છેલ્લા 54 દિવસથી લૉકડાઉનના કારણે એક જર્મન નાગરીક ફસાયો હતો દીલ્લી એરપોર્ટ પર – હોલીવૂડ ફિલ્મ ‘ધ ટર્મિનલ’ જેવું વાસ્તવિક જીવનમાં ઘટ્યું
છેલ્લા 54 દિવસથી લૉકડાઉનના કારણે એક જર્મન નાગરીક ફસાયો હતો દીલ્લી એરપોર્ટ પર – હોલીવૂડ ફિલ્મ ‘ધ ટર્મિનલ’ જેવું વાસ્તવિક જીવનમાં ઘટ્યું

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વના મોટા ભાગના દેશોએ પોતાના એરપોર્ટના વ્યવહારો બંધ કરી દીધા છે. અને ઘણા બધા લોકો વિદેશમાં ફસાયેલા છે. ભારતમાં પણ એક નાગરી છેલ્લા 54 દિવસથી દીલ્લીના એરપોર્ટ પર ફસાયેલો છે. હવે જ્યારે બધી ફ્લાઇટ્સ શરૂ થશે ત્યારે જ તે પોતાના ઘરે જઈ શકશે.
માર્ચ મહિનાથી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ હોવાથી, ઘણા બધા લોકો ક્યાંકને ક્યાંક ફસાઈ ગયા છે અને પોતાના ઘરે નથી જઈ શક્યા. જો કે તેમાંના મોટા ભાગના લોકો એમ કહો કે દરેકે દરેકને કોઈને કોઈ રસ્તો એક ચોક્કસ સુરક્ષિત જગ્યાએ પહોંચવાનો મળી ગયો છે. પણ એક જર્મન પુરુષ ક્યાંય નથી જઈ શકતો અને તે નવી દીલ્લીના ઇન્દીરા ગાંધી ઇન્ટરનેશન એરપોર્ટ પર ફસાઈ ગયો છે. વાસ્તવમાં કોરોના વાયરસના કારણે તે રઝળી પડ્યો છે અને તેના પોતાના દેશે પણ તેને પાછો બોલાવવાની ના ભણી દીધી છે. જેના કારણે તેણે સતત 54 દિવસ સુધી દીલ્લી એરપોર્ટ પર જ રહેવું પડી રહ્યું છે. જો તમે કદાચ ટોમહેન્ક્સની ફિલ્મ ધ ટર્મિનલ જોઈ હશે તો તેમાં ટોમ હેન્ક્સ સાથે પણ આવું જ ઘટ્યું હતું. એમ કહો કે પરદા પરની આ કાલ્પનિક વાર્તાને હવે વાસ્તવિક અવતાર મળ્યો છે.

40 વર્ષિય એડગર્ડ ઝીબેટ (Edgard Ziebat) 18મી માર્ચના રોજ હનોઈથી ઇસ્તંબુલ જઈ રહ્યો હતો અને તેની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. અને તેા કેટલાક ક્રીમીનલ રેકોર્ડ પણ રહ્યા છે, જેના કારણે જર્મન ગવર્નમેન્ટ પણ તેની કસ્ટડી લેવા ઇચ્છીત નથી. બીજી બાજુ તે વિદેશી ધરતી પર છે અને તેને પોતાના આ જ ક્રીમીનલ રેકોર્ડના કારણે ભારતના વિઝા પણ મળી નહોતા રહ્યા. એરપોર્ટ પરના એક અધિકારીએ આ વ્યક્તિ વિષે જાણકારી આપતા જણાવ્યું, ‘બીજા ચાર રઝળિય પડેલા મુસાફરો કે જેઓ જુદી જુદી તારીખે દીલ્લી એરપોર્ટ પર આવ્યા હતા જેમાંનાં બે શ્રી લંકાના હતા અને એક માલદિવ્સની વ્યક્તિ હતી અને એક ફીલીપીન્સની હતી, તેમની સાથે આ જર્મન પુરુષ પણ ટ્રાન્સિટ એરિયામાં એક અઠવાડિયાંથી ત્યાં રહેતો હતો છેવટે એરપોર્ટ ઓથોરીટીએ તેમને લાગતી વળગતી એમ્બેસીને જાણ કરી દીધી.’

તે આગળ જણાવે છે ‘બાકીના ચાર જણને તેમની એમ્બેસી તરફથી સુવિધા આપી દેવામાં આવી હતી અને તેમને ક્વોરેન્ટાઇન માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે જર્મન એમ્બેસીના અધિકારીઓએ ઇન્ડિયન બ્યુરોને જણાવ્યું કે ઝીબેટ તેના દેશમાં એક વોન્ટેડ ક્રીમીનલ છે, તેની વિરુદ્ધ હૂમલા ઉપરાંત બીજા કેટલાક ગુનાઓ નોંધાયેલા છે. અને માટે તે વિદેશી ધરતી પર હોવાથી તેમણે તેની કસ્ટડી ના લીધી. દીલ્લી પોલીસ અને એરપોર્ટ ઓપરેટર DIALને પણ આ પરિસ્થિતિ બાબતે જાણ કરવામાં આવી.’
અધિકારી આગલ જણાવે છે ‘હવે તેણે આ ટ્રાન્સિટ એરિયામાં જ રહેવું પડે તેમ છે કારણ કે તે એરપોર્ટ છોડી શકે તેમ નથી કારણ કે તેની પાસે ભારતના વીઝા નથી. છેલ્લા 54 દિવસથી તેને આ વિભાગમાં હરતો ફરતો જોવામાં આવી રહ્યો છે, ક્યારેક મેગેઝીન વાંચે છે તો ક્યારેક સમાચાર પત્ર અને ક્યારેક સ્ટાફ સાથે વાતો કરતો જોવા મળે છે. જોકે એરપોર્ટ ઓથોરીટીએ તેના માટે કેટલીક વ્યવસ્થા પણ કરી આપી છે જેમ કે એક રીક્લાઇનર ચેર, મચ્છર દાની, ખોરાક અને કેટલીક મૂળભૂત જરૂરિયાતની વસ્તુઓ.

આ અધિકારીએ વધારામાં જણાવ્યું હતું, ‘ઝીબેટે અધિકારીઓને જણાવ્યું છે કે તે પોતાનો ખર્ચ ભોગવી લેશે. તે પથારી પર, બાકડા પર અને જમીન પર તેને મન ફાવે ત્યાં સુઈ જય છે. તે ટ્રાન્સિટ એરિયામાં એકલો જ રહે છે, એમ પણ મુસાફરો માટે એરપોર્ટ બંધ હોવાથી તેનો કોઈ ઉપયોગ પણ નથી કરવામાં આવી રહ્યો.’
હાલ તો તે માત્ર પોતાની ફ્લાઇટ પકડવાની જ રાહ જોઈ રહ્યો છે, અને બની શકે કે તેને ઓર વધારે રાહ જોવી પડે. પણ એક વાત તો છે કે કોરોના વાયરસની મહામારી દરમિયાનનો તેનો આ રોમાંચક અનુભવ ભવિષ્યમાં લોકોને કહેવા થશે.
Source : mensxp
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત