ઘરમાં રહે છે આર્થિક તંગી, તો ઘરમાં જરૂરથી રાખો આ વસ્તુઓ, બધી જ સમસ્યાઓ ચપટીમાં થઇ જશે દૂર

મિત્રો, આમ જોવા જઈએ તો વાસ્તુશાસ્ત્રનું મહત્વ ખુબ જ રહેલું છે. કોઈ પણ વ્યક્તિ પોતાનું ઘર બનાવતા હોય તો તે પહેલા વાસ્તુની જાણકારી મુજબ જો ઘરને તૈયાર કરવામાં આવે તો આપણે જીવનમાં ખુબ જ ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ શાસ્ત્ર ખુબ જ વિશાળ અને ઊંડું છે સાથે સાથે તેમાં દરેક સમસ્યાનું સમાધાન આપેલું છે. ઘણા બધા ઉપાયોના પ્રયોગ પણ બતાવવામાં આવેલ છે.

image source

ઘરમાં રહેલી ઘણી બધી સમસ્યાઓના ઉકેલ પણ થઈ શકે છે. જેમાની અમુક સમસ્યાની વાત કરીએ તો પૈસાની તંગી, માનસિક પરેશાનીઓનો સમાવેશ થાય છે. આવી સમસ્યામાંથી મુક્તિ મેળવવી હોય તો તમારે અમુક નિયમો અને ઉપાયોનો પ્રયોગ કરવો જરૂરી છે.

આ શાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુઓ પોતે જ અશુભ ગણવામાં આવે છે અને કેટલીક વસ્તુઓ પોતાની જાતમાં શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે. આ શાસ્ત્ર મુજબ અમે તમને આજે કેટલીક વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છીએ કે જેને તમે ઘરમાં રાખીને, પાકીટમાં રાખીને અથવા આ વસ્તુને તમારી સાથે રાખશો તો તમને તેનો ચમત્કારિક લાભ મળવાનું શરૂ થઈ શકે છે.

image source

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો આપણે કોઈક ચીજમાં બદલાવ લાવવો હોય તો સૌપ્રથમ તેની આસપાસના વિસ્તારમાં પણ બદલાવની જરૂરિયાત છે. દૈવી શક્તિઓ સાથે જોડાયેલ કેટલીક પવિત્ર વસ્તુઓ છે જે ઘર અને ખિસ્સામાં રાખવાથી તમે સકારાત્મક રહી શકો છો.

घर में आर्थिक तंगी का है बसेरा तो जरूर रखें यह चीजें घरों में, सारी समस्याएं हो जाएंगी दूर
image source

એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ પવિત્ર વસ્તુઓથી ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો તાંત્રિક પ્રયોગ અથવા ખોટા ટોટકા કરવા જોઈએ નહિ. આ હવે આપણે વાત કરીએ આવી અમુક પવિત્ર વસ્તુઓની કે જેને તમે તમારા ઘર અથવા પાકીટમાં રાખશો તો મળશે ખુબ જ ચમત્કારિક લાભો અને તે સુધારી દેશે તમારું બગડી ગયેલું ભાગ્ય.

image source

આ પવિત્ર વસ્તુઓ માંથી પહેલી છે મોર પીંછ કે જે વ્યક્તિની જીંદગીમાં સકારાત્મક વિચારોનો સંચાર કરે છે. બીજી પવિત્ર વસ્તુ છે ધાતુનો કાચબો કે જેને ખુબ જ શુભ ગણવામાં આવે છે. આ કાચબો તમારા બધા પ્રકારના કામ પુરા કરશે. ત્રીજી પવિત્ર વસ્તુ છે આત્મરત્ન કે જે કોઈ પણના ભાગ્યનો ઉદય કરી શકે છે. આ એક પથ્થર છે પણ બહુ કામનો પથ્થર છે.

image source

ચોથી પવિત્ર વસ્તુ છે શુભ જોડીઓ જેવા કે મોર, ગાય, હંસ, બતક, હરણ અને પાંચમી પવિત્ર વસ્તુ છે અંડાકાર દેખાતો સફેદ પથ્થર કે જેને તમે તમારા ઘરમાં રાખીને આર્થિક સ્થિતિ સુધારી શકો છો. છઠી પવિત્ર વસ્તુ છે સ્ફટિકનું શિવલિંગ કે જેનો શિવની પૂજામાં ઉપયોગથી વ્યક્તિની ઈચ્છાઓ પૂરી થાય છે.

image source

સાતમી પવિત્ર વસ્તુ છે પિરામિડ કે જેની મદદથી સુખ અને શાંતિ મળે છે અને આઠમી પવિત્ર વસ્તુ છે પોપટનું ચિત્ર જેનાથી તમારા બાળકોને તેના ભણતરમાં રૂચી આવશે. ત્યારબાદ નવમી પવિત્ર વસ્તુ છે લાજાવર્ત રત્ન કે જે સમુદ્ર મંથન વખતે ૧૪ રત્ન હતા તેમાંથી એક ગણવામાં આવે છે જેને ધારણ કરવાથી બુદ્ધિમાં વધારો થાય છે. હવે આ દસમુ પવિત્ર વસ્તુ કે જે છે અષ્ટગંધ જેનો ઉપયોગ પૂજાવિધિ અને બીજા ઘણા કર્યોમાં થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ