ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન જેવી ઘરની વસ્તુઓ ખરીદવી હોય તો ઉતાવળ કરજો, નવા વર્ષથી થશે આટલો ભાવ વધારો

જો તમે ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન કે અન્ય કોઈ હોમ એપ્લાયંસેસ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તમારે તે ખરીદવામાં ઉતાવળ કરવાની જરૂર છે. તમારી પાસે હજુ 2020 નું વર્ષ પૂરું થાય ત્યાં સુધીનો સમય છે કારણ કે નવા વર્ષથી ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન અને બીજા હોમ એપ્લાયંસેસની કિંમતમાં 10 ટકા જેટલો ભાવવધારો થનાર છે. આ ભાવવધારાનું મુખ્ય કારણ કોપર, એલ્યુમિનિયમ અને સ્ટીલમાં થયેલો ભાવવધારો છે. એ સિવાય સમુદ્રી અને હવાઈ માર્ગે આવતા માલસામાનનો ભાડા વધારો પણ જવાબદાર છે.

ટીવી પેનલ્સની કિંમતમાં 200 ટકાનો વધારો

image source

મેન્યુફેક્ચર્સના કહેવા મુજબ ગ્લોબલ વેંડર્સથી સપ્લાય ઓછી થવાના કારણે ટીવી પેનલ્સની કિંમતોમાં 200 ટકા જેટલો ભાવવધારો થયો છે. બીજી બાજુ ક્રૂડની કિંમતો વધવાને કારણે પ્લાસ્ટિક પણ મોંઘું બન્યું છે. આ કારણે જાન્યુઆરીથી પેનાસોનીક ઇન્ડિયા, એલજી અને થોમસને પણ પોતાની પ્રોડક્ટની કિંમતમાં વધારો કર્યો છે. જ્યારે સોનીએ કહ્યું છે કે તે પોતાની સ્થિતનું વિશ્લેષણ કરી રહી છે અને ત્યારબાદ તે પોતાની પ્રોડક્ટના ભાવવધારા અંગે નિર્ણય લેશે.

કઈ કંપનીએ કેટલી કિંમત વધારી ?

image source

પેનાસોનીક પોતાની પ્રોડક્ટની કિંમતોમાં જાન્યુઆરીથી છ થી સાત ટકાનો વધારો કરી શકે છે. જ્યારે એલજી ઇલેક્ટ્રોનિકસ તેની બધી પ્રોડક્ટમાં એક જાન્યુઆરીથી સાતથી આઠ ટકાનો વધારો કરશે. તેમાં ટીવી, વોશિંગ મશીન અને ફ્રીજ પણ શામેલ છે. સોનીએ પોતાની પ્રોડક્ટમાં ભાવવધારાનો નિર્ણય નથી કર્યો.

ભાવવધારો કરવો કંપનીઓની મજબૂરી

image source

ફ્રેંચ ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ થોમસન અને કોડકના બ્રાન્ડ સુપર પ્લાસ્ટ્રોનિક્સના ટીવીના ઓપન સેલની કિંમત 200 ટકા સુધી વધી ચુકી છે. કંપનીનું કહેવું છે કે બજારમાં તેની અછત પણ છે. એટલા માટે થોમસન અને કોડકે એન્ડ્રોઇડ ટીવીની કિંમતમાં જાન્યુઆરીથી 20 ટકા ભાવવધારાનો નિર્ણય કર્યો છે.

image source

કંપનીઓના જણાવ્યા મુજબ કોરોના અને લોકડાઉનના કારણે ખનન ગતિવિધિઓમાં ઘટાડો થયો છે જેના કારણે કોપર, એલ્યુમિનિયમ અને સ્ટીલ જેવી આવશ્યક મેટલની કિંમતોનો ભાવ પણ ઊંચકાયો છે. બીજી બાજુ કન્ટેનરની અછતને કારણે માલ હેરફેરનો આર્થિક બોજ પણ 20 થી 25 ટકા જેટલો વધ્યો છે. આ કારણોસર ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન જેવી હોમ એપ્લાયંસેસની કિંમતોમાં વધારો કરવો કંપનીની મજબૂરી બની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત