Site icon News Gujarat

અમારી અપીલ છે….ઘરમાં રહો, સુરક્ષિત રહો: અનેક વિસ્તારો 7થી 10 દિવસ માટે બંધ, જાણો હાલમાં ક્યાં કેવી પરિસ્થિતિ છે

કોરોનાની ચેન તોડવા હવે રાજ્યભરમાં જનતાનું સ્વૈચ્છિક લોકડાઉન શરૂ, અનેક વિસ્તારો 7થી 10 દિવસ માટે બંધ!

ગુજરાતમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે હવે ડોક્ટર, વેપારી એસોસિયેશન, જનતા સંક્રમણ અટકાવવા માટે લોકડાઉનની માગ કરી રહી છે, પરંતુ સરકાર તરફથી કોઈપણ નિર્ણય લેવામાં આવતો નથી, એટલે હવે ગુજરાત જાતે જ ધીરે-ધીરે સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં ગુજરાતના 10 ટકાથી વધુ વિસ્તારોમાં જરૂરી ચીજવસ્તુઓ સિવાય મોટા ભાગના વેપાર ધંધા બંધ કરી દેવામાં આવ્યા છે.

image source

પાટણ, વલસાડ, આણંદમાં એક વીકનું સ્વૈચ્છિક લોકડાઉન

ગુજરાતનાં 4 મોટાં શહેરોની સાથે નાના તાલુકાઓનાં ગામડાંમાં પણ જનતા દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાદી દેવામાં આવી રહ્યું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતમાં બપોર બાદ મોટા ભાગનો વિસ્તાર સૂમસામ થઈ જાય છે, ત્યારે પાટણ, વલસાડ, આણંદ અરવલ્લી જેવા જિલ્લાઓમાં એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે. આ જિલ્લાઓનું જોઈને અન્ય જિલ્લાના વેપારીઓ પણ પોતાના વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવાની તૈયારીમાં છે.

image source

હોસ્પિટલોમાં બેડ ન મળતાં લોકો મરી રહ્યા છે

કોરોનાનું બીજું વેવ ખૂબ જ ઘાતકી સાબિત થઈ રહ્યું છે. આ વેવમાં જો કોઈ વ્યક્તિ સંક્રમિત થાય તો તેને સૌથી વધુ શ્વાસની તકલીફ ઊભી થાય છે તેમજ ફેફસાંમાં સૌથી વધુ નુકસાન થાય છે. બીજી તરફ, રાજ્યની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટર તેમજ ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે, આવામાં સારવારની અછતને કારણે અનેક લોકો રોજ મૃત્યુ પામી રહ્યા છે. કોરોનાની ગંભીર ચેનને તોડવા માટે જનતા દ્વારા અનેકવાર સરકારને લોકડાઉન કરવાની માગ થઈ છે, પરંતુ કોઇ નિર્ણય ન લેવાતાં હવે લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ અગ્રેસર થયા છે.

image source

રાજ્યમાં સ્વૈચ્છિક લોકડાઉનની ગતિ વધી

શરૂઆતમાં વેપારીઓ માત્ર શનિ-રવિ તેમજ અડધા દિવસમાં સ્વૈચ્છિક લોકડાઉન રાખતા હતા, પરંતુ હવે ધીરે-ધીરે મોટા ભાગના વિસ્તારો સતત 7થી 10 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખી રહ્યા છે, એટલે કે દવા, કરિયાણું, દૂધ સહિત જીવનજરૂરિયાતોની વસ્તુઓ સિવાય અન્ય તમામ વેપાર-ધંધા ધીરે-ધીરે બંધ થઈ રહ્યા છે. ગઈકાલે મહેસાણા વેપારી એસોસિયેશને સ્થાનિક વહીવટી તંત્ર સાથે મીટિંગ કરી આગામી 10 દિવસ માટે દૂધ,દવા, શાકભાજી સિવાય અન્ય તમામ બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

image source

નિયમનો ભંગ કરનાર પાસે દંડ વસૂલાશે

આ જ રીતે પાટણ તેમજ વલસાડમાં પણ 7 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે અરવલ્લીના મોડાસા તેમજ બાયડમાં આજથી 7 દિવસ સુધી સતત સ્વૈચ્છિક લોકડાઉન રહેશે, સાથે જ કેટલાક જિલ્લાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનના નિયમનો ભંગ કરી દુકાન ચાલુ રાખનાર પાસેથી 2થી 5 હજાર રૂપિયા સુધીનો દંડ પણ વસૂલવામાં આવશે. અમદાવાદમાં પણ રાણીપ, ન્યૂ રાણીપ, વસ્ત્રાપુર, કુબેરનગર, સરદારનગર જેવા વિસ્તારોમાં બપોરે 2 વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત થઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version