ઘરમાં આ કારણે આવે છે આર્થિક મુશ્કેલીઓ, જો તમે અજમાવશો આ ઉપાયો, તો પૈસાથી ભરાઇ જશે તિજોરી

દિશાઓનું સાચું મહત્વ વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે, એક વ્યક્તિના જીવનમાં મંગળ અને અમંગળ દિશાઓ જ નક્કી કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલ નિયમોનું જો પાલન કરવામાં આવે છે તો આપના જીવનમાં સુખ- સમૃદ્ધિ હંમેશા માટે જળવાઈ રહે છે. ત્યાં જ જો ઘરમાં કે પછી વ્યાપારિક સંસ્થાનમાં કોઈ વાસ્તુ દોષ છે તો તેના કારણે પાને નુકસાન પણ ભોગવવું પડે છે.

image source

મોટાભાગે એવું જોવા મળી જાય છે કે, લોકો વાસ્તુ દોષને નજરઅંદાજ કરી દેતા હોય છે. કે પછી માનતા જ નથી. તેમ છતાં પણ વાસ્તુ દોષનો પરાભવ તેમના જીવનમાં જોવા મળી જાય છે. વાસ્તુ દોષના કારણે જ કેટલીક વાર કામ બનતા બનતા બગડી જાય છે. જો આપ વાસ્તુ શાસ્ત્ર સાથે સંબંધિત નીચે આપવામાં આવેલ ઉપાયોનો અમલમાં મુકશો તો આપના બગડી જતા કામ પણ બનતા જશે અને આપની આર્થિક મુશ્કેલીઓ પણ દુર થશે.

ઉત્તર દિશામાં ગંદકી રાખવી:

image source

આપે આપના ઘરની ઉત્તર દિશામાં ક્યારેય પણ ગંદકી રાખવી જોઈએ નહી, ઘરની ઉત્તર દિશાના સ્વામી ધનના દેવ કુબેરને માનવામાં આવે છે. જે ઘરની ઉત્તર દિશામાં ગંદકી થતી રહે છે, ત્યાં ક્યારેય પણ ધનના સ્વામી કુબેર દેવ વાસ કરતા હોતા નથી.

ઉત્તર દિશામાં ઘરને ઊંચું રાખવું.:

image source

આપે ઘરની ઉત્તર દિશાને ક્યારેય પણ ઉંચી રાખવી જોઈએ નહી, ઘરની ઉત્તર દિશાને ઉંચી રાખવીએ વાસ્તુ દોષ માનવામાં આવે છે. ઘરની ઉત્તર દિશા ઉંચી હોવાના કારણથી જ આપના ઘરમાં આર્થિક મુશ્કેલીઓ હંમેશા જળવાઈ રહે છે. ઉપરાંત ઘરની ઉત્તર દિશાને માતૃ સ્થાન પણ કહેવામાં આવે છે.

પાણીના નળ માંથી પાણીનું સતત ટપકતા રહેવું.:

image source

મોટાભાગે એવું જોવા મળે છે કે, લોકોના ઘરોના નળ માંથી સતત પાણી ટપકતું રહે છે, નળ માંથી પાણી ટપકવાને અશુભ માનવામાં આવે છે. આમ થવાથી આપના ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ જળવાઈ રહે છે અને આપના ઘરમાં પૈસા ટકી શકતા નથી.

image source

પાણીનું વહેણ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ.: જે ઘરોમાં પાણીની નિકાસ દિશા જો દક્ષિણ દિશા તરફની છે તો વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ એવા ઘરોમાં હંમેશા આર્થિક મુશ્કેલીઓ જળવાઈ રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ પાણીનું વહેણ હંમેશા ઉત્તર દિશાની તરફ જ હોવું જોઈએ.