કોરોના પોઝિટિવ છો અને ઘરમાં ક્વોરન્ટાઈન થયા છો? તો ખાસ આવો રાખો તમારો રૂમ, સાથે જાણો ખાવા-પીવાની બાબતમાં શું રાખશો ધ્યાન

કોરોના વાયરસ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે આ ચેપથી છૂટકારો મેળવવા માટે આપણા બધાની જવાબદારી છે, કે આપણે પોતે જ જાગૃત રહીએ, અને આ કોરોના વાયરસ સામે સમજદારી પૂર્વક લડી ને જીત મેળવીએ. ઘણા લોકો એવા છે કે જેઓ પોતાની તમામ હિંમત થી વાયરસ સામે લડી રહ્યા છે અને તેને માત પણ આપી રહ્યા છે.

image source

કોરોના જેવા રોગથી બચવા માટે થોડા થોડા સમયે સાબુ દ્વારા વીસ સેકેન્ડ સુધી હાથ સાફ કરતા રહેવું. કોઈ બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન જવું. ત્યારે આ કોરોનાના રોગ માંથી છૂટકારો મેળવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં લોકડાઉન ને અનુસરવું સૌથી મહત્વપૂર્ણ બની ગયું છે. આમાંના કેટલાક લોકો ઘરના હોમ કોરોન્ટાઈનમાં પણ રહે છે. પરંતુ આ દરમિયાન આપણે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડી શકે છે. તો ચાલો જાણીએ તેના વિશેની કેટલીક વિશેષ જાણકારી.

હોમ કોરોન્ટાઈન દરમિયાન આ બાબતોને ધ્યાનમાં રાખવી

image source

જો કોઈ ઘરના વ્યક્તિ હોમ કોરોન્ટાઈન હોય, તો ઘરના વૃદ્ધો અને બાળકો સાથે સંપર્ક ન થાય તેની ખાસ કાળજી રાખવી, કારણ કે તમારા પરિવારની સલામતી તમારા હાથમાં જ રહેલી છે. તેથી, તમારે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હોમ કોરોન્ટાઈન થયેલા વ્યક્તિનો રૂમ અલગ હોવો જોઈએ. તે જે જગ્યા પર સુવે તે પથારી અને જમવાની થાળી પણ જુદી રાખવી જોઈએ.

જો કોઈ વ્યક્તિ દર્દી અથવા દર્દીના રૂમના સંપર્કમાં આવે તો તેણે તેના હાથ સારી રીતે સાબુ દ્વારા ધોવા જોઈએ. જો તમે દર્દીના રૂમમાં જાઓ છો, તો તમારે ટ્રિપલ લેયર સાથે મેડિકલ માસ્ક પહેરવું ખુબ જરૂરી છે.

image source

જ્યારે પણ તમે દર્દીના વાસણ સાફ કરો છો, ત્યારે ગ્લોવ્ઝ પહેરીને તેના વાસણ સાફ કરવા. આ સમય દરમિયાન, સાબુ અથવા ડિટર્જન્ટથી વાસણને સારી રીતે સાફ કરો અને પછી ગ્લોવ્ઝ દૂર કરો અને સાબુથી તમારા હાથને સારી રીતે ધોઈ લો.

જે વ્યક્તિ દર્દીની કાળજી લેતી હોય તેણે તેના પોતાના સ્વાસ્થ્ય પર પણ નજર રાખવી જોઈએ. તેમણે દરરોજ તેમના શરીરનું તાપમાન ચકાસતું રહેવું જોઈએ. હવે સૌથી મહત્ત્વની બાબત એ છે, કે જે વ્યક્તિ ઘરના હોમ કોરોન્ટાઈનમાં છે, તેને ચોક્કસ એવો અહેસાસ કરાવવો કે તે ખૂબ જ જલદી સ્વસ્થ થઈ જશે.

image source

તેને નકારાત્મકતા થી દૂર રાખો અને ખાતરી કરો કે તમારા પરિવારની સલામતી ને ધ્યાનમાં રાખીને તેની સાવચેતી રાખવામાં આવી રહી છે, જેથી કરીને નકારાત્મકતા તેમના પર હાવી ન થાય. હોમ કોરોન્ટાઈન થયેલા લોકોને તેમના ઘરનું વાતાવરણ સકારત્મક રાખવું જોઈએ. ઘરમાં રહેલા વડીલો અને બાળકોને તે વ્યક્તિથી દુર રાખવા જોઈએ. કેમ કે તેનો ચેપ તે લોકોમાં ઝડપથી ફેલાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!