ઘરે બનાવી લો આંખોના સોજા અને ડાર્ક સર્કલ્સને દૂર કરતી ખાસ આઈક્રીમ, મળશે સુંદર પરિણામ

આંખ ચહેરાની સુંદરતાને વધારવાનું કામ કરે છે. તેનાથી ચહેરાની સુંદરતા વધારે નીખરીને સામે આવે છે. અનેક વાર ઊંઘ પૂરી ન થવાના કારણે અને થાક લાગવાના કારણે પણ નબળાઈ અુભવાય છે. આ કારણે આંખની નીચે ડાર્ક સર્કલ્સ જોવા મળે છે. આ સિવાય ક્યારેક આંખ પર સોજા પણ જોવા મળે છે. જો તમે તમારા ડેલી રૂટિનમાં કેટલાક ફેરફાર કરવાની સાથે અંડર આઈ પેકનો ઉપયોગ કરો છો તો તેનાથી આંખો સંબંધિત બીમારીઓ દૂર કરવામાં રાહત મળી શકે છે. આ સાથે તે તમને ફ્રેશ ફીલ કરાવે છે. તો જાણો આજે અહીં 2 પ્રકારના હોમમેડ આઈક્રીમ બનાવવાની અને તેનો ઉપયોગ કરવાની રીત પણ.

image source

પોટેટો આઈ ક્રીમ બનાવવાની અને લગાવવાની રીત

સામગ્રી

અલોવેરા જેલ – 2 મોટી ચમચી

બટાકાનો રસ – 1 મોટી ચમચી

વિટામીન ઈ કેપ્સ્યૂલ – 1 મોટી ચમચી

image source

બનાવવાની રીત અને સાથે જ જાણો ઉપયોગમાં લેવાની રીત પણ

આઈ ક્રીમ બનાવવા માટે સૌ પહેલા તો એક વાટકીમાં બધી ચીજોને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને એક એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી લો. રોજ સૂતા પહેલા ફેસને સારી રીતે વોશ કરો અને તેની પર આઈક્રીમને લગાવીને હળવા હાથે મસાજ કરો. તેને રાતભર આંખોની આસપાસ રહેવા દો. સવારે સાદા પાણીથી ચહેરાને વોશ કરી લો. આ જેલને ફ્રિઝમાં સ્ટોર કરીને રાખી શકો છો. આ સાથે તેને તમે 4 દિવસ સુધી યુઝ કરી શકો છો. તો તમે તે રીતે તમારી જરૂરિયાત અનુસાર તેને બનાવો અને યૂઝ કરો.

ગ્રીન ટી આઈ ક્રીમ બનાવવાની અને લગાવવાની રીત

સામગ્રી

શિયા બટર – 2 મોટા ચમચા

મીણ – પા ચમચી

બદામનું તેલ – 1 નાની ચમચી

ગ્રીન ટી બેગ – 1

બનાવવાની રીત અને સાથે જ જાણો ઉપયોગમાં લેવાની રીત પણ

image source

સૌ પહેલા તો એક ડબલ બોયલર તૈયાર કરો. તેની મદદથી ગ્રીન ટી સિવાયની બધી સામગ્રીને પીગળાવી લો. આ પછી જે મિશ્રણ બને તેમાં ગ્રીન ટી બેગને ફાડીને તેમાં ઉમેરો, હવે ગેસ ધીમો રાખો અને તેનો રંગ ચેન્જ થાય ત્યાં સુધી તેને ઉકાળતા રહો. હવે ગરણીની મદદથી તેને ગાળી લો અને એરટાઈટ કંટેનરમાં ભરીને ફ્રિઝમાં રાખી લો. આ ક્રીમ બની જાય પછી રાતે સૂતા પહેલા ચહેરાને સારી રીતે ધોઈને પહેલા અંડર આઈ પર હળવા હાથે ઘસો અને પછી તેને એમ જ રહેવા દો. બાકીની ક્રીમને તમે ફ્રિઝમાં સ્ટોર કરી લો. સવારે સાફ પાણીથી ફેસને વોશ કરી લો.

image source

આ બંને હોમમેડ આઈક્રીમ તમને ડાર્ક સર્કલ્સ અને સોજાને દૂર કરવામાં મદદ કરશે અને સાથે જ તમને તેનું પરિણામ પણ એક અઠવાડિયામાં જોવા મળી શકે છે.