટ સાથે કુસ્તીની તાલીમ લઈ રહી હતી. રિતિકાએ 12 થી 14 માર્ચ દરમિયાન રાજ્ય કક્ષાની સબ જુનિયર ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં જ, રિતિકા 14 માર્ચે અંતિમ મેચમાં હારી ગઈ હતી.

આ હારથી નિરાશ થઈને તેણે પોતાને ફાંસી આપી અને પોતાનો જીવ આપ્યો. રાજ્ય કક્ષાની સબ જુનિયર ટૂર્નામેન્ટમાં રીતિકા ફોગાટે 53 કિલો વર્ગમાં ભાગ લીધો હતો. પરંતુ સ્ટેટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં તેણી માત્ર એક પોઇન્ટથી હારી ગઈ. આ હારથી રીતિકા એટલી નિરાશ થઈ ગઈ હતી કે તેણે મોતને ભેટી હતી. હમણાં જ રિતિકાના મોતને કારણે રેસલિંગ જગતમાં આઘાતજનક વાતાવરણ છે.

image source

મૃતકના અંતિમ સંસ્કાર તેના વતન રાજસ્થાનના ઝુંઝનૂં જિલ્લાના જૈતપુરમાં મંગળવારે થયાં. આ મામલે ઝોંઝુ કલાના પોલીસ અધિકારી દિલબાગ સિંહે જણાવ્યું કે, પહેલવાન દ્વારા આત્મહત્યાનો મામલો સામે આવ્યો હતો. જેનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. મામલામાં તેના પિતા મૈનપાલનું નિવેદન પર આકસ્મિક મોત અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!