89% બાળકો કંટાળી રહ્યા છે ઓનલાઈન સ્ટડીથી, શું તમારા ઘરમાં ઓનલાઇન અભ્યાસથી બાળકો પર થઇ છે કોઇ અસર?

શાળાઓ ન ચાલું થવાથી તેમજ ઓનલાઈન અભ્યાસમાં સંતોષ ન મળવાથી 90 % વાલીઓને બાળકનું વર્ષ બગડ્યાની થઈ ચિંતા

હાલ કોરોનાની મહામારીએ આખાએ વિશ્વને પોતાની બાનમાં લીધું છે. અને ધંધારોજગાર તો દેશમાં તબક્કાવાર લોકડાઉન બાદ શરૂ કરવામાં આવી રહ્યા છે પણ હજુ સુધી દેશના લગભગ બધા જ રાજ્યોમાં શાળાઓ શરૂ કરવામાં નથી આવી. અને હાલ જે સંજોગો ચાલી રહ્યા છે તેને જોતાં કોઈ પણ વાલી પોતાના બાળકને શાળાએ મોકલવા તૈયાર નથી. કારણ કે હાલ ભારતમાં કોરોનાની મહામારી તેની ચરમસીમાએ પહોંચી ગઈ છે. તો બીજી બાજુ વિકલ્પ તરીકે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. અને તેની પણ વિપરીત અસર વિદ્યાર્થીઓ પર પડી રહી છે.

image source

તાજેતરમાં જ ગુજરાત આખામાં ઓનલાઈન અભ્યાસના કારણે થતી અસર બાબતે પેરેન્ટ્સનો ઓનલાઈન સર્વે કરવામા આવ્યો છે. આ સર્વેમાં 20,000 વાલીઓએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતના 2000 કરતાં પણ વધારે વાલીઓનો સમાવેશ થતો હતો.

ઓનલાઈન અભ્યાસની અસર બાળકો પર વિપરીત પડી રહી છે. બાળકોના વર્તનમાં પરિવર્તન આવ્યું છે, તેમના શિક્ષણ તેમજ સ્વાસ્થ્ય પર તેની અસર થઈ છે. આ અંગે વાલીઓ શું વિચારે છે તે બાબતે રાજ્યના જાણીતા સમાચાર પત્રએ એક સર્વે કર્યો હતો. આ સર્વેમાં જાણવા મળ્યું છે કે 89 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસીસથી કંટાળી ગયા છે. તેમજ બાળકોનો સ્ક્રીન ટાઇમ પહેલાંની સરખામણીએ ત્રણ ગણો વધી ગયો છે. તો બીજી બાજુ લગભગ 90 ટકા વાલીઓને એ ચિંતા સતાવી રહી છે કે તેમના બાળકના ભણતરનું એક આખું વર્ષ બગડી ગયું છે. અને બાળકના વ્યવહાર પર પણ તેની ખરાબ અસર થઈ છે.

બાળકોના સ્ક્રીન ટાઇમમાં થયો ધરખમ વધારો

કે.જીથી માંડી 12મા ધોરણના વિદ્યાર્થીઓએ હાલ ઓનલાઈન અભ્યાસ કરવો પડી રહ્યો છે. માટે તેમણે એકધારું ફોનના સ્ક્રીન સામે અથવા તો લેપટોપના સ્ક્રીન સામે બેઠા રહેવું પડે છે. નાના ધોરણના બાળકોએ ઓછા કલાકો બેસવું પડે છે પણ ત્યાર બાદનું જે હોમ વર્ક હોય છે તેને તેમણે મોબાઈલમાં મોકલવામાં આવતી તસ્વીરોમાંથી જોઈને કરવું પડતું હોય છે. તો વળી મોટા ધોરણ ત્રણથી 5 અને ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓના સ્ક્રીનીંગ ટાઈમમાં પણ 54 ટકાનો વધારો જોવા મળ્યો છે જ્યારે ધોરણ 6થી 9ના વિદ્યાર્થીઓમાં 55 ટકાનો વધારો થયો છે.

image source

વિદ્યાર્થીઓના વર્તનમાં આવ્યું પરિવર્તન

જ્યારે વાલીઓ દ્વારા બાળકોને મોબાઈલ મુકી દેવાનું કહેવામાં આવે છે ત્યારે બાળકો ગુસ્સે થઈ જાય છે તો વળી કેટલાક બાળકો સાવજ ગુમસુમ થઈ જાય છે. અને બાળકો ચિડિયા થઈ ગયા હોવાની ફરિયાદ પણ કેટલાક વાલીઓએ કરી હતી.

હવે બાળકો ઓનલાઈન અભ્યાસથી કંટાળી ગયા છે

image source

વાલીઓનું કહેવું છે કે શરૂઆતમાં બાળકો ઓનલાઈન અભ્યાસને એન્જોય કરતા હતા. પણ હવે તેમના ચહેરા પર કંટાળો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. અને બાળકો શાળાને પણ યાદ કરવા લાગ્યા છે. આ ઉપરાંત બાળકો-શિક્ષકો-વાલીઓ વચ્ચે કોમ્યુનિકેશન ગેપની પણ સમસ્યા રહે છે.

લાંબા સમય સુધી સ્ક્રીનના ઉપયોગની આડ અસર

બાળકો સતત લાંબા કલાકો માટે સ્ક્રીન આગળ રહેતા હોવાથી તેમની ઉંઘ પર પણ તેની અસર જોવા મળી છે આ ઉપરાંત બાળકો થોડા આળસુ પણ બન્યા હોવાની ફરિયાદ વાલીઓને રહે છે.

બાળકોના અભ્યાસ પર થઈ રહી છે માઠી અસર

image source

વાલીઓનું માનવું છે કે મોટા બાળકો તો ઓનલાઈન અભ્યાસ બાદ જાતે 2-3 કલાક અભ્યાસ કરી લે છે પણ નાના બાળકો ઓનલાઈન અભ્યાસ બાદ અભ્યાસ નથી કરતા. અને નાના બાળકોના ઓનલાઈન સ્ટડી વખતે વાલીઓએ પણ સતત તેમની સાથે હાજર રહેવું પડે છે. જે કેટલાક સંજોગોમાં વાલીઓ માટે શક્ય નથી હોતું.

વાલીઓનું કહેવું છે કે છેલ્લા 5 મહિનાથી શાળાઓ બંધ છે બાળકો ઓનલાઈન અભ્યાસ કરીને કંટાળી ગયા છે. અને એકધારા મોબાઈલના ઉપયોગના કારણે બાળકો આળસુ બની ગયા છે અને સાથેસાથે જિદ્દી પણ થઈ ગયા છે. તેઓ ચિડિયા પણ બન્યા છે. મોટા ભાગના બાળકો હવે શાળાને યાદ કરવા લાગ્યા છે અને શાળાએ જવાનું કહી રહ્યા છે. બીજી બાજુ વાલીઓને પણ બાળકોના અભ્યાસથી સંતોષ નથી મળી રહ્યો અને તેમને પોતાના બાળકના અભ્યાસનું એક આખું વર્ષ બગડ્યું હોવાની ચિંતા સતાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત