આ કારણોના લીધે વર્ક ફ્રોમ હોમ કરનારાને રહે છે મોતનો ખતરો, તમે પણ રહો એલર્ટ

દુનિયાભરમાં કોરોના વાયરસનો પ્રકોપ સામે આવ્યા બાદ વર્ક ફ્રોમ હોમનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. મોટા ભાગની કંપનીઓ છેલ્લા એક વર્ષથી પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરાવી રહી છે. તેનાથી કર્મચારીઓમાં કોરોના સંક્રમણથી બચવાની અને સાથે કંપનીઓનો પણ મોટો ફાયદો થાય છે.

image source

વર્ક ફ્રોમ હોમ કરનારા કર્મચારીઓ માટે હેલ્થને લઈને અનેક પ્રકારની મુશ્કેલીઓ રહે છે. તેઓને એક જગ્યાએ બેસીને કલાકો કામ કરવું પડે છે. તેઓ ઘરે રહીને કામ કરતા હોવાથી પરિવાર સાથે તેઓ સમય વીતાવી શકે છે. આ સાથે જ તેમને અનેક બીમારીઓ પણ ઘેરી વળે છે. સ્વાસ્થ્ય માટે આ સમસ્યા સૌથી મોટી બની જાય છે. જો તમે પણ વર્ક ફ્રોમ હોમ કરો છો તો તમારે સજાગ રહેવાની જરૂર છે. તમે કલાકો સુધી એક જગ્યાએ બેસીને કામ કરવા મજબૂર હોવ તો તમે થોડી વારે 10 મિનિટનો બ્રેક લો તે જરૂરી છે. એક શોધમાં કહેવાયું છે કે જે લોકો એક જ જગ્યાએ લાંબો સમય સુધી બેસી રહે છે તેમને અન્ય લોકોની તુલનામાં મોતનું શરૂઆતનું જોખમ વધે છે.

image source

વર્ક ફ્રોમ હોમ કરનારા લોકોએ પોતાની હેલ્થને સારી રાખવા માટે કામની સાથે નાની મોટી કસરત કરતા રહેવું જેથી આખા શરીરને વ્યાયામ મળે. નહીં તો ફક્ત બેસીને કલાકો સુધી કામ કરવું અને ખાતા પીતા રહેવાના કારણે તમને હાર્ટનું જોખમ પણ વધી શકે છે અને તમારા સ્નાયુઓ પણ અકડાઈ જાય છે.

image source

જો તમે દિવસમાં 8-13 કલાક સુધી બેસી રહેવાનું કામ કરો છો તો તમને મોતનું જોખમ 60-90 મિનિટ સુધી બેસનારાની સરખામણીએ લગભગ બમણું રહે છે. જે લોકો 30 મિનિટથી ઓછો સમય એક જ જગ્યાએ બેસે છે તેમનામાં મોતનું જોખમ સૌથી ઓછું જોવા મળે છે.

image source

શોધમાં સામે આવ્યું છે કે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસવું હેલ્થ માટે મુશ્કેલ છે. 45 વર્ષથી વધુ ઉમરના 7985 લોકો પર એક સર્વને કરાયો અને 7 દિવસ સુદી તેમની પર નજર રાખવામાં આવી તો જાણવા મળ્યું કે તેમને સ્થૂળતાની તકલીફ રહે છે અને સાથે સંધાનો દુઃખાવો પણ વધવા લાગ્યો છે.

image source

તો હવેથી તમે પણ વર્ક ફ્રોમ હોમ કરો છો તો તે સારી વાત છે પણ તમારે સાથે જ તમારી હેલ્થ માટે પણ સજાગ રહેવાની જરૂર છે. જો તમે આ કામ કરશો તો તમે તમારા મોતના જોખમને ઘટાડી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત