જાણો એવુ તો શું કારણ છે કે, 65 વર્ષના દાદાના ઘરે છેલ્લા નવ વર્ષથી દરરોજ મંગાવ્યા વિના પિઝ્ઝા આપવા આવે છે ડિલિવરી બોય

જીવન સુખ અને દુઃખથી ભરેલું છે. ક્યારેક કોઈ ખુશીના સમાચાર આવે અને ક્યારેક વણજોઈતી મુશ્કેલીઓ પણ આવી ચડે. વળી, અમુક વખત તો એવી મુશ્કેલીઓ આવી જતી હોય છે કે માણસ આશ્ચર્યચકિત થઇ જાય અને સવાલ થાય કે આખરે આવું કેમ થઇ રહ્યું છે ?

image source

આવી જ એક મુશ્કેલીથી બેલ્જીયમના એન્ટવર્પનો એક વ્યક્તિ હેરાન-પરેશાન થઇ ગયો છે. અસલમાં આ વ્યક્તિના ઘરે છેલ્લા નવ વર્ષથી દરરોજ મંગાવ્યા વિના દરરોજ પિઝ્ઝા આવે છે. આ મુશ્કેલીથી તે એવો કંટાળી ગયો છે કે તેણે આ મામલે અનેક વખત પોલીસને ફરિયાદ પણ કરી તેમ છતાં તેને છુટકારો નથી મળતો.

આ વ્યક્તિનું નામ જીન વેન લેંડઘમ છે અને તેની ઉંમર 65 વર્ષની છે. તેમના કહેવા મુજબ તેઓ ક્યારેય પીઝ્ઝાનો ઓર્ડર આપતા નથી છતાં દરરોજ કોઈને કોઈ ડિલિવરી બોય તેના ઘરે આવી પિઝ્ઝા આપી જાય છે. સૌથી ખાસ વાત તો એ છે કે પિઝ્ઝાની ડિલિવરીનો સમય પણ ચોક્કસ નથી હોતો અને ડિલિવરી બોય ગમે ત્યારે પિઝ્ઝા લઈને આવી જાય છે. ક્યારેક ક્યારેક તો અડધી રાત્રે પણ ડિલિવરી બોય પિઝ્ઝા લઈને આવી જાય છે. એટલું જ નહિ એક વખત તો એક સાથે 14 પિઝ્ઝા આવી ગયા હતા.

image source

જીન વેનના કહેવા મુજબ મંગાવ્યા વિના આ રીતે પિઝ્ઝાની ડિલિવરીથી તેઓ પરેશાન પણ છે અને આશ્ચર્યચક્તિ પણ. પીઝ્ઝાની આ મુશ્કેલીએ તેમનું જીવવું હાલ-બેહાલ કરી નાખ્યું છે. હવે તો ઘરની બહાર સ્કુટરનો અવાજ આવે તો એમ જ થાય કે એ વળી આવ્યો પિઝ્ઝા ડિલિવરી બોય પિઝ્ઝા લઈને.

image source

જીન વેન જે મુશ્કેલીથી પીડાય છે એવી જ મુશ્કેલલી તેના અન્ય એક મિત્રને પણ છે. તેને પણ દરરોજ મંગાવ્યા વિના પિઝ્ઝા આપવા ડિલિવરી બોય આવી જાય છે. એટલે જયારે જીન વેનના આ મિત્રના ઘરે ડિલિવરી બોય પહોંચે છે તો તેઓ જીન વેનને ફોન કરીને જણાવે છે કે તેના ઘરે પણ હમણાં જ ડિલિવરી બોય આવશે. તેઓનું માનવું છે કે આ કામ તેને અને જીન વેન બન્નેને ઓળખતા હોય તેવા કોઈનું મિત્રનું હોઈ શકે પણ તે કોણ છે તે બંને માંથી કોઈ નથી જાણતું.

image source

જીન વેનનું કહેવું છે કે મંગાવ્યા વિના આ રીતે દરરોજ આવતા પિઝ્ઝાનો તેઓએ ક્યારેય સ્વીકાર કર્યો નથી એટલે તેઓને ક્યારેય પિઝ્ઝાના પૈસા પણ આપવા નથી પડ્યા. તેમ છતાં દરરોજ તેના ઘરે પિઝ્ઝા ડિલિવરી બોય આવે છે. અને આ પિઝ્ઝા કોણ મોકલે છે અને શા માટે મોકલે છે ? તે હજુ સુધી તેઓ નથી જાણી શક્યા.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત