તમારા ઘરમાં પણ પડી છે આ વસ્તુઓ? તો તરત જ કરો નિકાલ, નહિં તો થઇ જશો કંગાળ

કેટલાક લોકો ને ઘરને સજાવવાનો ખુબ જ શોખ હોય છે. આમા કંઇ ખોટુ પણ નથી પણ ક્યારેક અજાણતા જ તે ઘરમાં એવી કેટલીક વસ્તુઓ લાવી દે છે જેનાથી ફાયદો થવાના બદલે થાય છે, ખુબ જ મોટુ નુકસાન. આપણા વાસ્તુશાસ્ત્રમાં વિસ્તૃત આ અંગે માહિતી આપવામાં આવી છે કે કેવી વસ્તુઓ ઘરમાં રાખશો તો થશે પ્રગતિ અને કેવી વસ્તુઓથી થશે નુકસાન.

image source

ગ્રહોનું આપણા જીવનમાં ઘણું મહત્વ રહેલું છે. ગ્રહો ની ચાલ વ્યક્તિના જીવન પર પણ ઘણી પ્રભા પાડે છે. જો કોઈ ગ્રહ નારાજ હોય તો વ્યક્તિના સારામાં સારા કામ નિષ્ફળ થઇ જાય છે. એવામાં જો તમે પણ આર્થિક તંગી સામે લડી રહ્યા છો, અથવા અમીર બનવાના રસ્તા તપાસી રહ્યા છો તો ચાલો જાણીયે જ્યોતિષ અને વાસ્તુ એક્સપર્ટ થી કે એવી કઈ વસ્તુઓ છે જે તમને આમિર બનતા રોકે છે.

કબૂતરોનું ઘરમાં આવવું, માળો બનાવવો, ઈંડા મુકવા અને ઈંડાનું તૂટવું, આ બધાને કારણે થતી ગંદકી તમારી આર્થિક વૃદ્ધિમાં અડકણ નો મોટો રોડો માનવામાં આવે છે. આ બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. કેટલાંક લોકો પોતાના ઘર ની છત પર પક્ષીઓ માટે અનાજ નાખતા હોય છે.

image source

આમ કરવું ખોટું છે. તમે પક્ષીઓ માટે અનાજ ઘણી અંદર નાખવાને બદલે બહાર નાખી શકો છો. કબૂતરોનું ઘરમાં આવવું જવું રોકો કારણ કે તે આર્થિક તંગીનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરની અંદર ખરાબ અથવા બંધ થઇ ગયેલી ઘડિયાળ ન રાખવી જોઈએ.

શક્ય હોય તો તેના બદલે તમે નવી ઘડિયાળ લાવી શકો છો અથવા જ્યાં સુધી તેમાં કોઈ સુધારો ન કરવામાં આવે ત્યાં સુધી તે ઘરમાં ન રહેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘરની અંદર ખરાબ અથવા અટકેલી ઘડિયાળને લીધે નકારાત્મક ઉર્જા વધારે ઉભી થાય છે.

image source

વાસ્તુ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે ઘરની અંદર તૂટેલા ફર્નિચર પણ રાખવા અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં પણ આવા જ કેટલાક ફર્નિચર રહેલા છે તો તેને જલ્દી દૂર કરો નહિ તો તમારી આર્થિક સ્થિતિ ખરાબ થવાનું કારણ બની શકે છે.

એવું માનવામાં આવે છે કે આવું હોવાથી ઘરમાં વાસ્તુ ખામીઓ ઉભી થવા લાગે છે,જેના કારણે તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ખાસ કરીને વિવાહિત જીવનમાં અવરોધો ઉભા થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે ઘરની અંદર ખાસ કરીને તૂટેલો કાચ ન હોવો જોઈએ.

image source

કારણ કે આ એક અશુભ સંકેત પણ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકાર નો તૂટેલો કાચ હોય તો તમારે વહેલી તકે ઘર ની બહાર કાઢવો જોઈએ, કારણ કે તૂટેલા કાચ ને લીધે ઘરમાં નકારાત્મક ઉર્જા ની અસર વધારે ઉભી થાય છે.

ખાસ કરીને આ વસ્તુ જીવનમાં ખરાબ અવરોધો ઉભા કરે છે. ઘરમાં કાંટાળા છોડ અથવા દૂધ વાળા છોડ જેવા કે કેક્ટસ, રબર પ્લાન્ટ વગેરે ન લગાવો. ખાસ કરીને આ પ્રકારના છોડ ને તુલસીના છોડની સાથ કે તેની આસપાસ તો બિલકુલ ન લગાવો કારણ કે તે ખરાબ રાહુ અને શનિનું પ્રતિનિધિત્વ કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ