Site icon News Gujarat

ઘરમાં કોઈપણ વ્યક્તિને પંખા કે માળિયા સુધી પહોંચવા જરૂર નથી પડતી સ્ટુલની

ઘણીવાર આપણે એવા લોકોને જોઈએ છીએ જેમની હાઈટ સામાન્ય કરતાં વધારે હોય. જો કે વધારે ઊંચાઈ ધરાવતા એક કે બે વ્યક્તિ જ પરિવારમાં હોય છે. આ ઉપરાંત સામાન્ય રીતે તો આપણે વધુમાં વધુ 6 ફૂટની હાઈટના વ્યક્તિને જ જોયા હોય છે. પરંતુ જો કોઈ પરિવારના બધા જ વ્યક્તિ 6 ફૂટથી વધારેની હાઈટ ધરાવતા હોય તો ? સાંભળીને નવાઈ લાગશે પરંતુ ભારતમાં એક એવો પરિવાર છે જેમાં પરિવારના દરેક સભ્યની હાઈટ 6 ફૂટથી વધારે છે.

image source

બાળકની હાઈટ વધે તે માટે તેને સાયકલિંગ, દોરડા કુદવા જેવી કસરતો કરાવવામાં આવે છે જેથી તેની ઊંચાઈ બરાબર થાય. પરંતુ હાઈટ વધવી તે જીનેટીક બાબત છે. પરિવારના કોઈ સભ્યની હાઈટ વધારે હોય તો તે પરિવારના અન્ય સભ્યો પણ લાંબા જ હોય છે. ભારતમાં લોકોની સરેરાશ હાઈટ સાડા છ ફૂટ હોય છે. પરંતુ ભારતમાં એક એવો પરિવાર વસે છે જેના દરેક સભ્યની હાઈટ 6 ફૂટથી વધારે છે. આ પરિવાર વસે છે પુણેમાં. પુણેના આ પરિવારના નામે સૌથી વધુ લંબાઈ ધરાવતા લોકોનો રેકોર્ડ નોંધાયેલો છે.

image source

હવે આ પરિવારે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. કુલકર્ણી પરિવારમાં માત્ર માતા-પિતા જ નહીં તેમની બંને દીકરીઓ પણ 6 ફૂટથી વધુની હાઈટ ધરાવે છે. કુલકર્ણી પરિવારમાં ચાર સભ્યો છે. માતાપિતા અને તેમની બંને દીકરીઓની હાઈટને જોડવામાં આવે તો કુલ 26 ફૂટની લંબાઈ થઈ જશે. ઘરના મુખ્ય વ્યક્તિ શરદ કુલકર્ણીની હાઈટ 7 ફૂટ 1.5 ઈંચ છે. જ્યારે તેની પત્ની સંજોત કુલકર્ણીની લંબાઈ 6 ફૂટ 2.5 ઈંચ છે. આ કપલના નામે લિમ્કા બુક ઓફ વર્લ્ડ પણ નોંધાયેલો છે.

તેમની મોટી દીકરી મુરુગાની લંબાઈ પણ 6 ફૂટ એક ઈંચ છે. જ્યારે નાની દીકરીની હાઈટ 6 ફૂટ 4 ઈંચ છે. જેનેટિક લંબાઈના કારણે આ પરિવારને ભારતનો સૌથી લાંબો પરિવાર કહેવાય છે. શરદ કુલકર્ણી આટલી હાઈટ હોવા છતાં સ્કૂટી ચલાવે છે. આ પરિવારના સભ્યોની ઊંચાઈનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમને છત પર લગાવેલા પંખા સુધી પહોંચવા માટે સ્ટુલની પણ જરૂર પડતી નથી. આ પરિવાર જ્યારે બહાર નીકળે છે તો લોકો તેમની સાથે સેલ્ફી પડાવવા લાગે છે.

Exit mobile version