Site icon News Gujarat

RT-PCR ટેસ્ટના ઘટાડ્યા ચાર્જ, જાણી લો હવે ખાનગી લેબમાં અને ઘરે બેઠા કેટલા ચુકવવાના રહેશે,

રાજ્યમાં જે રીતે કોરોના ની બીજી લહેર સુનામી બનીને ત્રાટકી છે તેના કારણે લોકો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. તેવામાં સામાન્ય અને ગરીબ લોકો માટે કોરોના નો ટેસ્ટ કરાવવાનો ખર્ચ અને સારવારનો ખર્ચ ચિંતાનો વિષય બન્યો હતો. પરંતુ આજે રાજ્ય સરકાર દ્વારા આ બંને બાબતોને લઇને મોટી રાહત લોકોને આપવામાં આવી છે.

image source

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે કોરોનાના દર્દીઓના ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે તેમાં ટેસ્ટીંગના દરોમાં નાગરિકોને ફાયદો થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ટેસ્ટીંગના ભાવમાં ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે

જે અંતર્ગત હોસ્પિટલમાંથી અથવા દર્દીના ઘરે જઇને જે સેમ્પલ લેવામાં આવે છે તેનો ચાર્જ અત્યારે રૂ. ૧૧૦૦ છે તેમાં રૂ. ૨૦૦ નો ઘટાડો કરી રૂ.૯૦૦ અને લેબોરેટરીમાં જે ટેસ્ટીંગ કરવામાં આવે છે તેનો ચાર્જ અત્યારે રૂ. ૮૦૦ છે તેમાં રૂ. ૧૦૦ નો ઘટાડો કરી રૂ. ૭૦૦ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ ઘટાડાના નિર્ણય તા.૨૦.૦૪.૨૦૨૧ થી રાજ્યની તમામ ખાનગી લેબોરેટરીઓએ અમલ કરવાનો રહેશે.

image source

રાજ્યભરમાં કોરોના સંદર્ભે ગુજરાત રાજ્યની સરકારી લેબોરેટરી દ્વારા RT-PCR તથા એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યાં છે તેની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, તા.૧૮.૦૪.૨૦૨૧ ના રોજ RT-PCR ના ૭૩,૭૧૧, એન્ટીજનના ૯૨,૦૦૦ ટેસ્ટ મળી કુલ-૧,૬૫,૭૧૧ જ્યારે અત્યાર સુધીમાં RT-PCR ના ૪૦,૯૯,૫૭૮ અને એન્ટીજનના ટેસ્ટ ૧,૧૯,૧૬,૯૨૭ મળી કુલ – ૧,૬૦,૧૬,૫૦૫ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

image source

નાયબ મુખ્યમંત્રીએ કોરોનાના દર્દીઓને ઓક્સીજનની સવલતો સત્વરે મળી રહે તે માટે મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર હસ્તકની ૧૧ હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓની સારવાર માટે PSA મેડીકલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ સ્થાપિત કરવાનો પણ નિર્ણય કર્યો છે જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ૨૦૦૦ એલ.પી.એમ. તથા સોલા જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ અને વડોદરાની ગોત્રી જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ ખાતે ૧૨૦૦ એલ.પી.એમ.

તેમજ પાટણની ધારપુર જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, જુનાગઢની જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, બોટાદ, લુણાવાડા, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર અને વેરાવળ ખાતે ૭૦૦ એલ.પી.એમ. ની ક્ષમતા ધરાવતાં મેડીકલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ પ્રસ્થાપિત કરવાનું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે કોરોનાના દર્દીઓને ઓક્સીજનની સુવિધા મળતાં મહામુલી જીંદગી બચાવી શકાશે.

image source

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી ૩૦મી જૂન-૨૦૨૧ સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા.૩૧.૦૩.૨૦૨૧ ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે જેની રાજયના સર્વે નાગરિકોને નોધ લેવા વિનંતી છે.

image source

રાજ્ય સરકારના આ બંને નિયમથી સામાન્ય અને ગરીબ લોકોને માટે મોટી રાહત મળશે. એક તો ટેસ્ટ નો ચાર્જ તેમને ઓછો ચૂકવવો પડશે અને બીજું તેઓ માં કાર્ડ દ્વારા સારવારનો ખર્ચ ચૂકવી શકશે. આ સુવિધાના કારણે સામાન્ય લોકો પણ ખાનગી હોસ્પિટલમાં કોરોના ની સારવાર ચિંતામુક્ત થઈ કરાવી શકશે અને પોતાના સ્વજનનો જીવ બચાવી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version