ઘર બેઠા જ કરી શકાય છે ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ, કરો આ સરળ સ્ટેપ્સને ફોલો તમે પણ

ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયા બાદ તેને રીન્યુ કરાવવા માટે 30 દિવસનો સમય આપવામાં આવે છે અને કોઈ કારણોસર જો આ સમય મર્યાદામાં લાયસન્સ રીન્યુ ન કરાવવામાં આવે તો દંડ ભરવો પડે છે.

image source

કોરોના વાયરસની મહામરીને પગલે સરકારે ગત શુક્રવારે ડ્રાઇવિંગ લાયસન્સ (DL), રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને પરમીટ જેવા મોટર વાહન સંબંધિત દસ્તાવેજોની માન્યતા 30 જુન 2021 સુધી વધારી દીધી છે. આ સમય મર્યાદા પહેલા 31 માર્ચ સુધીની હતી.

image source

વૈશ્વિક રીતે ફેલાયેલી અને આખા વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર કોરોના મહામારીને કારણે આપણી આસપાસ પણ હાલત અને પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ રહી છે ત્યારે આવી પરિસ્થિતિમાં અનેક કામો સરળ રીતે પુરા કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ જ રિત્ર જો તમારા ડ્રાઇવિંગ લાયસન્સની વેલીડીટી પુરી થઈ ગઈ છે અને તમે તેને રીન્યુ કરાવવા ઈચ્છો છો અને તમારી પાસે સ્થાનિક RTO ઓફિસે જવાનો સમય નથી તો તમારે પરેશાન થવાની જરૂર નથી. તમે ઘરબેઠા જ ઓનલાઈન ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ કરાવી શકો છો.

image source

ઓનલાઇન પ્રક્રિયાને કારણે તમે ભીડભાડ વાળી જગ્યાએ જવાથી બચી જશો અને સાથે જ તમારો સમય પણ બચશે. આ પ્રક્રિયા માટે સૌપ્રથમ તમારે તેનું ફોર્મ ડાઉનલોડ કરી તેને ભરવાનું રહેશે અને ત્યારબાદ તેને સ્કેન કરી અપલોડ કરવાનું રહેશે. એ સિવાય જો તમારી ઉંમર 40 વર્ષ કરતા વધુ હોય તો તમારે કોઈ ડોકટર પાસે ભરાવેલ 1A ફોર્મ પણ અપલોડ કરવું પડશે. ઓરીજીનલ એક્સપાયર થયેલ ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઈઝ ફોટો અને આધાર કાર્ડનો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે.

image source

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન રીન્યુ કરવા માટેની રીત

* ઓનલાઇન ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ માટે સૌપ્રથમ ભારત સરકારની સડક પરિવહન મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ

https://parivahan.gov.in/parivahan/ પર જવું.

* અહીં તમને એક બાજુ “એપ્લાય ઓનલાઇન” નું ઓપશન જોવા મળશે તેને ક્લિક કરવું.

* હવે “સર્વિસીસ ઓન ડ્રાઇવિંગ લાયસન્સ” માં ક્લિક કરે અને ત્યારબાદ જણાવવામાં આવેલ સ્ટેપ ફોલો કરવા.

* ત્યારબાદ તમારે ફોર્મ ડાઉનલોડ કરી તેને ભરી ડોક્યુમેન્ટ સાથે અપલોડ કરવાનું રહેશે.

* ફોર્મ અને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ ઓનલાઇન પ્રોસેસ પુરી થઈ જશે.

image source

આ પ્રક્રિયા પુરી કર્યા બાદ થોડા દિવસોમાં તમારું નવું ડ્રાઇવિંગ લાયસન્સ તમારા જણાવેલ સરનામે પોસ્ટ દ્વારા આવી જશે. નોંધનીય છે કે ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થાય બાદ તેને રીવ્યુ કરાવવા માટે 30 દિવસનો સમય મળે છે. જો તમે આ સમય મર્યાદા બાદ લાયસન્સ રીન્યુ કરાવો તો તમારે દંડ ભરવાનો રહે છે જે ડ્રાઇવિંગ લાયસન્સ કયા પ્રકારનું છે તેના પર આધાર રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *