આ ઘરેલું ઉપાયોથી કબજીયાતની સમસ્યામાંથી મેળવો તરત જ છૂટકારો

મિત્રો, આપણી બદલાતી જતી જીવનશૈલી, ખાણીપીણી સાથે સંકળાયેલી અમુક ખોટી આદતો, દિવસભર એક જ જગ્યાએ બેસી રહેવુ, વ્યાયામ ના કરવો આ તમામ વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર પાડે છે અને તેની સૌથી વધારે અસર આપણા પેટ અને પાચનક્રિયા પર પણ જોવા મળે છે.

image source

જો વહેલી સવારે પેટની યોગ્ય રીતે સાફ-સફાઈ ના થાય તો આખો દિવસ પેટદર્દ, પેટ ફૂલાવવુ અને ગેસ જેવી સમસ્યાઓ આપણને થાય છે પરંતુ, જો પેટની યોગ્ય રીતે સાફ-સફાઈ ના થતી હોય તો તેના કારણે કબજિયાતની સમસ્યા થઇ શકે છે. કબજિયાતની આ સમસ્યા થવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે.

image source

સમગ્ર વિશ્વના અંદાજે ૧૬-૨૦ ટકા લોકો કબજિયાતની સમસ્યાથી પીડાય છે અને એક સંશોધનમા આ સમસ્યા થવા પાછળના અનેકવિધ કારણો વિશે પણ માહિતી મેળવી. નિયમિત દૂધ-ચીઝ, મીટ વગેરેનું વધારે પડતુ સેવન કરવુ, ડિહાઈડ્રેશન ની સમસ્યા, યોગ્ય વ્યાયામ ના કરવો, ડેઈલી રૂટીનમા ફેરફાર થવો વગેરે જેવા કારણો જવાબદાર સાબિત થઇ શકે છે.

image source

આ સિવાય કબજિયાતની સમસ્યાના કારણે તમને અમુક બીમારી પણ થઇ શકે છે. જેમકે, પાઈલ્સની સમસ્યા, મોટા આંતરડામા સોજાની સમસ્યા, ગેસ્ટ્રિકની સમસ્યા, પેટમા અલ્સરની સમસ્યા, આઈ.બી.એસ. ની સમસ્યા વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઉપાયો :

વધુ પડતુ પાણીનુ કરો સેવન :

image source

ડિહાઇડ્રેશનની સમસ્યાના કારણે પણ તમને ઘણીવાર કબજિયાતની સમસ્યા થયા રાખે છે તેથી, યોગ્ય પ્રમાણમા પાણીનુ સેવન કરો. જો તમે ઇચ્છો તો સાદા પાણીની જગ્યાએ લીંબુપાણી અથવા તો કોકોનટ વોટર જેવા તરલ પદાર્થોને પણ ડાયટમા સમાવિષ્ટ કરી શકો છે. નિયમિત ૨-૩ લીટર પાણીનુ સેવન કરો.

ફાયબરયુક્ત વસ્તુઓ :

image source

શક્ય હોય તો વધુ પડતુ ફાઈબર ધરાવતી ચીજવસ્તુઓનુ સેવન કરો. પાચનતંત્ર મજબુત બને છે, તેથી તમારા ડાયટમા અનાજ, ફળો અને શાકભાજી, ઓટ્સ, જવ, નટ્સ વગેરેનો સમાવેશ કરો.

કિસમિસ :

image source

આ વસ્તુનુ નિયમિત સેવન કરવાથી પણ તમને કબજિયાતની સમસ્યા સામે રાહત અપાવી શકે છે. જો તમે રાત્રે ૮-૧૦ કીસમીસને પાણીમા પલાળી અને વહેલી સવારે તેનુ સેવન કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

જીરુ અને અજમા :

image source

આ બંને મસાલાઓ કબજિયાતની સમસ્યા દુર કરવામા ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે.જો તમે આ બંને મસાલાઓને ધીમા તાપે શેકો અને ત્યારબાદ તેને ક્રશ કરી અને તેમા કાળુ નમક મિક્સ કરો. ત્રણેય વસ્તુઓ એકસમાન માત્રામા હોવી જોઇએ. નિયમિત અડધો ચમચો આ ચૂરણનુ હુંફાળા પાણી સાથે સેવન કરો અને કબજિયાતની સમસ્યામાંથી તુરંત રાહત મેળવો.

કોફી :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા કેફીન સમાવિષ્ટ હોય છે, જે તમારા આંતરડાને ઉત્તેજિત કરે છે અને તમારા આંતરડાને ગતિશીલ બનાવે છે. આ વસ્તુમા અમુક પ્રમાણમા દ્રાવ્ય ફાઇબર સમાવિષ્ટ હોય છે, જે કબજિયાતને અટકાવવામા સહાયરૂપ સાબિત થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત