માનવતા શર્મશાર: રાજકોટમાં 6 મહિના સુધી પરિવારે એક રૂમમાં ગોંધી રાખેલી CA યુવતીનું કરુણ મોત

રાજકોટમાં સમગ્ર માનવ જાતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જ્યાં એક 25 વર્ષિય યુવતીને 6 મહિના સુધી એક રૂમમાં ગોંધી રાખવામાં આવી હતી જેને એક સેવા ભાવી સંસ્થાએ છોડાવી હોસ્પટિલમાં દાખલ કરી હતી પરંતુ નશીબ જોગે ડોક્ટરો તેને બચાવી શક્યા નહોતા અને તેમનુ મોત નિપજ્યુ છે.

હું ફરિયાદી બનવા તૈયાર છું

image source

આ ઘટના અંગે તમને વિગતે જણાવ્યો તો રાજકોટના સાથી સેવા ગ્રુપનાં જલ્પાબેન પટેલ અને તેમની ટીમે રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલા એક મકાનમાં છેલ્લા 6 મહિનાથી ગોંધી રાખેલી યુવતીને છોડાવી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી, જ્યાં તેનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ યુવતીની આ હાલત પાછળ તેમના માતા-પિતા અને પરિવાર જવાબદાર હોય તેમ માનવામાં આવે છે. નોંધનિય છે કે ગઈ કાલે સાથી સેવા ગૃપના જલ્પા પટેલે કીધું હતું કે પોલીસ ગુનો દાખલ કરે, હું ફરિયાદી બનવા તૈયાર છું.

મોઢામાંથી ફીણ નિકળી ગયા હતા.

image source

નોંધનિય છે કે યુવતીને છેલ્લા 6 મહિનાથી ઘરમાં પૂરી રાખવામાં આવી હતી, તેના રૂમમાંથી યુરિન ભરેલા ટબ પણ મળી આવ્યા હતા. જ્યારે જલ્પાબેન આ યુવતીના રૂમમાં પ્રવેશ્યા ત્યારે તેની હાલત અત્યંત ખરાબ હતી. મોઢામાંથી ફીણ નિકળી ગયા હતા. નોંધનિય છે કે 25 વર્ષીય અલ્પા C.A.નો અભ્યાસ કરતી હતી, પરંતુ છ મહિનાથી તેને એક રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી. છેલ્લા આઠ દિવસથી કઈ પણ ખાધું ન હોવાથી તે કોમામાં સરી પડે હતી અને તેના મોઢામાં ફીણ આવી ગયા હતા. આટલી ખરાબ હાલત છતા પરિવાર તેને હોસ્પિટલે કેમ ન લઈ ગયો તે પણ સંકા ઉપજાવે છે. આ વાતની જાણ જ્યારે સાથી સેવા ગ્રુપના અલ્પાનને થઈ ત્યારે તેમણે યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં આજે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

રૂમમાંથી યુરિન ભરેલા ટબ મળી આવ્યા

image source

આ ઘટના અંગે અનેક શંકા કુશંકા ઉદભવે તેમ છે. યુવતીના રૂમમાંથી મળી આવેલ યુરિનના ટબ અંદ્ધશ્રદ્ધા તરફ ઈશારો કરે છે તો બીજી તરફ લોકોના મતે તેમને પાણી પણ આપવામાં આવતું નહોતુ. અને તેને યુરિન પીવડાવતા હોવાની વાત પણ સામે આવી છે. આ ઘટનામાં યુવતીની માતા સામે શંકાની સોય રહેલી છે. આ અંગે જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે યુવતીની માતાની ભૂમિકા શંકાસ્પદ છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ કેસમાં ફરિયાદી બનવા તૈયાર છું. જરૂર પડશે તો તેનાં માતા-પિતા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરશે. નોંધનિય છે કે છ મહિનાથી રૂમમાં બંધ આ યુવતીને તેમનો પરિવાર જમવાનું પણ ભાગ્યે જ આપતો હોવાનું નજીકના લોકો જણાવી રહ્યા છે.

યુવતીનો પરિવાર તેને અંદર આવવા દેતો નહોતો

image source

તમને જણાલી દઈએ કે આ ઘટના ત્યારે સામે આવી જ્યારે પાડોશીઓએ સાથી સેવા ગૃપને જાણ કરી. આ અંગે મળતી માહિતી પ્રમાણે પાડાશીઓને યુવતીના ઘરમાંથી દુર્ગંધ આવતા તેમણે સાથી સેવા ગ્રુપનાં જલ્પાબેન પટેલનો સંપર્ક કરીને આ ઘટના જણાવી હતી, જેથી તાત્કાલિક જલ્પાબેન અને તેની ટીમ પોલીસ સાથે તેના ઘરે પહોંચી હતી, જો કે યુવતીનો પરિવાર તેને અંદર આવવા દેતો નહોતો.જેના કારણે જલ્પાબેન અને યુવતીના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં અંદર આવવા દીધા હતા. જો કે રૂમનો દરવાજો ખોલતા જ જે દ્રશ્ય સામે આવ્યું તેને જોઈને સૌ કોઈ ચોકી ગયા હતા. રૂમમાં પહોંચતાં જ સાથી સેવા ગ્રુપને મોઢામાંથી ફીણ નીકળી ગયેલી હાલતમાં યુવતી જોવા મળી હતી તેમજ તેની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ જોવા મળ્યાં હતાં. યુવતીની આટલી ખરાબ હાલત જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પરિવારે યુવતીને શા માટે રુમમા પુરી રાખી હતી તે યક્ષ પ્રશ્ન છે. તમને જણાવી દઈએ કે આ યુવતીની સારવાર માટે તેનો પરિવાર લોકો પાસેથી પૈસા ઉઘરાવતો હોવાની પણ વાત સામે આવી છે. કઈ પણ ખાવા પીવા ન મળતા અલ્પા છેલ્લા ત્રણ દિવસથી કોમામાં સરી પડી હતી. અને આજે તેમણે આ દુનિયા કાયમી માટે છોડી દીધી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત