Site icon News Gujarat

હવે ઘરે બેઠા મંગાવો સામાન, માત્ર 2 કલાકમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે મળી જશે ડિલિવરી, જાણો આ માટે શું કરવું પડશે…

ફ્યુચર ગ્રુપની રિટેલ ચેન બિગ બઝાર બે કલાકની હોમ ડિલિવરી સેવા શરૂ કરવા માટે તૈયાર છે. કંપનીએ આપેલી માહિતી અનુસાર, જો હવે તમે બિગ બજારની મોબાઇલ એપ અથવા પોર્ટલ દ્વારા ઓનલાઈન ઓર્ડર આપો છો તો નજીકના સ્ટોરમાંથી માલ બે કલાકમાં પહોંચાડવામાં આવશે.

આ શહેરોના લોકોને સુવિધા મળશે

image source

હાલમાં બિગ બજારે બે કલાકમાં ડિલિવરી યોજના દિલ્હી-એનસીઆર, મુંબઇ અને બેંગલુરુમાં શરૂ કરી છે. ખૂબ જ ટૂંક સમયમાં આ કંપની આ સેવાને અન્ય શહેરોમાં વિસ્તૃત કરશે. આ સેવા દ્વારા તમે આ રિટેલ ચેનમાંથી કપડાં, ખાદ્ય ચીજો, એફએમસીજી ઉત્પાદનો અને ઘરેલું વસ્તુઓનો ઓર્ડર આપી શકો છો.

એક લાખ ઓર્ડર આપવાની આશા

image source

ફ્યુચર ગ્રુપના પ્રેસિડેન્ટ કમલદીપસિંહે કહ્યું કે અમે આગામી બે-ત્રણ મહિના સુધી દરરોજ લગભગ એક લાખ ઓર્ડર આપવાની અપેક્ષા રાખીએ છીએ. આવતા પાંચ-છ મહિનામાં, આ સેવા બિગ બજારના દરેક સ્ટોર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ સેવા અંતર્ગત બિગ બજારમાંથી ઓછામાં ઓછા 500 રૂપિયાના માલ ખરીદવો પડશે.

આ નવી સર્વિસ અંતર્ગત બિગ બજાર રૂ.1000થી ઓછા ઓર્ડર માટે 49 રૂપિયાનો ડિલીવરી ચાર્જ લેવામાં આવશે, પરંતુ જો ઓર્ડરની કિંમત 1000 રૂપિયાથી વધુ હશે, તો પછી કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.

image source

બીજા તબક્કામાં બિગ બઝાર આગામી 45 દિવસમાં 21 શહેરોમાં બે કલાકની ડિલિવરી સેવા વિસ્તૃત કરશે. આ સેવા આવતા પાંચ-છ મહિનામાં બિગબજારના દરેક સ્ટોર્સ દ્વારા આપવામાં આવશે. બિગ બઝાર ફ્યુચર રિટેલનો મુખ્ય રિટેલ સ્ટોર છે. દેશના 150 શહેરોમાં બિગ બઝારના 280થી વધુ સ્ટોર્સ છે. સિંહના કહેવા મુજબ આ સર્વિસ ‘ગેમ ચેન્જર’ સાબિત થશે.

બિગ બજારની મેગા ડિસ્કાઉન્ટ યોજના

image source

ફ્યુચર ગ્રુપનું સુપર માર્કેટ હવે બજારમાં લગભગ એક વર્ષના વિરામ બાદ એક મેગા ડિસ્કાઉન્ટ ઇવેન્ટ સાથે આવી રહ્યું છે. બિગ બજારના આ મેગા ડિસ્કાઉન્ટ સેલમાં, આ વખતે 2500 રૂપિયાની ખરીદી પર 500 રૂપિયાની કિંમતનો કેટલોક માલ મફત આપવામાં આવશે. એન્ટરટેન્મેટની હાલની ચેનલ, પ્રિન્ટ-ડિજિટલ મીડિયામાં જાહેરાત આપીને આ અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યું છે.

દેશની અગ્રણી હાઈપરમાર્કેટ ચેઇન બિગબજાર આગામી ત્રણ ક્વાર્ટર્સમાં કેટલાક નવા સ્ટોર્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. આ વિસ્તરણ સાથે, બિગ બજાર સ્ટોર્સની સંખ્યા 300 થી વધુ થઈ જશે. તમને જણાવી દઈએ કે 150થી વધુ શહેરોમાં કંપનીના સ્ટોર છે. મળતી માહિતી મુજબ હવે બિગ બઝાર તેની વિસ્તરણ યોજનાના ભાગ રૂપે ટાયર -2 શહેરોમાં નવા સ્ટોર્સ ખોલશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version