Site icon News Gujarat

1 મહિનામાં જિયોમાં જનરલ એટલાન્ટિકે કર્યું જંગી રોકાણ, ચોથી કંપની બની આટલા ટકાની ભાગીદાર

લોકડાઉન વચ્ચે રિલાયન્સ જિયો કંપની સતત ચર્ચામાં છે. આ કંપનીની ચર્ચાનું કારણ છે તેમાં થતું વિદેશ કંપનીઓનું જંગી રોકાણ. છેલ્લા કેટલાક સમય દરમિયાન જિયોમાં ત્રણ વિદેશી કંપની કરોડોનું રોકાણ કરી ચુકી છે. આ યાદીમાં હવે ચોથી કંપનીનું નામ પણ ઉમેરાયું છે.

 

image source

અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિકે જિયોમાં 6600 કરોડનું રોકાણ કર્યું છે. આ રોકાણ 1.34 ટકાની ઈક્વિટી સ્ટેક વડે કરવામાં આવ્યું છે. આ કંપની પહેલા જિયોમાં ફેસબુક, સિલ્વર લેક અને વિસ્ટા ઈક્વિટી રોકાણ કરી ચુક્યા છે.

આ વાતની જાણ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈંડસ્ટ્રી લિમિટેડ દ્વારા એક મીડિયા રિલીઝ જાહેર કરી કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે જિયોએ છેલ્લા 4 સપ્તાહ દરમિયાન ટેક ઈન્વેસ્ટર્સ તરફથી 67,194 કરોડનું રોકાણ મેળવ્યું છે.

image source

ઉલ્લેખનીય છે કે આ રોકાણ સાથે જિયો પ્લેટફોર્મની ઈક્વિટીનું મૂલ્ય 4.91 લાખ કરોડ રૂપિયાથી 5.16 લાખ કરોડ રૂપિયા થયું છે. અગાઉ વિસ્ટા ઈક્વિટી દ્વારા જે રોકાણ થયું હતું તેમાં કંપનીએ 2.32 ટકાની ભાગીદારી 11,367 કરોડ રૂપિયામાં ખરીદી હતી. જ્યારે ફેસબુક 43,574 કરોડ રૂપિયાના રોકાણ સાથે જિયોનું સૌથી મોટું શેર હોલ્ડર બન્યું છે. ફેસબુકે જિયોમાં 22 એપ્રિલે રોકાણની જાહેરાત કરી હતી તેની સાથે જ જિયોની માર્કેટ વેલ્યુ 4.62 લાખ કરોડ થઈ હતી. ચર્ચાઓ છે કે આ ડીલથી રિલાયન્સ ગૃપ પોતાનું દેવું ઓછું કરશે. જ્યારે આ ડીલ કરી ફેસબુક ભારતમાં તેની સ્થિતિ મજબૂત કરશે. ફેસબુક માટે ભારત હાલ સૌથી મોટું માર્કેટ છે.

image source

ફેસબુક બાદ અમેરિકન કંપની સિલ્વર લેકે જિયોમાં રોકાણની જાહેરાત કરી હતી. રિલાયન્સે જણાવ્યાનુસાર અમેરિકન પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ સિલ્વર લેક હવે જિયોમાં 5,655 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ત્યારબાદ આજે જનરલ એટલાન્ટિકે પણ જિયોમાં રોકાણ કરી 1.34 ટકા સ્ટેક મેળવ્યા છે. આમ 22 એપ્રિલથી 17 મે સુધીમાં નીચે દર્શાવ્યાનુસાર કંપનીઓએ જિયોમાં રોકાણ કર્યું છે.

22 એપ્રિલ- ફેસબુક 43,574 કરોડનું રોકાણ

4 મે – પીઈ ફર્મ્સ સિલ્વર લેક 5656 કરોડનું રોકાણ

image source

8 મે – વિસ્ટા ઈક્વિટી 11,367 કરોડનું રોકાણ

17 મે – જનરલ એટલાન્ટીક 6600 કરોડનું રોકાણ

source : gujaratexclusive

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version