લોકડાઉનમાં પત્ની સાથે ઝઘડો થયો તો પતિ નિકળી ગયો ઘરેથી, અને પછી કર્યું કંઇક એવું કે…પૂરી ઘટના વાંચીને તમે પણ પડી જશો વિચારમાં

ઇટાલીમાં એક વ્યક્તિ પોતાની પત્ની સાથે ઝઘડો થવાથી મગજને શાંત કરવા ઘરેથી નીકળી ગયો અને પગપાળા ચાલતા ચાલતા 450 કિલોમીટર દૂર પહોંચી ગયો.

image source

હાલ ઇટાલીમાં સોશ્યલ મીડિયા પર આ વ્યક્તિની સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે. કેટલાક લોકોએ તેને ” ફોરેસ્ટ ગંપ ” પણ ગણાવ્યો. ” ફોરેસ્ટ ગંપ ” અસલમાં 1994 ના વર્ષમાં રિલીઝ થયેલી એક ફિલ્મનો હીરો હતો જે અમેરિકામાં હજારો માઈલ સુધી દોડ્યો હતો.

image source

ઈટાલીના ઉપરોક્ત વ્યક્તિની અનોખી પગપાળા યાત્રા પર પોલીસે ફાનો નજીક એડ્રિયાટીક કિનારે રાત્રે 2 વાગ્યે પૂર્ણવિરામ મુકાવ્યું. તે અહીં એક.અઠવાડિયા સુધી ચાલીને પહોંચ્યો હતો. 48 વર્ષના આ વ્યક્તિની સ્થાનિક પોલીસે કરફ્યુના ભંગ કરવા બદલ પકડ્યો હતો અને 485 અમેરિકન ડોલરનો દંડ ફટકાર્યો હતો.

image source

આ ઘટના અંગે સૌપ્રથમ બોલોગ્ના સ્થિત એક અખબારે રિપોર્ટ પ્રકાશિત કરી હતી. બાદમાં તે ઇટાલીના મીડિયામાં વાયરલ થઈ હતી. સોશ્યલ મીડિયા પર અમુક યુઝર્સે આ વ્યક્તિને હીરો ગણાવ્યો તો અમુક યુઝર્સે તેના પર લગાવવામાં આવેલા દંડની ટીકા કરી.

image source

એક સોશ્યલ મીડિયા યુઝર્સે લખ્યું કે ” આ વ્યક્તિને અસલમાં ઇનામ મળવું જોઈએ નહીં કે દંડ, અને તેને નવા પગરખાં પણ આપવા જોઈતા હતા ” અન્ય એક યુઝર્સે આ વ્યક્તિની પ્રશંસા કરતા કહ્યું કે તે તેનો ગુસ્સો શાંત પાડવા માટે ઘરની બહાર નીકળી ગયો તે હિંસા કરવા કરતાં સારું કહેવાય.

ઉપરોક્ત શખ્સે પોલીસને જણાવ્યું કે “હું અહીં પગપાળા ચાલીને આવ્યો છું અને મેં કોઈ ગાડી પણ નથી લીધી, રસ્તામાં મને લોકો મળતા ગયા અને તેઓએ મને ખાવાનું અને પાણી આપ્યું ” દરરોજ અંદાજે 60 કિલોમીટર જેટલું ચાલ્યા બાદ તેણે કહ્યું કે તે સ્વસ્થ અને ઠીક જ છે બસ થોડો થાક લાગ્યો છે. પોલીસને આ વ્યક્તિ રાત્રીના બે વાગ્યાના સમયે કિનારા પરના હાઇવે પર ઠંડીથી ધ્રૂજતી હાલતમાં મળ્યો હતો.

image source

પોલીસે જ્યારે પોતાના ડેટાબેઝમાં તેની આઈડી ચેક કરી તો જાણવા મળ્યું કે તેની પત્નીએ તેના ગુમ થઈ જવા અંગે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે એ વ્યક્તિની પત્નીનો સંપર્ક સાધી તેને ફાનો બોલાવી હતી. જો કે ઇટાલીના મીડિયામાં એ વાતનો ખુલાસો નથી કરાયો કે મહિલાએ તેના પતિને 485 અમેરિકન ડોલરનો દંડ ફટકારાયો છે તે જાણીને શું પ્રતિક્રિયા આપી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત