Site icon News Gujarat

ઘરમાં આ સ્થાને મુકેલો અરીસો બની શકે છે બરબાદીનું કારણ, જાણો તમે પણ

ઘરમાં આ સ્થાને મુકેલો અરીસો તમારી બરબાદીનું કારણ પણ બની શકે છે.

image source

એવું એક પણ ઘર નહિ હોય જ્યાં અરીસો ન હોય. અરીસો હવે આપણી રોજીંદી જરૂરિયાત બની ગઈ છે. ચહેરો જોવા માટે પણ આપણને અરીસાની જરૂર પડે છે. દરેક ઘરમાં દરેક વ્યક્તિને સવારે અરીસાની જરૂર પડે છે. ઘરની બહાર નીકળતા પહેલા આજકાલ અરીસો જોવો આપણા માટે જાણે અનિવાર્ય અંગ બની ગયો છે. પહેલા આખાય ઘરમાં એક અરીસો જ હોતો, પણ આજકાલ તો ઘરમાં જેટલા રુમ હોય તેટલા અરીસા રાખવામાં આવે છે. જો કે હવે તો અરીસાને હોમ ડેકોરની વસ્તુ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. જો કે હવે તો ડેકોરેટેડ ફર્નીચર માટે ઘરના હોલમાં પણ સજાવટ માટે અરીસા રખાય છે.

image source

વ્યક્તિના વાસ્તવિક પ્રતિબિંબને દર્શાવતો અરીસો વ્યક્તિના ભાગ્ય સાથે પણ ગહેરો સંબંધ ધરાવે છે. તમારા ઘરમાં કઈ દિશામાં, કેવા આકારનો અરિસો લગાવેલો છે એ બધી જ બાબતોનો સંબંધ જાતકના ભાગ્ય સાથે સંકળાયેલો હોય છે. અરીસાની ઊર્જાનો પ્રભાવ તમારા ઘરમાં પણ પડે છે. કદાચ એટલા માટે જ આપણા વાસ્તુકલા શાસ્ત્રમાં અરીસા સંબંધિત ઘણા બધા નિયમો દર્શાવવામાં આવ્યા છે, અને તેનું પાલન કરવાનો આગ્રહ પણ રાખવામાં આવે છે. જો ઘરમાં અરીસો ખોટી દિશા રાખવામાં આવ્યો હોય તો તેનાથી ઘરના જાતકો પર અનેક પ્રભાવ પડે છે.

• અરીસો સકારાત્મક ઊર્જામાં વધારો કરવાની સાથે સાથે જ નકારાત્મક ઊર્જામાં પણ વધારો કરી શકે છે. ઘરની ખોટી દિશામાં લગાવેલો અરીસો જાતકની બરબાદીનું કારણ પણ બની શકે છે.

image source

• કામમાં તમારું મન ન લાગવું, જરૂર હોય ત્યારે ધનનો અભાવ રહે છે, આ પ્રકારની અડચણો પણ જો ખોટી દિશામાં અરીસો હોય તો આવે છે.

• જો અરીસો ઘરમાં ખોટી દિશા લગાવવામાં આવ્યો હોય તો ઘરમાંથી બહાર જઈને કામ કરવાનું મન નથી થતું. પ્રવેશ દ્વારની એકદમ સામે અરીસો હોય તો એનાથી સકારાત્મક ઊર્જા અવરોધાય છે.

• જો યોગ્ય દિશામાં અરીસો હોય પણ તેની પાસે એવી કોઈ વસ્તુ હોય જે નકારાત્મક પ્રભાવ પાડતી હોય તો પણ એની નકારાત્મક અસર જાતક પર થાય છે.

• તમારા ઘરમાં લગાવવામાં આવતા અરીસાને સુવિધા અનુસાર નહીં વાસ્તુ અનુસાર લગાડવો જોઈએ.

image source

• ઘર બનાવતી વખતે વાસ્તુ નિષ્ણાંતનો સંપર્ક કરી અને પહેલા ઘરમાં અરીસાની યોગ્ય દિશાઓ વિશે જાણી લેવું જોઈએ અને પછી જ અરીસો ઘરમાં લગાવવો જોઈએ. જેમ કે કયા રુમમાં કેવા આકારનો અને કઈ દિશામાં અરીસો લગાડવો જોઈએ.

• બેસવાનું સ્થાન જો બીમની નીચે હોય અથવા ઘરમાં દિવાલમાંથી પીલ્લર બહાર નીકળતું હોય, તો ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version