ઘરના મુખ્ય દરવાજાની બાજુ લગાવો નેમ પ્લેટ, જાણો આ પાછળ શું છે રહસ્ય

વાસ્તુ શાસ્ત્રમાં ઘરને બનાવવામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહી, વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં રાખવામાં આવતી વસ્તુઓને કઈ દિશામાં રાખવામાં આવવી જોઈએ તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ઘરમાં કઈ દિશામાં મંદિર હોવું જોઈએ, તેમજ ઘરના વડીલનો આરામ કરવાનો રૂમ કઈ દિશામાં હોવો જોઈએ, બાળકોનો રૂમ કઈ દિશામાં બનાવવો જોઈએ જેવી ઘણી બધી જાણકારી આપવામાં આવી છે. આ લેખમાં અમે આપને જણાવીશું કે, ઘરની બહાર લગાવવામાં આવતી નેમ પ્લેટ કેવી હોવી જોઈએ, નેમ પ્લેટ પર કેવું નામ લખાવવું જોઈએ, તેમજ આપનું ઘર કઈ દિશામાં છે તો આપે કેવા પ્રકારની નેમ પ્લેટ લગાવવી જોઈએ. એના વિષે તમામ જાણકારીઓ જણાવીશું. ચાલો જાણીએ કે, આપે આપના ઘરની બહાર કેવી નેમ પ્લેટ લગાવવી જોઈએ.

image source

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઘરની બહાર લાગેલ નેમ પ્લેટ પણ આપની બંધ કિસ્મતના દરવાજાઓને ખોલી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, ઘરની બહાર લાગેલ નેમ પ્લેટ આપના ઘરમાં પોઝેટીવીટી લાવે છે. એટલા માટે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આપે પોતાના ઘરની બહાર એક સારું એવું નામ પણ નેમ પ્લેટ પર લખાવવું જોઈએ.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જ લગાવો નેમ પ્લેટ:

image source

-નેમ પ્લેટ પર લખવામાં આવેલ નામ અર્થપૂર્ણ નામ આપના જીવનમાં સફળતા અને ગુડલક લાવવાનું કામ કરે છે. આ વાતનું ધ્યાન રાખો કે, નેમ પ્લેટ હંમેશા આપે પોતાના ઘરના મેઈન ગેટની જમણી તરફ જ લગાવવી જોઈએ.

-આપે પોતાના ઘરની બહાર લાગેલ નેમ પ્લેટ પર ક્યારેય પણ બે લાઈન્સ કરતા વધારે લાઈન્સમાં લખેલ હોવું જોઈએ નહી.

image source

-ઉત્તર દિશા તરફ બનાવવામાં આવેલ ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવતી નેમ પ્લેટને આપે ખાસ મેટલ માંથી બનેલ નેમ પ્લેટનો ઉપયોગ કરવો જોઈએ.

image source

-આપે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, આપ જે નેમ પ્લેટને પોતાના ઘરની બહાર લગાવી રહ્યા છો તે નેમ પ્લેટ
ક્યાંયથી પણ તૂટેલી હોવી જોઈએ નહી અને હલી ગયેલ પણ હોવી જોઈએ નહી. આપે આપના ઘરના મુખ્ય દરવાજાની પાસે મુખ્ય દરવાજાની ઉંચાઈને અડધા બરાબર હોય તેવી જગ્યા જરૂરથી લખેલ હોવું જોઈએ.

image source

-ઘરની બહાર લાગેલ નેમ પ્લેટમાં ઘરનું નામ જરૂરથી લખેલું હોવું જોઈએ. ઘરનું નામ એવું હોવું જોઈએ જેનો કોઈ પોઝેટીવ મિનીંગ હોય આમ કરવાથી આપના ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ