Site icon News Gujarat

ઘરમાં દેવી-દેવતાઓની આવી મૂર્તિની પૂજા થાય તો આવી પડે ભયંકર સંકટ, જાણો તમે પણ નહિં તો…

ભારતમાં દેવી દેવતાઓની મૂર્તિઓને ઘરના મંદિરોમાં રાખવાની પરંપરા ઘણા સમયથી છે. શાસ્ત્રો અનુસાર, તે આપણા ઘરોમાં ભગવાનની વિશેષ કૃપા રાખે છે. આને કારણે, પરિવારમાં ક્યારેય કોઈ મુશ્કેલી થતી નથી. તેથી જ આપણે બધાં ભગવાનની મૂર્તિઓને આપણા ઘરોમાં રાખીયે છીએ અને રોજે રોજ તેમની પૂજા કરીએ છીએ. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ અથવા કુટુંબ હશે કે જેના ઘરમાં મંદિર અને ભગવાનની મૂર્તિ ન હોય.

image source

લગભગ બધા ના ઘરમાં દેવી દેવતાઓની મૂર્તિ અથવા ફોટા સ્થાપિત કરવામાં આવે જ છે. પરંતુ ભગવાનના કેટલાક સ્વરૂપ શુભતા પ્રદાન નથી કરતા. વાસ્તુની માન્યતા અનુસાર દેવી દેવતાઓની કેટલીક પ્રતિમાઓના દર્શન કરવાથી જીવનમાં ભયંકર સંકટ આવી પડે છે. તો ચાલો આપણે જાણીએ કે કેવી મૂર્તિની પૂજા કરવાથી આપણા જીવનમાં સંકટ આવે છે.

image source

જયારે પણ તમે દેવી દેવતાઓના દર્શન કરો તે વખતે ક્યારેય તેમની પીઠના દર્શન ન કરવા. તેનાથી અશુભતાનો સંચાર થાય છે, ખાસ કરીને ગણેશજીની પીઠના દર્શન ન કરવા જોઈએ. કારણ કે તેમની પીઠમાં દરિદ્રતાનો વાસ હોય છે. એક જ દેવી કે દેવતાના બે સ્વરૂપને મંદિરમાં સ્થાન ન આપવું જોઈએ. તેનાથી ગૃહ ક્લેશ વધી જાય છે. દેવી દેવતાઓની ખંડિત મૂર્તિને ઘરમાં ન રાખવું. તેને નદીમાં પ્રવાહીત કરી દેવું જોઈએ.

તેમની પૂજા કરવાથી પણ નકારાત્મકતા ફેલાય છે. મંદિરમાં ભગવાનના શાંત, સૌમ્ય સ્વરૂપને જ સ્થાન આપવું જોઈએ. તેનાથી સકારાત્મક શક્તિનો સંચાર ઘરમાં થાય છે. ભગવાનની યુદ્ધ કરતી મુદ્રા કે વિનાશકારી સ્વરૂપને પણ ઘરમાં સ્થાન ન આપવું. ઉપરાંત ઘરમાં શનિ, રાહુ કે કેતુની પ્રતિમાને પણ સ્થાન ન આપવું. મંદિરમાં ભગવાનની પ્રતિમાને એકબીજાની સામે સ્થાપિત ન કરવી જોઈએ.

image source

શાસ્ત્રો પ્રમાણે ઘરમા ક્યારેય પણ શનિદેવ નું પૂજન ન કરવુ જોઈએ. હંમેશા શનિદેવના મંદિરે જઈને તેમની પૂજા કરવી. તેથી તમારા પૂજા ઘરમા શનિદેવ ની પ્રતિમા ને ના રાખો. જો તમારી કુંડળીમા શનિ દોષ હોય અથવા તો ભારે હોય છે, તો મંદિરે જઈને તેમનુ પૂજન કરવું જોઈએ. એક વાતનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ કે તેમની પૂજા કરતા સમયે શનિદેવ ની આંખો સામે ન જોવુ જોઈએ કારણ કે તેમની નજર વક્રી છે, અને તેમની પૂજા એક ગ્રહ ની જેમ જ કરવામા આવે છે.

image source

મહાબલી હનુમાનજીના ક્રોધિત સ્વરૂપ વાળી પ્રતિમા અથવા તો તસ્વીર ક્યારેય પણ પૂજા ઘરમા ન રાખવી જોઈએ. મહાબલી ની એવી જ પ્રતિમાઓ અથવા તસ્વીરો ઘર ના મંદિર મા રાખવી જોઈએ જેમા તેઓ શાંત હોય. નટરાજ જી ની મૂર્તિ પણ કદી ઘર માં ન રાખવી જોઈએ. તે શિવ નું રોદ્ર રૂપ જ છે, તોપણ કદી આ મૂર્તિ ને ઘરમાં ન રાખવી જોઈએ. તેને રાખવાથી ઘરમાં હમેશાં અશાંતિ રહે છે.

Exit mobile version