ઘરની આ વસ્તુઓની મદદથી ચપટીમાં દૂર થશે ઉંદર, ગરોળી અને માખીનો ત્રાસ, આજે જ અજમાવી લો ઉપાય

ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઘરમાં ઉંદર, ગરોળી, માખી, મચ્છર, કોક્રોચનો ત્રાસ પણ ગૃહિણીઓને માટે મોટું કામ બની જાય છે. આ જનાવરોને ઘરમાં જોવાનું કોઈ પસંદ કરતું નથી, અનેક પ્રકારના સ્પ્રે છાંટવાથી પણ કોઈ ફાયદો થતો નથી, આ સમયે તેમનો આતંક વધે છે અને સાથે ઘરમાં બીમારીનો ડર પણ વધી જાય છે.

image source

આ સાથે ઘરની અનેક વસ્તુઓને ઉંદરો નુકસાન કરી દેતા હોય છે એવામાં જો અનેક ઉપાયો કર્યા બાદ પણ તેનો ત્રાસ ઓછો થતો ન હોય તો તે માટે અમે કેટલાક ખાસ ઘરેલૂ ઉપાયો લાવ્યા છીએ. જે તમારી મદદ કરશે. તેનાથી તમે ઉંદરો, કોક્રોચ અને ગરોળીને ઝડપથી દૂર કરી શકો છો.

ઉંદરને ભગાડવાના ઉપાયો

image source

જો તમે ઘરમાં ઉંદરના ત્રાસતી પરેશાન છો તો પિપરમિંટના કેટલાક ટુકડાને ઘર અને કિચનના ખૂણામાં રાખી દો. ઉંદરોને પિપરમિન્ટની સ્મેલ પસંદ હોતી નથી અને તેઓ ભાગી જાય છે. આમ કરવાથી તેઓ ફરીથી કિચનમાં આવશે નહીં. જો તમે સતત 3-4 દિવસ સુધી આ ઉપાયો કરી લો છો તો તમે કાયમ માટે ઉંદરના ત્રાસથી છૂટકારો મેળવી શકો છો. તેઓ ફરીને પણ તમારા ઘર સામે જોશે નહીં.

માખી ભગાડવાના ઉપાયો

image source

માખીથી છૂટકારો મેળવવા માટે તમે સૌ પહેલા ધ્યાન રાખો કે ઘરના દરવાજા બંધ રહે. આ સાથે ઘરની સાફ સફાઈ પણ રાખો તે જરૂરી છે. જો ઘરમાં માખી કે મચ્છરનો ત્રાસ વધારે રહેતો હોય તો તમે કોઈ પણ સ્ટ્રોન્ગ સ્મેલ વાળા તેલમાં રૂને ડૂબાડી લો અને તેને દરવાજાની પાસે રાખો. આ સ્ટ્રોન્ગ સ્મેલથી માખી દૂર ભાગે છે. ઘરના દરવાજા પાસે આ રૂ રાખી લેવાથી ત્યાંથી માખીઓ પ્રવેશ કરશે નહીં. આ ઉપાય તમે ઘરની બારીઓ પાસે પણ કરી શકો છો. તેનાથી તમને ઝડપથી રાહત મળશે.

ગરોળી ભગાડવા માટેનો ઘરેલૂ ઉપાય

ઘરમાં ગરોળીની અવરજવર વધારે રહેતી હોય તો તમે મોરના 3-4 પંખને દિવાલ પર ચોંટાડી દો. મોર ગરોળીને ખાય છે. આ માટે ગરોળી મોરનાં પંખથી દૂર ભાગે છે. આ સરળ અને આસાન ઉપાય છે. તેનાથી તમે ઝડપથઈ ઘરમાંથી ગરોળીને ભગાડી શકો છો. આ સાથે તમારે તેને માટે કોઈ ખાસ મહેનત પણ કરવાની જરૂર રહેશે નહીં.