અમદાવાદમાં 15 વર્ષની સગીરાને નરાધમે બનાવી હવસનો શિકાર, પૂરી ઘટના વાંચીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

સુરક્ષિત ગણાતા રાજ્યમાં હવે દુષ્કર્મના કેસો વધી રહ્યા છે. જેમા નાની બાળકીઓને પણ હવસનો શિકાર બનાવવામાં આવી રહી છે. આવી એક ઘટના સામે આવી છે સ્માર્ટ સીટી અમદાવાદમાં. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક 15 વર્ષીય કિશોરીને નરાધમે હવસનો શિકાર બનાવી છે.

image source

પ્રાપ્ત માહિતી અનુસાર આ સગીરા અને તેની બહેન જ્યારે એકલી ઘરમાં હતી ત્યારે નરાધમે નાની બહેનને બજારમાં ભાગ લેવા મોકલી કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તો બીજી તરફ આ યુવકે કોઈને આ વાતની જાણ ન કરવા માટે ધમકી પણ આપી હતી. જો કે માતાપિતા ઘરે આવતા કિશોરીએ તેની સાથે બનેલી ઘટનાની આપવીતી કહી હતી આ શાંભળતા જ માતાપિતાના પગતળેથી જમીન સરકી ગઈ હતી અને તેમને તુરંત જ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી.

જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

image source

આ પીડિત કિશોરીના પરિવારની વાત કરીએ તો તેમના માતા પિતા અમરાઇવાડી વિસ્તારમાં રહેશે અને શાકભાજી વેંચવાનો ધંધો કરે છે. તેમના કુટંમ્બમાં 15 અને 5 વર્ષની બે નાની બહેનો અને એક ભાઈ છે. આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહેતો અને અમરાઇવાડી ન્યુ કોટન મિલ ખાતે કામ કરતો નીરજ વર્મા નામનો યુવક તેમના ઘરે બટાકા અને ડુંગળી લેવા આવતો હતો. આ ઘટના જ્યારે બની ત્યારે કિશોરીના માતાપિતા સવાર સવારમાં દીકરાને લઈ બટાકા ડુંગળી લેવા ગયા હતા અને ઘરમાં આ બંને બહેનો એકલી જ હતી. ઘરમાં બન્ને બહેનોને એકલી જોઈ આરોપી નિરજની દાનત બગડી હતી અને તેમણે નાની બહેનને 10 રૂપિયા પી પડીકું લેવા બહાર મોકલી દીધી હતી. બાદમાં કિશોરીને તેણે હવસનો શિકાર બનાવી હતી. દુષ્કર્મ આચર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે તેમના માતાપિતાની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

માનેલા ભાઈએ યુવતી પર આચર્યું દુષ્કર્મ

image source

જો કે માનેલા ભાઈએ તમામ મર્યાદા ઓળંગી યુવતીનો સ્નાન કરતો વીડિયો બનાવ્યો હતો અને તેને બ્લેક મેઈલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવક યુવતી સામે વાંરવાર લગ્ન કરવાની માંગણી કરતો હતો. આખરે યુવક આ ત્રાસથી કંટાળી પીડિતાએ ફિનાઈલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ થતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત