Site icon News Gujarat

વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન કલાસીસ બની રહ્યા છે આંખોના દુશમન, આ રીતે કરો સુરક્ષા…

ખરેખર તો લોકડાઉન એક ઈમરજન્સી વ્યવસ્થા છે, જે એપિડેમિક અથવા કોઈ આપત્તિના સમયમાં શહેરમાં સરકારી રીતે અમલમાં મૂકવામાં આવે છે. લોક ડાઉનની સ્થિતિમાં તે ક્ષેત્રના લોકોને ઘરમાંથી બહાર નીકળવાની અનુમતિ આપવામાં આવતી નથી. તેમને માત્ર દવા, અનાજ અને જરુરી ચીજવસ્તુઓ માટે જ બહાર આવવાની મંજૂરી મળે છે. કોવિડ 19 થી બચવા માટે સોશિયલ ડિસ્ટેંસિંગ જરૂરી છે જેથી લોકો ને ઘરે થી કામ કરવાનું કેહવા માં આવ્યું છે. ત્યારે બધા ને પરેશાની નો સામનો કરવો પડે છે.

image source

કોરોના રોગચાળા ને કારણે લોકો છેલ્લા બે વર્ષ થી ઘરે થી (વર્ક ફ્રોમ હોમ) અને ઓનલાઇન ક્લાસિસ ના કામમાં વ્યસ્ત છે. સતત કમ્પ્યુટર અને મોબાઇલ જોવા ને કારણે લોકો નો સ્ક્રીન ટાઇમ અનેક ગણો વધ્યો છે. જેના કારણે લોકોમાં ડિજિટલ આઇ સ્ટ્રેઇન નું જોખમ પણ વધી રહ્યું છે. હેલ્થલાઇન અનુસાર, સ્ક્રીન ને કારણે થતી આંખ ની સમસ્યાઓ ને ડિજિટલ આઇ સ્ટ્રેઇન કહેવામાં આવે છે. ડિજિટલ આઇ સ્ટ્રેઇન ને કારણે આંખમાં દુખાવો, લાલાશ, ધ્યાનનો અભાવ, ઝાંખો દેખાવ, ગરદનમાં દુખાવો વગેરે થાય છે. ચાલો જાણીએ કે આપણે ડિજિટલ આઇ ટ્રેનો થી પોતાને કેવી રીતે બચાવી શકીએ છીએ.

નિયમ 20-20-20 ને અનુસરો

જ્યારે પણ તમે લાંબા સમય સુધી સ્ક્રીન ની સામે બેસો ત્યારે 20-20-20 ના નિયમને અનુસરો. તેમાં તમે સ્ક્રીન પર વીસ મિનિટ કામ કર્યા બાદ વીસ ફૂટ દૂર જોઈ શકો છો અને પછી બાકી ની વીસ સેકન્ડ લઈ શકો છો. સાથે જ વચ્ચે આંખો ને ઝબકતા રહો.

યોગ્ય અંતર જરૂરી છે

સ્ક્રીન અને તમારી આંખો વચ્ચે નું યોગ્ય અંતર જાળવવું આવશ્યક છે. ઓછામાં ઓછું એક ફૂટ નું અંતર જરૂરી છે. સ્ક્રીન ની ઊંચાઈ આંખો કરતાં ઓછી હોય તો સારું.

image source

યોગ્ય પ્રકાશમાં કામ કરો

જો તમે ડાર્ક રૂમમાં કામ કરી રહ્યા છો, તો તીક્ષ્ણ સ્ક્રીન લાઇટ તમારી આંખો ને અસર કરી શકે છે. આ કિસ્સામાં, રૂમમાં પૂરતો પ્રકાશ રાખો. અભ્યાસ કે ઓફિસની ઓનલાઇન મીટિંગ વખતે મોબાઇલ કે કમ્પ્યુટરથી આંખોને એક યોગ્ય અંતર મળે તેની તકેદારી રાખો. શક્ય હોય તો મોબાઇલનું ટીવી સાથે જોડાણ કરી દો. મોટા સ્ક્રીનના ઉપયોગથી આંખોને ઓછા તણાવનો સામનો કરવો પડે છે.

Exit mobile version