ઈચ્છો છો ઘરમા સુખ અને શાંતિ તો ઘરના પ્રમુખ દ્વારને રાખો વાસ્તુદોષથી મુક્ત…

મિત્રો, વાસ્તુશાસ્ત્રની આપણા જીવન પર ખૂબ જ ઊંડી અસર પડે છે તેથી, વાસ્તુ નિષ્ણાતો કહે છે કે, દરેક વ્યક્તિએ પોતાના જીવનમા બધુ કરતા પહેલા અમુક વાસ્તુની માહિતી લેવી જોઈએ કારણકે, એવુ કહેવામા આવે છે કે, અમુકવાર કેટલાક લોકો તેમના જીવનમા જ્યારે પણ કોઈ નવુ કાર્ય શરૂ કરે છે, તે દરમિયાન વાસ્તુશાસ્ત્રના અમુક નિયમોનુ પાલન કરવુ અત્યંત આવશ્યક છે.

image source

જો તમે ક્યારેય પણ વાસ્તુશાસ્ત્ર અને તેના નીતિ-નિયમોની અવગણના કરો છો તો તે તમારા માટે અપશુકનિયાળ અસર આપવાનુ શરૂ કરે છે. તેથી, આજે આ લેખમા અમે તમને અમુક એવી વાસ્તુ ટીપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે ઘર અને પરિવારમા હોવી જોઈએ. જો તમે આ વાસ્તુ ટીપ્સ અનુસાર તમારા ઘરની સજાવટ કરો છો તો તમારા ઘરમા ક્યારેય પણ કોઈપણ પ્રકારની સમસ્યા રહેતી નથી તો ચાલો જાણીએ આ ટીપ્સ વિશે.

image source

આપણે બધા એ વાત ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, આપણા સનાતન ધર્મમા દેવના દેવ મહાદેવના પુત્ર પ્રભુ શ્રી ગણેશને કોઈપણ શુભ કાર્યમા પ્રથમ દરજ્જો આપવામા આવે છે એટલે કે તમામ પ્રકારના ધાર્મિક કાર્યની શરૂઆત તેમની પૂજાથી થાય છે પરંતુ, ખુબ જ ઓછા લોકો આ વાતને જાણે છે કે, વાસ્તુશાસ્ત્રમા પણ તે એક વિશેષ મહત્વ ધરાવે છે.

image source

આપણા વાસ્તુશાસ્ત્ર મુજબ પ્રભુ શ્રી ગણેશની પ્રતિમા સ્થાપવી અથવા તો ઘરના પ્રમુખ દરવાજાની પાસે તેમનુ ચિત્ર રંગવું અથવા ચિહ્નિત કરવુ ખૂબ જ શુભ માનવામા આવે છે. વાસ્તુ મુજબ જે કોઈપણ વ્યક્તિ પોતાના ઘરના પ્રમુખ દ્વારની પાસે પ્રભુ શ્રી ગણેશની પ્રતિમા અથવા તો તેમના ચિત્રને બિરાજિત કરે છે, તેમના ઘરમા ક્યારેય પણ કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાઓ આવતી નથી તથા તેમના ઘરમા હમેંશા સુખ-શાંતિથી ભરપૂર વાતાવરણ બની રહે છે.

image source

આ ઉપરાંત તમારા ઘરનો પ્રમુખ દ્વાર એ મજબુત અને સુંદર હોય તે પણ અત્યંત આવશ્યક છે. અમુક શુભ પ્રસંગોએ ભગવાનની પૂજા કર્યા પછી અંતે ઘરના પ્રમુખ દ્વારની પણ પૂજા કરવામા આવે છે. ઘરના પ્રમુખ દ્વારની બંને બાજુએ એક સાથીયો બનાવી અને ત્યારબાદ તેમની પૂજા કરવામા આવે છે.

આ સાથીયા પર ચોખાની એક ઢેરી બનાવવામા આવે છે અને એક-એક સોપારી પર કાલવા બાંધીને તેને ઢેરી પર રાખવામા આવે છે. આ ઉપાય અજમાવવાથી તમને અઢળક ધનલાભ થઇ શકે છે. જો તમે વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલી આવી નાની-નાની બાબતોનુ ધ્યાન રાખો છો તો તમારા ઘર પર અને તમારા જીવનમા કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ આવતી નથી અને તમારુ ઘર સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ