Site icon News Gujarat

અત્યારના સમયમાં તમારી ત્વચા અને વાળની સંભાળ રાખવામાં સમર્થ નથી, તો ઘરે રહીને આ રીતે તમારી સુંદરતા વધારો

કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આ કારણોસર લોકો ગભરાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, લોકો તેમની ત્વચાની યોગ્ય સંભાળ માટે પાર્લરમાં જઇ શકતા નથી. પોતાને સુંદર રાખવા માટે તમે તમારી સુંદરતાનો નિત્યક્રમ ન છોડો, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ વાયરસના જોખમને લીધે, તમે ઘરની બહાર નીકળી શકતા નથી. આવી સ્થિતિમાં, તમારે ઘરે રહીને આ સમસ્યાનું સમાધાન શોધવું પડશે.

image source

જો પાર્લરમાં જઇ શકતા ન હોવાને કારણે પણ તમારી ત્વચા, વાળ અને નખની સંભાળ રાખવામાં અસમર્થ છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમને ફેશિયલ, વેક્સ, મેનિક્યોર-પેડિક્યોર અને હેર સ્પાના ઘરેલુ ટ્રીટમેન્ટ વિશે જણાવીશું. જી હા, તમે તમારા ઘરે રહીને જ પાર્લરની દરેક ટ્રીટમેન્ટ સરળતાથી મેળવી શકો છો, એ પણ કોઈ ડર વગર. તો ચાલો આ ટ્રીટમેન્ટ વિશે વિગતવાર જાણીએ.

ફેશિયલ

image source

ઘરે ફેશિયલ કરવું એટલું મુશ્કેલ નથી, જેટલું તમને લાગે છે. સૌ પ્રથમ, તમારા ચહેરાને તમારા દૈનિક ફેસવોશથી સાફ કરો. હવે તમારા ચહેરાને ઘરે બનાવેલા સ્ક્રબથી સ્ક્રબ કરો. તમે અડધી ચમચી નાળિયેર તેલ અને અડધી ચમચી કોફી એક સાથે મિક્સ કરીને ઘરેલુ સ્ક્રબ બનાવી શકો છો. હવે ચહેરાને હળવા હાથે સ્ક્રબ કર્યા પછી તેને હળવા પાણીથી ધોઈ લો. બીજું સ્ટેપ, જે છિદ્રોને સાફ કરવા માટે જરૂરી છે. આ માટે પાણી ગરમ કરો અને માથા પર ટુવાલ મૂકીને આ પાણીથી ચેહરા પર સ્ટીમ લો. અંતે, તમારે ફેસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.

image source

ફેસ માસ્ક તૈયાર કરવા માટે, 1 ચમચી ઓટમીલ લો અને તેમાં એક ચમચી મધ અને અડધા કેળાની પેસ્ટ ઉમેરો. આ માસ્ક તમારા ચહેરા પર લગાવો અને તેને 15-20 મિનિટ માટે રહેવા દો. હવે તમારો ચેહરો ધોઈ લો અને તમારા તમારા ચેહરા પર સામાન્ય મોઇશ્ચરાઇઝરને લગાવો.

હેર સ્પા

image source

તમે સરળતાથી ઘરે જાતે હેર સ્પા કરી શકો છો અને મોટી રકમ ખર્ચ કર્યા વગર જ સમાન દેખાવ મેળવી શકો છો. આ માટે સૌથી પેહલા ગરમ તેલ સાથે તમારા માથા પરની ચામડીની મસાજ કરો. ધીમે ધીમે 5-10 મિનિટ સુધી માલિશ કરો. આ પછી ટુવાલને ગરમ પાણીમાં પલાળો લો અને વધારાનું પાણી કાઢો. હવે આ ટુવાલને તમારા માથા પર 15 મિનિટ સુધી લપેટો. આ તેલમાં પોષણ આપવામાં મદદ કરશે. હવે તમારા વાળ તમારા સામાન્ય શેમ્પૂથી ધોઈ લો અને સારું કન્ડિશનર લગાવો.

image source

હવે હેર માસ્ક માટે, એક ઇંડાને મધ, દહીં, લીંબુ અને નાળિયેર તેલમાં મિક્સ કરો. ત્યારબાદ આ હેર માસ્ક લગાવો અને તમારા માથાને પહેલાંની જેમ ગરમ ટુવાલથી ઢાંકી દો. આ ટુવાલ તમારા માથા પર 15-20 મિનિટ માટે રહેવા દો. હવે તમારા વાળ ધોઈ લો અને તરત જ ફરક જુઓ.

મેનિક્યોર અને પેડિક્યોર

image source

મેનિક્યોર કરવા માટે ફક્ત એક નાની ડોલને ગરમ પાણીથી ભરો. હવે તેમાં થોડું મીઠું, લીંબુ અને તમારા બોડી વોશ અથવા શેમ્પૂનાં થોડા ટીપાં ઉમેરી દો. હવે તમારા હાથને 10-15 મિનિટ માટે પલાળી રાખો. નેઇલ કટરનો ઉપયોગ કરીને તમારા નખને ક્લિપ કરો અને તમારું સામાન્ય મોસ્ચ્યુરાઇઝ લગાવો. હવે તમે તમારા નખમાં મનપસંદ રંગ લગાવો.

image source

પેડિક્યોર કરવા માટે પણ આ જ કરી શકાય છે. એક નાની ડોલમાં ગરમ પાણી લો અને તેમાં થોડું મીઠું, લીંબુ અને તમારા બોડી વોશ અથવા શેમ્પૂનાં થોડા ટીપાં ઉમેરીને તમારા પગ પલાળો. હવે તમારા નખને ક્લિપ કરો અને તમારા પગના નખ પર તમારા મનપસંદ રંગ લગાવો.

વેક્સિંગ

image source

વેક્સિંગના ઘણા વિકલ્પો છે જે વેક્સિંગ જેટલા સારા છે. શરીરને વાળથી છૂટકારો મેળવવા માટે તમે રેઝર અથવા હેર રિમૂવર ક્રીમનો ઉપયોગ કરી શકો છો. હેર રિમૂવર ક્રીમનો ઉપયોગ આ જ રીતે કરી શકાય છે અને તે તમારા માટે સારો વિકલ્પ છે. તમે હોમ વેક્સિંગ કીટ પણ ખરીદી શકો છો જે વેક્સિંગ સ્ટ્રીપ્સ અને વેક્સ બિડ્સના રૂપમાં આવે છે, જેના ઉપયોગથી તમારા વાળ સરળતાથી દૂર થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version