જર્મનીમાં 20 દિવસ લોકોને માસ્ક પહેરાવીને કઢાયેલું આ તારણ વાંચીને તમે પણ નહિં ફરો માસ્ક પહેર્યા વગર, જાણો કોરોનામાં કેટલું અસરકારક છે માસ્ક

અત્યાર સુધી વિશ્વભરમાં કોરોના વાયરસના વધતાં જતા રોગચાળામાં અનેક લોકોના જીવનદીપ બુઝાયા છે તો અનેક લોકો કોરોનાના કારણે હોસ્પિટલના બિછાને છે. જ્યારથી કોરોનાના કેસ નોંધાવા લાગ્યા છે ત્યારથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, ભારત સરકાર સહિત દરેક કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ફેસ માસ્ક પહેરવાની વાત કરી રહ્યા છે.

image source

જ્યાં સુધી કોરોનાની રસી ન આવે ત્યાં સુધી માસ્ક જ તેનાથી બચવાનો ઈલાજ છે તે વાતની પુષ્ટિ તાજેતરમાં થયેલા એક નવા સંશોધન દ્વારા કરવામાં આવી છે. આ સંશોધન બાદ જણાવવામાં આવ્યું છે કે માસ્ક પહેરવાથી કોરોનાનું સંક્રમણ ફેલાતું 45 ટકા ઓછું કરી શકાય.

image source

આ સંશોધન જર્મનીમાં થયું છે જેમાં જણાવાયું છે કે માસ્ક પહેરવાથી કોરોના ફેલાવાનું જોખમ 40 ટકાથી વધુ ઘટી જાય છે. ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓએ માસ્ક પહેરવાથી સંક્રમણ ફેલાતું અટકાવી શકાય છે. આ સર્વેના તારણ માટે 20 દિવસ સુધી લોકોને માસ્ક પહેરી રાખવા જણાવમાં આવ્યું હતું. 20 દિવસ બાદ કેસમાં 45 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

image source

આ સંશોધન પછી તારણ આપવામાં આવ્યું છે કે કોરોના વાયરસનો સામનો કરવા માટે માસ્ક સૌથી સસ્તુ અને પ્રભાવશાળી હથિયાર છે. કોરોનાને રોકવાના અન્ય સાધનોમાં પણ માસ્ક સૌથી વધુ સશક્ત છે. આ સંશોધનમાં જ્યારે લોકોએ નિયત કરેલા દિવસો સુધી માસ્ક પહેરી રાખ્યું ત્યારે આ દિવસોના ગાળામાં નવા સંક્રમિત દર્દીઓ નોંધાવાની ગતિમાં પણ ઘટાડો થયો હતો. આ સંશોધન બાદ નિષ્ણાંતો એ તારણ પર આવ્યા કે નવા નોંધાતા કેસમાં 40થી વધુ ટકાનો ઘટાડો થઈ શકે છે જો લોકો બહાર જતી વખતે સતત માસ્ક પહેરી રાખે.

image source

આ જ કારણ છે કે ભારત સહિત દરેક દેશ કોરોના વાયરસ સામે લડવા માટે માસ્ક પહેરવા માટે આગ્રહ કરે છે. અમેરિકાના નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ બાયડેન પણ લોકોના માસ્ક પહેરવા પ્રોત્સાહિત કરે છે. આ સંશોધન જ્યાં થયું છે તે જર્મનીમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સંશોધન પણ અમેરિકાની નેશનલ એકેડમી ઓફ સાયન્સીસના સંસોધન પત્રમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત