ઘરોમાં સીસીટીવી રાખતા લોકો સાવધાન, તમારી અંગત પળો પર રાખી રહ્યું છે કોઈ નજર

સિક્યોરિટી સિસ્ટમમાં ઉપલ્બ્ધ કરાવનાર એક કંપનીના ટેકનીશીયને લગભઘ 200 ઘરોન સિસિટીવીને હેક કરી લીધા હતા અને પછી કપલોની ખાનગી જ્ઞણો પર નજર રાખવા લાગ્યો હતો. જણાવવામાં આવે છે તે 35 વર્ષના ટેક્નિશિયન અદાજે 9600 વાર કસ્ટમરના એકાઉન્ટને એક્સેસ કર્યું. આવો જાણીએ સમગ્ર ઘટનના.

એવિલ્સને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો

Home CCTV
image source

લોકોના ઘરોમાં સીસીટીવી હેક કરવાનો આ કિસ્સો અમેરિકાના ટેક્સાસનો છે. ટેલિસ્ફોરો એવિલ્સ નામનો ટેક્નિશિયન ADT કંપનીમાં કામ કરતા હતો. આ કંપની ઘરો અને ઓફીસો માટે સિક્યોરિટી એલ્સ્ટમ એલાર્મ સિસ્ટમ ઉપલબ્ધ કરાવે છે. છેલ્લા વર્ષે એપ્રિલમાં એવિલ્સને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. યુ.એસની એક અદાલતમાં સુનાવણી દરમિયાન ગુરુવારના રોજ એવિલ્સએ સ્વીકાર્યું કે તે સુંદર ગ્રાહકોની જાસૂસી કરતો હતો. તે લગભગ 4.5 વર્ષથી આવી રીતે વીડિયો જોઈ રહ્યો હતો. દોષી સાબિત થવા પર એવિલ્સને 5 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

ગ્રાહકોના ઇન્ટિમેટ સિનને લાઈવ જોતો

image source

એવિલ્સ ગ્રાહકોના પ્રોફાઇલમાં પોતાનું ઇમેઇલ આઇ જોડી દેતો હતો. જેના માધ્યમથી તે ગ્રાહકોના સીસીટીવી એક્સેસ કરી શકતો હતો. તે ગ્રાહકોના ઇન્ટિમેટ સિનને લાઈવ જોતો હતો. એવિલ્સ ગ્રાહકોને જણાવતો હતો કે સિસ્ટમની ચકાસણી કરવા તે પોતાનું ઇમેઇલ આઈડી જોડી રહ્યો છે. જો કે ઘણા ગ્રાહકોને તો તેણે જણાવ્યા વગર ઇમેઇલ આઇડી જોડી દીધુ હતું.

ગ્રાહકોએ કંપની ઉપર કેસ કરવાની વાત

image source

ટેક્સાસના એક અધિકારીઓની જણાવ્યું કે એવિલ્સ પહેલા નોંધ કરતો હતો કે ક્યાં ઘરોમાં સુંદર મહિલાઓ રહે છે, પછી તે મહિલાઓના ઘરોમાં તેમની અંગત પળોનો લાઈવ વીડિયો જોતો હતો. છેલ્લા ગયા વર્ષે મે મહિનામાં અનેક ગ્રાહકોએ કંપની ઉપર કેસ કરવાની વાત કરી હતી.

પતિએ બેડરૂમમાં કેમેરા લગાવી પત્ની સાથેની અંગતપળોનો વીડિયો બનાવ્યો

image source

તમને જણાવી દઈએ કે સુરતના એક બિલ્ડરે પણ આવી રીતની હરકત કરી હતી. સુરતના અઠવાલાઇન્સમાં રહેતી પરીણિતાને પોતાના પતિએ દારૂના નશામાં છાકઠા બની અમાનુષી અત્યાચાર ગુજારવાની સાથે સાથે બ્લેકમેઇલ કરતો હતો. બેડરૂમમાં સીસી કેમેરા મુકાવી અંગત પળોનો વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. આ અંગે પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. આ બિલ્ડરના લગ્ન 25 વર્ષીય સરલા સાથે થયા હતા. પતિ પરેશે ચોરીછૂપીથી બેડરૂમમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા.

image source

બેડરૂમની અંગત પળો કેમેરામાં કેદ થઇ હોય આ વીડિયો ફેસબુક સહિત સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. પરેશ પત્ની વિરૂદ્ધ ફેસબુક ઉપર અશ્લીલ ટિપ્પણી પણ કરતો હતો. લગ્ન બાદ પરેશ અને સરલા હનીમૂન માટે સિંગાપોર ગયા હતા. અહીં પરેશે પોતાની અગાઉની ગર્લફ્રેન્ડ અંગે વાત કરવા ઉપરાંત મિત્રોને કંપની આપવાનું કહ્યું હતું. જોકે, સોનલે ના પાડતા તેની સાથે મારઝૂડ કરાઇ હતી, આ ઉપરાંત સાસુ અને સસરાએ પણ નાની-નાની વાતે કે ઘરકામના મુદ્દે મેંણાં-ટોણાં મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત