આ ઘરેલુ ઉપાયોથી એસિડિટીની સમસ્યામાંથી મેળવો છૂટકારો, વાંચો વધુમાં આ આર્યુવેદ ડોક્ટર શું કહે છે

એસીડીટી ENO on a Acidity Gone…. સાચે…?

શું તમે જાણો છો ? આખી દુનિયામાં 75000 કરોડ રૂપિયાની એસીડીટી ની દવા દર વર્ષે ખવાય છે. પણ શુ તે દવાથી એસિડિટી ની બીમારી ઠીક થાય છે ?

image source

દોસ્તો એસિડિટી ના અનેકવિધ કારણો છે જેમાં દહીં લીંબુ ટામેટા જેવા ખાટા રસના પદાર્થોનું સેવન, લીલા મરચા, મસાલેદાર, અધિક મીઠું હોય એવી ચટપટી વાનગીઓ, દિવસે સુવું ,રાત્રે જાગરણ.. અને હા સવારે ઉઠીને તરત પાણી પીવાથી પણ એસિડિટી થાય છે.

આયુર્વેદમાં આ વ્યાધિ ને અમ્લપિત્ત કહે છે. જેમાં આમાશયમાં રહેલા પિત્તદોષ અને કફ દોષને કારણે આ બીમારી થાય છે.

એસીડીટી માં મુખ્ય લક્ષણ છાતી થી લઈને પેટમાં બળતરા થાય છે, અંદર આગ લાગી હોય એવુ લાગે છે.

image source

આ અમ્લપિત્ત ના દર્દીઓ માટે નું અમૃત એટલે આમળા જ્યારે તાજા આમળા મળતા હોય ત્યારે જ એક આમળો બાફીને તેના પર મીઠું ભભરાવીને ખાવાથી એસિડિટી તકલીફ ઓછી થાય છે. બાકી ની ઋતુ માં આમળાનો મુરબ્બો અથવા તો સાકરની ચાસણીમાં સુકવેલા આંમળા પ્રયોગમાં લાવી શકાય છે. પણ આમળાથી બનતો ચ્યવનપ્રાશ થી એસીડીટી થાય છે, કારણ કે એમાં બાકીની ઔષધિઓ ગરમ અને તીક્ષ્ણ પ્રકારની હોય છે એટલે જેમને એસીડીટી હોય તેમણે ચ્યવનપ્રાશ નુ સેવન ન કરવું.

image source

આયુર્વેદમાં અમ્લપિત્ત નો રામબાણ ઈલાજ છે એટલે પંચકર્મમાં વમન કર્મ. વમન કર્મ એટલે અભ્યંતર સ્નેહન અને બાહ્ય સ્નેહન સ્વેદન જેવા પૂર્વકર્મ સાત દિવસ સુધી કર્યા પછી ઔષધિઓના પ્રયોગ દ્વારા ઉલટી ના માધ્યમથી શરીરના દોષો(Toxins)ને બહાર કાઢવા. આયુર્વેદમાં વમન કર્મ ઘરે કરવાની પ્રક્રિયા નથી, ફક્ત મીઠાનું પાણી પીને ઉલટી કરવાની ક્રિયા નથી. વમન કરવામાં હંમેશા તજ્જ્ઞ વૈદ્યના માર્ગદર્શન અને હાજરીમાં જ કરવું. યોગ્ય દર્દીમાં યોગ્ય સમયે અને યોગ્ય ઔષધી કરાવેલું વમન અમ્લપિત્ત જેવી અનેકવિધ વ્યાધિમાં હુકમના એક્કા નું કામ કરે છે.

image source

જે ઍસિડિટી માં બળતરા વધારે થતી હોય તેમણે સવારે ઊઠીને એક ટુકડો ટોપરાપાક નું સેવન કરવું. તેની વિધિ આ રીતે છે તાજા નાળિયેરને પીસીને બે ચમચી ઘીમાં શેકી લેવું,ખડી સાકર મા દોઢ થી બે તારની ચાસણી થઈ જાય એટલે તેમાં નાળિયેર નાખી ને ઠંડુ કરવું ચપટી એલચી પાવડર ભભરાવો અને તેના ટુકડા કરવા.. એસિડિટીના રોગીને રાત્રે જલ્દી જમવું. ગળ્યા,તૂરા અને કડવા રસના પદાર્થોનું સેવન વધારે કરવું અને વધારે ઠંડું અને વાસી પદાર્થોનું સેવન ન કરવું .

image source

છાતીમાં થતી બળતરા નો ઉત્તર ફ્રીઝમાં ઠંડું દૂધ કે ENO નથી, એનાથી તાત્પુરતિ રાહત થાય છે, પણ પછી ફરી બળતરા શરૂ થાય છે. અમારી હોસ્પિટલમાં એવા અનેક અમ્લપિત્ત ના દર્દી છે કે જેઓ વર્ષોથી ગોળી ખાતા હતા પણ આયુર્વેદિક ચિકિત્સા, વમન કરીને પછી બધાં જ લક્ષણો જતા રહ્યા. અને વર્ષમાં એકવાર માર્ચ મહિનામાં સામેથી ફોન કરીને વમન કરાવી જાય છે અને આખું વર્ષ લક્ષણ મુક્ત, ઔષધ મુક્ત અને સ્વસ્થ જીવન જીવે છે.

વૈધ ચિંતન સાંગાણી

એમ.ડી આયુર્વેદ (મુંબઈ)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત