મોરનુ પીછું ઘરમાં રાખવાથી શું થાય છે લાભ, જલદી જાણો તમે પણ

ઘરમાં મોરનું પીછું રાખવાથી જીવનમાં આવશે સુખ-સંપત્તિ-સ્વસ્થતા, મોરના પીછાંના ઉપાયો તમારા ઘરને બનાવી દે છે ખુશહાલ અને સંપન્ન

કુદરત દ્વરા પૃથ્વી પર જે વસ્તુઓનું સર્જન કરવામાં આવ્યું છે તે વિવિધ રીતે માનવ જીવન માટે લાભપ્રદ હોય છે. અને માટે જ હીન્દુ ધર્મના દેવી દેવતાઓએ પણ અવારનવાર પૃથ્વી પરની આજ કુદરતી નિરાળી વસ્તુઓનો સહારો લીધો છે. તે પછી લક્ષ્મીજીનું આસન કમળ હોય કે પછી શ્રી કૃષ્ણનો શણગાર મોરનું પીછું હોય.

હા, આપણે બધા જ જાણીએ છે કે શ્રીકૃષ્ણને મોરનું પીછું ખુબ જ પ્રિય છે અને માટે જ તેમને કોઈ સોનાના મુગટની સરખામણીએ તેમના માથામાં સજાવવામાં આવેલું એક નાનકડું મોરનું પીછું વધારે પ્રિય છે.

 

image source

પણ શુ તમે એ જાણો છો કે શ્રીકૃષ્ણ કે જેમના માટે દુર્ભાગ્ય-સદભાગ્ય જેવું કંઈ જ નથી તેમના શણગારમાં ઉમેરો કરતું એક મોરનું પીછું તમારું ભાગ્ય ચમકાવી શકે છે ?

વાસ્તુશાસ્ત્રમાં પણ મોરના પીછાંના વિવિધ ઉપયોગ દર્શાવવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો મોરના પીછાંનો ઘરમાં ઉપયોગ કરવામાં આવે તો તમારી શારીરિક-આર્થિક ઘણી બધી તકલીફો દૂર થઈ શકે છે. તો ચાલો જાણીએ તેના ઉપાયો અને તેનાથી થતાં ફાયદાઓ વિષે.

ઘરનો મુખ્ય દરવાજો યોગ્ય દિશા પર ન હોય તો તેના માટે મોરનાપીછાનો આ ઉપાય અજમાવો

ઘરનો મુખ્ય દરવાજો યોગ્ય દિશામાં ન હોય તો ઘરમાં રહેનાર લોકોને આર્થિક શારીરિક અને માનસિક ઘણા બધા નુકશાન થઈ શકે છે.

image source

જો તમારા ઘરનો મુખ્ય દરવાજો યોગ્ય દીશા એટલે કે પુર્વ કે ઉત્તર કે પછી ઇશાન દીશામાં ન હોય તો તેનાથી ઘરમાં વાસ્તુ દોષ રહે છે અને તેનાથી ઘરમાં રહેતા લોકોને નુકસાન પહોંચે છે.

તેના માટે તમારે તમારા મુખ્ય દ્વાર ઉપર નાનકડી ગણેશજીની મુર્તિ બેસેલી સ્થિતિમાં સ્થાપવી જોઈએ અને તેના પર મોરના ત્રણ પીછા મુકવા જોઈએ. આમ કરવાથી મુખ્ય દ્વારનો આ વાસ્તુદોષ મહદ્અંશે દૂર થઈ જશે.

image source

મંદીરમાં મોરનું પીછું રાખવાથી દાંપત્ય જીવન બને છે મજબૂત

જે તમે તમારા ઘરના મંદીરમાં મોરના બે પીછાં રાખશો તો તમારું દાંપત્ય જીવન મજબુત બનશે. અને તમને અત્યાર સુધી જે કોઈ તકલીફ દાંપત્ય જીવનમાં પડી હશે અથવા તમને એકબીજા પ્રત્યે જે ફરિયાદો રહેતી હશે તે દૂર થશે અને સંબંધો મીઠા અને ગાઢ બનશે.

image source

મોરના પીછાંના ઉપયોગથી તમે ઘરમાં કાયમી ઘર કરી ગયેલી બીમારીઓ પણ દૂર કરી શકો છો

જો ઘરમાંથી બીમારી જવાનું નામ જ ન લેતી હોય જેમ કે એક સભ્ય બીમાર થાય અને એ હજુ સાજુ પણ ન થયું હોય અને બીજું સભ્ય બીમાર થઈ જાય અને આમને આમ ઘરનું કોઈને કોઈ સભ્ય બીમાર જ રહેતું હોય તો તેના માટે તમારે મોરનાપીછાંનો આ ઉપાય અજમાવવો જોઈએ.

image source

તેના માટે તમારી જે બીમારીની ફાઈલ હોય કે પછી તેની દવાનું પ્રિસ્ક્રિપ્શન હોય તેમાં મોરનું પીછુ મુકી દેવું. થોડા ક સમયમાં તેનું હકારાત્મક પિરણામ જોવા મળશે.

ઘરમાં પૈસો ન ટકતો હોય તો મોરનાપીછાનો આ રીતે ઉપયોગ કરો

જો તમારા ઘરમાં પૈસો ટકતો ન હોય તો તેવા સંજોગોમાં તમારે તમારા ઘરના અગ્નિ કોણમાં ઓછામાં ઓછા 5-6 ફુટની ઉંચાઈ પર બે મોરના પીછા મુકી દેવા. પણ તેના માટે તમારે શુક્લ પક્ષના દિવસો પસંદ કરવા. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે.

ઘરમાં મોરના પીછાં રાખવાથી જીવ-જંતુઓ પણ દૂર રહેશે

image source

જો તમારા ઘરમાં જીવજંતુઓ જેમ કે ઉંદરડા, વંદા ગરોળી વિગરે રહેતા હોય તો દરેક રૂમમાં એક એક મોરનું પીછું રાખવાથી અથવા આ જીવ-જંતુઓ જ્યાં વધારે જોવા મળતા હોય ત્યાં મોરનું પીછું રાખવાથી તે ભાગી જાયછે.

સમગ્ર પરિવારને ખુશહાલ રાખવા માટે મોરના પીછાંનો આ ઉપયોગ કરો

image source

તેના માટે તમારે 7 કે પછી 9 મોરના પીછાં લેવા અને તેનાથી એક ગોળાકાર પંખો બનાવી લેવો. હવે આ ગોળ પંખાને તમારે તમારા ઘરના મંદીરમાં મુકવો. અને અઠવાડિયા બાદ તેને તમારા બેડરૂમના બેડની પાછળની દીવાલ પર લગાવી લેવો. આ ઉપાયથી તમારા કુટુંબના દરેક સભ્યોવચ્ચે એકતા રહેશે અને તેઓ હંમેશા એકબીજાથી ખુશ રહેશે.

આ ઉપરાંત જો તમે ઘરના મુખ્ય ઓરડા એટલે કે ડ્રોઇંગ રૂમ કે જ્યાં આખો પરિવાર મળીને બેસતો હોય ત્યાં ઢગલાબંધ મોરના પીછા એક સાથે મુકી દેશોતો કુટુંબના સભ્યો વચ્ચે પહેલાં કરતાં પણ વધારે ગાઢ આત્મિયતા સર્જાશે અને પ્રેમ પણ વધશે.

image source

મોરપંખના આ પ્રયોગથી ગણતરીના દીવસોમાં નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે

જો તમારા ઘરનું બાંધકામ કે તેની દીશા યોગ્ય ન હોય તેમજ તેમાંના પાંચતત્ત્વો સંતુલિત ન હોય તો બનીશકે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા વાસ કરી જાય તો તમે તેને મોરપંખના આ ઉપાયથી પણ દૂર કરી શકો છો તેના માટે તમારે તમારા મંદીરમાં પાંચ મોરના પીછા મુકવા. આમ કરવાથી ધીમે ધીમે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થતી જશે અને સકારાત્મક ઉર્જાનો વાસ થશે.

image source

નોંધઃ મોરનું પીછું લગાવતી વખતે અથવા ઘરમાં લાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે ટુટેલુ ન હોય. અને તેને ઘરમાં રાખ્યા બાદ તેના પર ધૂળ પણ ન ચડવા દેવી જોઈએ તેને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત