વાસ્તુવિજ્ઞાન મુજબ જો ઘરનો પ્રમુખદ્વાર હોય આ દિશામા તો ગણાય છે શુભ…

મિત્રો,વાસ્તુવિજ્ઞાન પ્રમાણે ઘરના દરેક ખુણાની ઘરમા રહેતા લોકો પર નકારાત્મક તથા સકારાત્મક અસર પડે છે અને આ કારણોસર જ જ્યારે પણ ઘરનુ નિર્માણ કરવામા આવે ત્યારે વાસ્તુશાસ્ત્રનુ અવશ્યપણે અનુસરણ કરવુ જોઇએ અને આ વસ્તુ મુજબ ઘરના ક્યા ભાગમા શુ બનાવવુ? તેના વિશે પણ માહિતી મેળવવી જોઈએ. જ્યારે તમે ઘરનુ બાંધકામ શરુ કરો છો ત્યારે ઘરનો પ્રમુખદ્વાર બાંધતી વખતે પણ વાસ્તુના અમુક વિશેષ નીતિ-નિયમો અંગેની સાવચેતી રાખવી જોઈએ.

image source

હમેંશા ઘરનો પ્રમુખદ્વાર બનાવતી સમયે તમારે અમુક બાબતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ કારણકે, જો તમે ઘરના નિર્માણકાર્ય દરમિયાન ઘરનો પ્રમુખ્દ્વાર બનાવાતી સમયે કોઈપણ ભૂલ કરો છો તો ઘરમા દોષ રહી જાય છે અને તે દોષના સારા અને ખરાબ પરિણામો ભોગવવા માટે આપણે તૈયાર રહેવુ પડે છે. તો ચાલો જાણીએ વાસ્તુ મુજબ ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર કઈ દિશામા બનાવવો ગણાય છે શુભ?

image source

જો તમારા ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર પૂર્વ દિશા તરફ હોય તો પછી ચોક્કસપણે મકાનના ઇશાન ખૂણાને ખાલી છોડી દો. આમ, કરવાથી ઘરનુ કોઈપણ સદસ્ય ક્યારેય પણ ગંભીર બીમારીનો શિકાર નહિ બને અને ઘરના બધા જ લોકોનુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

image source

જ્યા સુધી શક્ય હોય ત્યા સુધી ઘરના આગળના ભાગને નીચો રાખવો. જો તમે આગળના ભાગને નીચો રાખો તો તમારા ઘરમા ક્યારેય પણ કોઈપણ સ્થિતિમા આર્થિક નાણાભીડની સમસ્યા સર્જાતી નથી અને તમારુ ઘર હમેંશા આર્થિક રીતે સધ્ધર રહે છે, આ વાતની સાવચેતી અવશ્યપણે રાખવી.

image source

જો તમે તમારુ મકાન કોઈને ભાડે રહેવા માટે આપવા ઈચ્છતા હોવ તો હમેંશા ઘરનો ગ્રાઉન્ડ ફ્લોર જ ભાડે આપવો જેથી, તમારા ઘરમા હમેંશા માટે સુખ-શાંતિ બની રહે છે. આ સિવાય ઘરના અગ્નિ ખુણામા ક્યારેય પણ બીજો કોઈ દરવાજો ના મુકવો. જો, આમ કરવામા આવે તો તમારા ઘરમા ચોરી અને લૂન્ત્ફાટ નો ભય રહે છે.

image source

આ સિવાય જો ઘરની પૂર્વ દિશા તરફ હેન્ડપંપ અથવા ટ્યુબવેલ મુકવામા આવે તો તે તમારા માટે અત્યંત શુભ ગણાય છે. તદુપરાંત જો તમારા ઘરના વરંડાને પૂર્વ દિશા તરફથી થોડો ઘટાડવામા આવે તો તમારા ઘરના બધા જ સદસ્યોનુ સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે અને માન-સન્માનમા પણ વૃદ્ધિ થશે.

આ ઉપરાંત ઘરના ઉતર-પૂર્વ ખૂણાને ક્યારેય પણ પ્રદૂષિત ન કરો, આ ખુણામા ક્યારેય પણ ગંદકી ના હોવી જોઈએ. આ ખૂણાને હમેંશા સ્વચ્છ રાખવો. જો તમે આ ખુણાની યોગ્ય રીતે સાફ-સફાઈ ના કરો અને અહી ગંદકી એકત્રિત થઇ જાય તો તમારે આવનાર સમયમા ધનહાનીનો સામનો કરવો પડી શકે છે તથા બાળકોનુ સ્વાસ્થ્ય પણ કથળી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ