આખું ગામ જોતું રહ્યું, દર્દીના કંઠસ્થ ગીતા શ્લોક પઠન વચ્ચે અમદાવાદમાં ડૉક્ટરોએ કરી ઓપન બ્રેન સર્જરી

ઘણીવાર એવી ઘટના બનતી હોય છે કે જેને સાંભળીને આપણે પહેલી વખતનાં વિશ્વાસ કરી શકતા નથી, કારણ કે આપણે એ ઘટના અશક્ય લાગે છે. ત્યારે આવી જ એક ઘટના બની છે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં, તો આવો વિગતે જાણીએ કે શું ઘટના બની છે. કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં શંકા નથી હોતી. ગયા અઠવાડિયે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 36 વર્ષીય મહિલા દર્દીની મગજની સર્જરી કરવામાં આવી હતી. ડૉક્ટરોએ સર્જરી કરવા ખોપડી પર ચેકો મૂક્યો ત્યાં ઓપરેશન થિયેટરમાં સંસ્કૃત શ્લોકોનો અવાજ સંભળાવા લાગ્યો.

image source

જ્યારે આ અવાજ આવ્યો કે ડૉક્ટર સહિત સ્ટાફના લોકો ધ્રુજી ઉઠ્યા અને વિચારમાં પડી ગયા કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે. પાછળથી ખ્યાલ આવ્યો કે આ શ્લોક બીજું કોઈ નહીં, પણ જે દર્દી પર ગંભીર સર્જરી ચાલી રહી છે તે પોતે ગીતા પાઠ કરી રહ્યાં હતાં. વિગતે વાત કરીએ તો સુરતમાં રહેતાં દયા ભરતભાઈ બુધેલિયાને ખેંચ આવી હતી. તપાસ કરાવતાં તેમને મગજમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. આ ગાંઠ મગજમાં એવી જગ્યાએ હતી, જ્યાં દર્દીને કાયમી લકવો થઈ શકે તેમ હતું.

image source

ત્યારબાદની પરિસ્થિતિની વાત કરીએ તો 23 ડિસેમ્બરે ન્યુરો-સર્જન ડૉ. કલ્પેશ શાહ અને તેમની ટીમે દર્દીના મગજની ગાંઠ દૂર કરવા સર્જરી આરંભી હતી. સર્જરી ગંભીર હોવાથી દર્દીને ભાન રહેવું અત્યંત જરૂરી હતું ત્યારે દર્દીએ ડૉક્ટરોને ગીતાના શ્લોક બોલવા મંજૂરી માગી હતી.

image source

આગળ વાત કરતાં ન્યુરો-સર્જન ડૉ. કલ્પેશ શાહે કહ્યું હતું, 9000 કરતાં વધારે ઓપન બ્રેન સર્જરી કરી છે, પરંતુ બ્રેન સર્જરી દરમિયાન દર્દીએ સતત ગીતાના શ્લોક કંઠસ્થ બોલ્યા હોય એ આ પ્રથમ ઘટના હતી. સમય વિશએ વાત કરીએ તો ત્રણ કલાક ચાલેલી મગજની સર્જરીમાં ગાંઠ કાઢવા માટે સવા કલાક જેટલો સમય લાગ્યો હતો. દર્દીને અવેક એનેસ્થેસિયા આપવામાં આવ્યું હતું.

image source

જો આ રોગ વિશે વાત કરવામાં આવે તો મોટા ભાગના લોકોને સ્પીચ એરિયા લેફ્ટ સાઈડ બ્રેનમાં હોય છે તેમજ મોટર એરિયાથી હાથ-પગનું સંચાલન થાય છે. મગજની ગંભીર સર્જરીમાં દર્દી અને ડૉક્ટરના મનમાં સ્વાભાવિક ચિંતા રહેલી હોય છે. દર્દીના મગજમાંથી ગાંઠ દૂર કરતી વખતે અવેક એનેસ્થેસિયા અપાય છે, જેથી સર્જરી દરમિયાન દર્દીની સ્પીચ અથવા હાથ-પગના હલનચલન પર તેની અસર થતી હોય તો ઓપરેશન ટેબલ પર જ ખ્યાલ આવી શકે છે અને ડૉક્ટર ત્યાં અટકી શકે છે. જો કે મળતી માહિતી પ્રમાણે ત્રણ દિવસમાં દર્દીને રજા આપવામાં આવી હતી. દર્દીના પતિ ભરતભાઈએ આ વિશે વાત કરતાં કહ્યું હતું, બ્રેન ટ્યૂમરનું નિદાન થતાં પરિવારના બધા લોકો ગભરાઈ ગયા હતા, પરંતુ અમને ભગવાનમાં પૂરી શ્રદ્ધા હતી.

image source

દયાબેને કહ્યું, ઓપરેશન થિયેટરમાં ગીતાના શ્લોક બોલી રહ્યાં હતાં ત્યારે એવું લાગતું હતું કે સ્વયં ભગવાન તેમની પાસે આવીને ઊભા હતા. દયાબેને આગળ ઉમેર્યું, માતા-પિતાએ ગીતા જ્ઞાન મેળવવા સંસ્કાર આપ્યા હતા, તેમણે એ સંસ્કાર તેમના જોડિયા પુત્રોને આપ્યા છે. ત્યારે હવે આ ઘટના ખુબ વાયરલ થઈ રહી છે અને લોકોમાં કુતૂહલ પણ જાગી રહ્યું છે કે આખરે આ શું થયું અને કેવી રીતે શક્ક બન્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત