ઘરમાં પોઝિટિવ એનર્જી કાયમ રાખવી છે તો આજે જ લઈ આવો આ 1 ચીજ, વાસ્તુમાં ગણાવાઈ છે શુભ

વાસ્તુ વિજ્ઞાનનો વ્યક્તિના જીવન પર મોટો પ્રભાવ પડે છે. વાસ્તુ અનુસાર ઘર બનાવવાને લઈને તેની સજાવટ સુધીના નિયમોનું પાલન ન કરાય તો તેની જીવન પર ખરાબ અસર પણ પડે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ફિશ એક્વેરિયમ રાખવાનું અને સાથે ઘરને સુંદર બનાવવાનું એ વ્યક્તિ માટે સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. વાસ્તુ અનુસાર ઘર હોય કે ઓફિસ, ફિશ એક્વેરિયમ રાખવું શુભ માનવામાં આવે છે. તેને યોગ્ય દિશામાં રાખવાથી તમને તેનો મોટો ફાયદો મળી રહે છે. જો તમે તમારા ઘરમાં યોગ્ય દિશામાં ફિશ એક્વેરિયમ રાખો છો તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને આનંદ બની રહે છે.

image source

વાસ્તુના અનુસાર માછલીઓને તેમની સકારાત્મક ઉર્જા માટે જાણીતી માનવામાં આવે છે. ટેન્કમાં પાણી જીવનના સકારાત્મક પ્રવાહને દેખાડે છે. જ્યારે માછલી ફિશમાં ઝડપથી ચાલે છે તો તે સકારાત્મક ઉર્જાને વેગ આપે છે. એક્વેરિયમમાં અંદર વહેતા પાણીના અવાજથી પણ ઘરમાં સકારાત્મક ઉર્જા કાયમ રહે છે. તેની સાથે સાથે પાણીના પ્રવાહથી ધન સંપન્નતા અને આનંદ વધે છે.

વાસ્તુ વિજ્ઞાન અનુસાર ફિશ એક્વેરિયમને માત્ર જોવામાં આવે તો પણ વ્યક્તિની ચિંતા, તણાવ અને હાઈ બીપીની સમસ્યામાં રાહત મળી જાય છે. માછલીનું સૌંદર્ય મગજની નસોને શાંત કરે છે અને સાથે મસ્તિષ્કને ચિંતા મુક્ત કરવામાં મદદ કરે છે.

image source

વાસ્તુના અનુસાર તમે ફિશ એક્વેરિયમને ઘરના કોઈ એક સ્થાન પર રાખી શકો છો જે ખાસ કરીને શુષ્ક છે. આ સ્થાને ભેજ પણ બની રહેશે અને ઉર્જામાં સંતુલન પણ કાયમ રહેશે.

વાસ્તુ શાસ્ત્રની વાત માનીએ તો એક્વેરિયમને રૂમના ઉત્તર પૂર્વી કે દક્ષિણ પૂર્વી દિશામાં રાખવું જોઈએ. અહીં ઉત્તર પૂર્વી દિશઆ ઘરની આર્થિક સ્થિતિને પ્રભાવિત કરે છે. તો અન્ય તરફ દક્ષિણ પૂર્વી દિશા ઘર અને ઓફિસની સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમે ઘર કે ઉત્તરી કે પૂર્વ ભાગમાં ફિશ એક્વેરિયમ રાખો છો તો તે શુભફળ આપે છે. તેનાથી જીવનમાં સફળતા, તરક્કી , એકાગ્રતા અને પરિવારમાં શાંતિનો વધારો થાય છે.

image source

વાસ્તુ અનુસાર ફિશ એક્વેરિયમને હંમેશા લિવિંગ રૂમ કે ડ્રોઈંગ રૂમમાં રાખવું જોઈએ. આ બંને ઘરના મધ્ય ભાગ છે જે ઘરના દરેક ખૂણાને જોડે છે. અહીં ફિશ એક્વેરિયમ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે.

વાસ્તુના અનુસાર જો તમારા એક્વેરિયમની કોઈ માછલી મરી જાય છે તો તેને જલ્દી હટાવીને નવી માછલી લાવીને ટેન્કમાં નાંખો. એક્વેરિયમમાં કોઈ પ્રકારની ગંદગી ન રહે તેનું પણ ધ્યાન રાખી લો.

image source

વાસ્તુ અનુસાર એક્વેરિયમમાં દરેક સમયે ઓછામાં ઓછી 9 માછલી હોવી જોઇએ. તેમાંથી 8 એક જેવી અને અન્ય 1 અલગ રંગની હોય તે યોગ્ય છે. આ સિવાય એક ડ્રેગન ફિશ હોવી જરૂરી છે. આ 9 માછલીઓનું કોમ્બિનેશન લોકોને જીવનમાં ધન અને સફળતા વધારે છે. વાસ્તુ અનુસાર એક ગોલ્ડ ફિશ પણ એક્વેરિયમમાં હોય તે જરરી છે. આમ કરવાથી આસપાસની નકારાત્મક ઉર્જાને ઘટાવામાં મદદ મળે છે.

ફિશ એક્વેરિયમને ક્યારેય કિચનમાં રાખવું નહીં. અહીં અગ્નિ તત્વનો વાસ હોય છે. ફિશ એક્વેરિયમ જળનું પ્રતીક છે. કહેવાય છે કે અગ્નિ અને જળ તત્વનું એક જ જગ્યાએ ઘરમાં રહેવું એ પરેશાનીનું કારણ બની શકે છે.

image source

ફિશ એક્વેરિયમમાં દરેક 5 તત્વો સંતુલન સાથે રહે છે. જ્યારે આ 5 તત્વો એકમેકની સાથે મળે છે તો ઉર્જા પ્રવાહિત કરે છે. આ માટે કહેવાય છે કે ઘરમાં ફિશ એક્વેરિયમ યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તે શુભફળ આપે છે. આ સાથે ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સમૃદ્ધિનો વાસ થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ