ઘરમાં તુલસીનો છોડ રાખો છો તો ગાંઠ બાંધી લો આ જરૂરી વાતો, નહીં તો થઈ શકે છે નુકસાન

તુલસીનો છોડ દરેક હિંદુ ઘરમાં તમને જોવા મળે છે. હિંદુ ધર્મમાં તુલસીને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તુલસીના ધાર્મિક મહત્વની સાથે ઔષધિય મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. આ છોડ જે ઘરમાં હોય છે ત્યાં સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. હિંદુ ધર્મમાં તેનો મહત્વ વિશેષ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ પૂજન તેના વિના સંપૂર્ણ માનવામાં આવતું નથી.

શું છે તુલસીદળનો ખાસ મહિમા

image source

પુરાણોમાં તુલસીદળનો વિશેષ મહિમા કહેવામાં આવ્યો છે. તુલસીદળ ક્યારેય વાસી થતું નથી. ન તો તુલસી કોઈ ચીજથી અપવિત્ર થાય છે. આયુર્વેદની અનેક ઔષધિઓમાં તુલસીદળનો પ્રયોગ કરવામાં આવે છે. વાસ્તુમા પણ તેનો મહિમા જણાવવામાં આવ્યો છે. તુલસીનો છોડ યોગ્ય સ્થાને રાખો છો તો આવકમાં વધારો થનારું માનવામાં આવે છે. આ માટે હંમેશા તુલસીને ઘરના ઉત્તર કે પૂર્વ દિશામાં સ્થાપિત કરો તે જરૂરી છે. તે ઘરમાં સમૃદ્ધિ લાવનારુ સાબિત થાય છે.

image source

તુલસીને ધ્યાનમાં રાખીને આ વાતો ધ્યાનમાં રાખી લેવી જરૂરી છે.

ભગવાન ગણેશને ક્યારેય તુલસી ચઢાવવી નહીં.

તુલસીના છોડ અને પાનને સ્નાન કર્યા વિના અડવુ નહી અને તેને તોડવા પણ નહીં.

તુલસીના પાન હંમેશા આંગળીના ટેરવાથી તોડવા જોઈએ. ક્યારેય નખની મદદથી તુલસીના પાનને તોડવા નહીં.

તુલસીનો છોડ સૂકાઈ ગયો હોય તો તેને ફેંકવો નહીં પણ તેને ખાસ કરીને કોઈ નદી કે વહેતા પાણીમાં પ્રવાહિત કરે તે જરૂરી છે. આ સિવાય તમે તેને જમીનમાં પણ દાટી શકો છો.

image source

રવિવારના દિવસે તુલસીના પાનને ભૂલથી પણ તોડવા નહીં.

અગિયારસના દિવસે પણ તુલસીના પાન તોડવાનું વર્જિત માનવામાં આવી રહ્યું છે.

સૂર્ય સંક્રાંતિ, સૂર્ય ગ્રહણ, ચંદ્રગ્રહણના દિવસોએ પણ તુલસીના પાન તોડવા નહીં.

image source

આ સિવાય સાંજના સમયે તુલસી ક્યારે દીવો કરવાથી લાભ થાય છે.

સાંજના સમય પહેલા જ જો જરૂરી હોય તો તુલસીના પાન તોડી લેવા. સંધ્યા સમયે આ પાન તોડવાનું વર્જિત માનવામાં આવે છે.

તુલસીજીને જળ અર્પિત કરવાના છે ખાસ નિયમ

image source

તુલસીના છોડને ક્યારેય રવિવારે અને એકાદશી એટલે કે અગિયારસના દિવસે પાણી ચઢાવવું નહીં. માન્યતા છે કે આ બંને દિવસોએ તુલસીજી ભગવાન વિષ્ણુને માટે વ્રત રાખે છે. એવામાં જળ ચઢાવવાથી તેમનું વ્રત તૂટી જાય છે અને તુલસીનો છોડ મુરઝાઈ જાય છે.