UIDAIએ આપ્યું એલર્ટ, ઘરે બેઠા જાણી લો 6 મહિનામાં આધાર કાર્ડ ક્યાં અને ક્યારે યૂઝ થયું છે

આજના સમયમાં આધાર કાર્ડને એક વેલિડ ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. લાંબા સમયથી તેના દુરઉપયોગને લઈને ચર્ચા ચાલી રહી છે. જેનાથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આજે અમે આપને એવી સરળ રીત જણાવીશું જેનાથી તમારી મુશ્કેલીઓ દૂર થશે. તમે ઘરે બેઠા સરળતાથી આ વાતની જાણકારી મેળવી શકો છો.

image source

યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAIએ તમને એક ખાસ સુવિધા આપી છે. તમે જ્યારે પણ UIDAIની ઓથેન્ટિક વેબસાઈટ વિઝિટ કરો છો ત્યારે તમને તમારા આધારની માહિતી માટે એક આધાર ઓથેન્ટિસિટી હિસ્ટ્રીનું ઓપ્શન જોવા મળી શકશે. તેની મદદથી તમે છેલ્લા 6 મહિનાની માહિતી સરળતાથી મેળવી શકો છો. અહીં ક્લિક કરતાની સાથે અને આધાર નંબર ભરતાની સાથે તમને છેલ્લા 6 મહિનામાં આધાર કાર્ડ ક્યાં અને ક્યારે યૂઝ કરાયું છે તેની વિગતો સ્ક્રીન પર દેખાડવામાં આવે છે. તો તમે ઘરે બેઠા આ કામ સરળતાથી કરી શકો છો.

image source

જાણો ઓનલાઈન કઈ રીતે સરળ પ્રોસેસથી તમે ફટાફટ આ કામ કરી શકો છો.

સૌ પહેલા તો તમારે uidai.gov.in પર જવાનું રહે છે.

અહીં તમારે માય આધાર ટેબ પર આધાર સર્વિસિસનું ઓપ્શન જોઈને તેની પર ક્લિક કરવાનું રહે છે.

આ પછી તમારી સામે નવી વિન્ડો આવશે જેમાં તમને આઘાર ઓથેન્ટિકેશનની હિસ્ટ્રીનો વિકલ્પ જોવા મળશે. તેની પર ક્લિક કરો.

ત્યારબાદ 12 ડિજિટનો UID નંબર એન્ટક કરો, અને નીચે આપેલો સિક્યોરિટી કોડ ફિલ કરો.

ત્યાર બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. જે તમારે એન્ટર કરવાનો રહેશે.

image source

ત્યાર બાદ એક પેજ ખુલશે, જેમાં ઓર્થેંટિકેશન ટાઈપમાં ડ્રોપ ડાઊનથી ‘all’ ઓપ્શન સિલેક્ટ કરો. જેમાં તમે છેલ્લા 6 મહિનાની તારીખ એન્ટર કરો.

નંબર ઓફ રેકોર્ડ પસંદ કર્યા બાદ પેજને સબમિટ કરો. ત્યાર બાદ તમારી સામે હિસ્ટ્રી આવી જશે.

અહીં તમે જાણી શકશો કે તમારું આધાર કાર્ડ કઈ તારીખે, કયા સમયે યૂઝ કરાયું છે.

જો તમને આ હિસ્ટ્રીમાં કોઈ ખામી નજર આવે તો તમે UIDAIથી 1947 પર કોલ કરી શકો છો.

શું છે આધાર કાર્ડ

image source

આધાર એક 12 અંકવાળી સંખ્યા છે જેને યુઆઈડીએઆઈ દ્વારા સંપૂર્ણ તપાસ પ્રક્રિયા કર્યા પછી ભારતીય નાગરિકને આપવામાં આવે છે. કોઈપણ ઉંમર અથવા લિંગની વ્યક્તિ જે ભારતની રહેવાસી છે, તે આધાર ક્રમાંક માટે જાતે નોંધ કરી શકે છે. નોંધણી કરાવવા ઈચ્છુક વ્યક્તિએ નોંધણી પ્રક્રિયા દરમિયાન ઓછામાં ઓછી જનસાંખ્યિક અને બાયોમેટ્રિક માહિતી પૂરી પાડવાની રહે છે, જે તદ્દન નિઃશુલ્ક હોય છે.