આ દિશામાં બારી બનાવવાથી વધી જાય છે રોગો, જાણી લો બારી સાથે જોડાયેલી આ વાસ્તુ ટિપ્સ

વાસ્તુ શાસ્ત્રમાં દરેક સ્થાનના નિર્માણને લઈને નિયમો બતાવવામાં આવ્યા છે, કારણ કે એ દિશાની ઉર્જાની અસર તમારા અને તમારા પરિવારના સદસ્યો પર પડે છે. વાસ્તુમાં ઘરની બારી કઈ દિશામાં અને કેવી હોવી જોઈએ એ વિશે પણ જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાચી દિશામાં બનેલી બારી તમારું નસીબ ખોલી શકે છે. તો બીજી બાજુ ખોટી દિશામાં રાખેલી બારી તમારું ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે. એટલે બારી બનાવતી વખતે દિશાઓની સાથે સાથે એની સાથે જોડાયેલ અન્ય વાસ્તુ નિયમોનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણી લઈએ બારી સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ.

image source

બારી ખોલવા માટે પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર દિશાની દીવાલ સાચી હોય છે. આ દિશાઓમાં બારીઓનું નિર્માણ કરવું શુભ માનવામાં આવે છે.

image source

ઉત્તર દિશાને ધનની દિશા માનવામાં આવે છે, આ દિશાને ખુલ્લી રાખવી સારું રહે છે એટલે ઉત્તર દિશામાં પણ બારીનું નિર્માણ કરવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં બારી ખોલવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે.

વાસ્તુ અનુસાર દક્ષિણ યમની દિશા હોય છે એટલે દક્ષિણ દિશામાં બારી હોવી શુભ માનવામાં આવતી નથી. આ દિશામાં બારી ખુલવાથી રોગ અને શોકની સંભાવના વધી જાય છે. જો તમારા ઘરની દક્ષિણ દિશામાં બારી બનાવેલી હોય તો એને કામ વગર ન ખોલો કે પછી કોઈ જાડો પડદો લગાવી રાખો.

image source

નૈઋત્ય ખૂણામાં પણ બારી ન બનાવવી જોઈએ. ઘરના દક્ષિણ અને પશ્ચિમ દિશાના ભાગને નૈઋત્ય ખૂણો કહે છે કારણ કે આ દિશાના સ્વામી રાહુ કેતુ છે.

image source

વાસ્તુ અનુસાર ઘરમાં બારીની સંખ્યા હંમેશા સમ એટલે કે 2, 4, 6 એવી જ હોવી જોઈએ. વિષમ સંખ્યામાં બારીનું નિર્માણ સારું માનવામાં આવે છે.

ઘરની બારીઓને વેલથી સજાવેલી રાખવી જોઈએ. બારીઓ રંગોળી અને મંડાલાના ચિત્રો કરવા શુભ માનવામાં આવવા છે. બારી પર સારી રીતે પડદા નાખીને રાખવા જોઈએ.

image source

બારીને હમેંશા બે પડ વાળી જ બનાવવી જોઈએ. બારીના દરવાજા હમેશા અંદરની તરફ ખુલવા જોઈએ. ઘરના બારી દરવાજા ખોલતી વખતે અવાજ ન થવો જોઈએ.

ઘરના દ્વારની સામે વધુ બારીઓ બનાવવી જોઈએ. જેનાથી ચુંબકીય ચક્ર પૂર્ણ થતું રહે.

image source

બારીઓ હંમેશા સાફ રાખવી જોઈએ. બારીઓ તૂટેલી કવ ગંદી ન હોવી જોઈએ. આડી અવળી બારીઓ પણ ન બનાવવી જોઈએ.

ઉતરમુખી દરવાજા અને બારીઓ હંમેશા લાભદાયી હોય છે. આ દિશામાં ઘરના સૌથી વધુ બારી અને દરવાજા બનાવવા જોઈએ. ઉત્તર દિશામાં બનાવેલા બારી અને દરવાજા તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા લઈને આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ