25 મેથી શરુ થશે ઘરેલુ ફ્લાઈટ્સ, જાણો હવાઈ મુસાફરી કરવાના નવા નિયમો

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈંડિયાએ 25 મેથી ઘરેલુ ફ્લાઈટ્સ ફરીથી શરુ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

image source

આ સાથે જ ફ્લાઈટ્સ ફરીથી શરુ કરવા માટે એરપોર્ટ્સ પર એસઓપી પણ જાહેર કરી દેવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈંડિયા દ્વારા યાત્રીઓ માટે નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી દીધી છે.

એરપોર્ટ ઓથોરિટી અનુસાર યાત્રીઓ માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે. જો કે 14 વર્ષથી ઓછી વયના બાળકો માટે આ એપ રાખવી ફરજિયાત નથી. એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે યાત્રીઓ માટે એરપોર્ટ ટર્મિનલમાં પ્રવેશ કરતા પહેલા થર્મલ ચેકએપ પણ ફરજિયાત છે. આ ચેકઅપ પોઈંટ ક્રોસ કર્યા પછી જ યાત્રી એરપોર્ટમાં પ્રવેશ કરી શકશે. માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું પાલન પણ એરપોર્ટમાં કરવાનું ફરજિયાત છે.

એસઓપીમાં વધુમાં કહેવાયું છે કે એરપોર્ટ સંચાલકોએ ટર્મિનલમાં યાત્રી પ્રવેશ કરે તે પહેલા તેના સામાનને પણ સંક્રમણ મુક્ત કરવાની વ્યવસ્થા કરવી પડશે. આ સિવાય કોરોના સંક્રમણના જોખમના કારણે લોકોએ એરપોર્ટ પર અન્ય નિયમોનું પણ પાલન કરવું પડશે. જેમાં હવે મુસાફરોએ બે કલાક નહીં પણ ચાર કલાક અગાઉ એરપોર્ટ પર પહોંચવું પડશે. આ સાથે જ મુસાફરને પોતાની સાથે એક જ લગેજ રાખવાની છૂટ હશે. એક કરતા વધારે લગેજ હશે તો મુસાફરીની છૂટ રહેશે નહીં.

image source

એરપોર્ટના સ્ટાફ અને મુસાફરો વચ્ચે સામાજિક અંતર જળવાય તે માટે મુસાફરોને ફક્ત વેબ-ચેકીંગ દ્વારા જ એન્ટ્રી મળશે. એટલે કે ઇન્ટરનેટ દ્વારા મુસાફરોએ બોર્ડિંગ પાસની પ્રિન્ટ આઉટ લઇને એરપોર્ટ પહોંચવું પડશે. ફ્લાઈટમાં પણ મુસાફરોએ ચશ્મા અને માસ્ક ફરજિયાતપણે પહેરવા પડશે.

મહત્વપૂર્ણ છે કે ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ બુધવારે જ સત્તાવાર ઘોષણા કરી હતી કે 25 મેથી ભારતમાં ઘરેલુ ફ્લાઈટ ક્રમિક રીતે શરુ થશે. જો કે હાલ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ જ છે. આ જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી હતી.

લોકડાઉન જાહેર થયા બાદ ભારત સહિત અનેક દેશોમાં વ્યાવસાયિક તેમજ પેસેન્જર ફ્લાઈટ્સને નિલંબિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન એરઈન્ડિયાની કેટલીક ફ્લાઈટ્સ વંદે ભારત મિશન અંતર્ગત કાર્યરત છે અને જે વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવી રહી છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત