જાણો ઘરે બેઠા કેવી રીતે જાણશો પીએફ અકાઉન્ટનું બેલેન્સ…

હવે ઘરે બેઠા જ જાણી લો તમારા પીએફ અકાઉન્ટનું બેલેન્સ – આંગળીના ટેરવે જાણી શકશો તમારા પીએફ અકાઉટનું બેલેન્સ

કોરના મહામારીના કારણે મોટી સંખ્યામાં લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે તેવામાં લોકો પોતાના પીએફ ફંડનો સહારો લઈ રહ્યા છે. જો તમે પીએફ ફંડથી પૈસા કાઢવાનું વિચારી રહ્યા છો તો જાણીલો કે તમે ચાર રીતે તમારા પીએફ અકાઉન્ટના બેલેન્સની જાણ મેળવી શકો છો. આજે અમે તમને આ ચાર રીતો વિષે જણાવીશું.

image source

પીએફનું બેલેન્સ એસએમએસ, મિસ્ડ કોલ ઉમંગ એપ અને વેબસાઇટ દ્વારા પણ તમે જાણી શકો છો. તો ચાલો જાણીએ આ ચાર રીતો વિષે.

મિસ્ડ કૉલ

મિસ્ડ કૉલ દ્વારા તમે ખૂબ જ સરળતાથી EPF Balance ચેક કરી શકો છો. તેના માટે તમારે તમારા મોબાઈ નંબરને UAN સાથે રજિસ્ટર્ડ કરાવવું જેઈશે. તેના માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલથી 011-22901406 પર મિસ્ડ કૉલ આપવો પડશે.

image source

મિસ્ડ કૉલ આપ્યા બાદ રજિસ્ટર્ડ નંબર પર EPF નો એક મેસેજ આવશે જેનાથી તમારું ઈપીએફ બેલેન્સ તમને મળી જશે.

મેસેજમાં તમને પીએફ નંબર, નામ, જન્મતિથિ, ઇપીએફ બેલેન્સ વિગેરેની સાથે સાથે છેલ્લે જમા થયેલી રકમ પણ તમને જોવા મળશે.

મેસેજનો વિકલ્પ

image source

મેસેજ દ્વારા પણ તમે ઇપીએફઓ બેલેન્સ જાણી શકો છો. તેના માટે તમારે અહીં પણ તમારો મોબાઈલ નંબર UAN સાથે રજિસ્ટર્ડ કરાવવો જરૂરી છે.

મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરાવી લીધા બાદ તમારે તમારા મોબાઈલ નંબરથી મેસેજમાં EPFOHO UAN ENG લખીને 7738299899 પર મેસેજ મોકલવાનો છે.

ENG એ પહેલાં ત્રણ અક્ષરો છે જે તે તમારી ભાષાની પસંદગી દર્શાવે છે. આ મેસેજની સગવડ તમને ઇંગ્લીશ, હિંદી, ગુજરાતી, મરાઠી, પંજાબી, તેલુગુ, કન્નડ, તમિલ મલયાલમ તેમજ બંગાળી ભાષામાં મળી શકે છે. તમારા માટે અનુકુળ હોય તે ભાષાની તમે પસંદગી કરી શકો છો.

ઉમંગ એપ દ્વારા

આ રીતે બેલેન્સ જાણવા માટે તમારે સૌ પ્રથમ તો ઉમંગ એપ ડાઉનલોડ કરવી પડશે ત્યાર બાદ તમારા મોબાઈલમાં તમારે તે એપ ખોલવાની છે અને તેમાં ઈપીએફઓનો જે વિકલ્પ છે તેના પર ટેપ કરવાનું છે. એટલે એક નવું પેજ તમારી સમક્ષ ખુલશે. ત્યાર બાદ આ નવા પેજ પર employee-centric services પર તમારે ક્લિક કરવાનું છે. અહીં વ્યૂ પાસબુકનો વિકલ્પ આવશે તેના પર તમારે ક્લિક કરવું. તેમાં તમારે તમારો યુએએન નંબર અને પાસવર્ડ (OTP) નાખવાનો છે.

image source

ઓટીપી તમારી પાસે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આવી જશે. ત્યાર બાદ તમે તમારું પીએફ બેલેન્સ ચેક કરી શકો છો.

વેબસાઇટ

વેબસાઇટ દ્વારા પણ તમે તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ જાણી શકો છો. તેના માટે તમારે epfindia.gov.in પર જવું. ત્યાં તમારે ઇ-પાસબુકનો વિકલ્પ આવશે તેના પર ક્લિક કરવું.

ઇ-પાસબુક પર ક્લિક કરવાથી તમારા સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જે હશે passbook.epfindia.gov.inનું અહીં તમને તમારું યુઝર નેમ એટલે કે તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા ભરવાનું કહેવામાં આવશે.

image source

બધી જે વિગતો ભર્યા બાદ તમારી સમક્ષ એક નવું પેજ ખુલશે અને અહીં તમારે તમારું મેંબર આઈડી પસંદ કરવાનું રહેશે. અહં ઇ-પાસબુક પર તમને તમારું ઇપીએફ બેલેન્સ જોવા મળશે.

તો આમ ચાર-ચાર રીતે તમે તમારા ઇપીએફ અકાઉન્ટનું બેલેન્સ ખુબ જ સરળ રીતે તમારી આંગળીના ટેરવે જ મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત