ઘરમાં પડેલી નકામી વસ્તુઓને ફેંકશો નહિ, એમાંથી આ રીતે બનાવો ઘર-સજાવટની અનેકવિધ વસ્તુઓ

તમારા ઘરમા પડેલી વધારાની વસ્તુ માથી તમે ખુબ જ સરસ વિંડચાઇમ બનાવી શકો છો. તમારા ઘરમા સોડાની શીશાના બિલ્લા, વાઇનની શીશી, ડીસ્પોઝેબલ થર્મોકોલના ગ્લાસ, વધારાના કપ રકાબી, સીડી કે ડીવીડી, વધારાની ચાવીઓ, અને પ્લાસ્ટિકના ગ્લાસ તો તમારા ઘરમા અવશ્ય હશે જ.

image source

આ બધી વસ્તુનો ઉપયોગ તમ કરતા નથી અને તે તમારા ઘરમા એમનમ પડી રહે છે અને તે વધારી જગ્યા રોકે છે. તમે આવી વસ્તુને થોડા સમયબાદ કચરામા ફેંકી દો છો અથવા તો આને ભંગારમા આપી દો છો. પરંતુ તમે આ વસ્તુ માથી ઘણી બધી ઘર સજાવટની વસ્તુ બનાવી શકો છો.

image source

તમારા ઘરમા પડેલ વધારાની ચાવીઓને ભેગી કરવી જોઇએ. ત્યારબાદ તેને સારી રીતે સાફ કરવી જોઇએ. ત્યારબાદ એક પ્લાસ્ટિકની ડીશ તે ન હોય તો તમે સીડી પણ લઇ શકો છો. આ ચાવીઓને નાયલોનના મોટા દોરાની મદદથી ઉપર નીચે આગળ પાછળ બાંધવી જોઇએ. તે ગોળ આકારમા તે બાંધવી જોઇએ. આ ખુબ જ આકર્શીત બને છે. આ આપણા ઘરની સુંદરતા વધારે છે.

image source

તમારા ઘરમા સોસની ખાલી બોટલ તો અવશ્ય હશે. તે કાચની બોટલમા કલર કરીને તેમા સારી એવી ડીઝાઇન બનાવી જોઇએ. તેમા તમે વેલ અથવા ફુલ વાવીને સજાવટમા રાખી શકો છો. આને ઊંધી કરીને આમા નાયલોનની દોરી અથવા થર્મોકોલની ગોળીઓ અથવા તો વધારાની બંગડીઓ બાંધવી જોઇએ. આમ કરવાથી તેનો દેખાવ ખુબ જ સારો આવે છે. તે બધાનુ ધ્યાન કેન્દ્રીત કરે છે.

image source

તમે આવી રીતે પ્લાસ્ટીકની બોટલમા કરી શકો છો. પ્લાસ્ટીકની બોટલને વચ્ચેથી કાપીને તેમા થર્મોકોલની ગોળીઓ, મોતી, બંગળીઓ અને નાયલોનની દોરીની મદદથી આ બોટલને બહારથી સજાવવી જોઇએ. આના પર આમ આ બધી વસ્તુઓ લગાવાથી તે સુંદર બને છે.

image source

આનો ઉપયોગ તમે વાસ અને ફુલદાની તરીકે કરી શકો છો. તમારા ઘરના વધારાના કપ રકાબીમા નાયલોનની દોરી બાંધીને તેને એક ડીશમા બાંધવા જોઇએ. તેની સાથે તમે તેમા નાની એલ્યુમિનિયમની સળીઓ પણ લગાવી શકો છો. આમ કરવાથી વિશિષ્ટ વિંડચાઇમ બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!