ઘરની સુખ અને સમૃદ્ધિ માટે વૈશાખ મહિનામાં કરી લો આ કામ, ભગવાન વિષ્ણુની થશે કૃપા

વૈશાખ મહિનાને સૌથી પવિત્ર મહિનામાં એક માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ ફળદાયી રહે છે. આમ કરવાથી ભક્તો પર ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ બની રહે છે.

હિન્દુ કેલેન્ડર અનુસાર વૈશાખનો મહિનો શુભ મહિનામાંથી એક માનવામાં આવે છે. આ મહિનાનું પુરાણોમાં ખાસ મહત્વ છે. આ મહિને ભગવાન વિષ્ણુની પૂજા કરીને, દાન પુણ્ય કરવા અને પનિત્ર નદીમાં સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે. એટલું જ નહીં તમારી દરેક મનોકામનાઓ પણ પૂરી થાય છે. આ મહિનામાં સારા કામ કરી લેવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

image source

વૈશાખનો મહિનો 28 એપ્રિલથી શરૂ થયો છે અને તે 29 મે સુધી ચાલશે. શાસ્ત્રો અનુસાર આ મહિનામાં કરાયેલા પુણ્ય કામનું ફળ અનેક જન્મો સુધી મળે છે. આ મહિનામાં વિષ્ણુનું વિશેષ રીતે પૂજન કરાય છે. તો જાણો વાસ્તુ અનુસાર આ મહિનામાં કયા કામ કરી લેવાથી શુભફળ મળે છે અને તમામ પાપથી મુક્તિ મળે છે.

ભગવાન વિષ્ણુની કરો પૂજા

વાસ્તુ અનુસાર વૈશાખ મહિનાને સૌથી પવિત્ર મહિનામાં એક માનવામાં આવે છે. આ મહિને ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ લાભદાયી રહે છે. આમ કરવાથી ભક્તો પર ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ બની રહે છે.

image source

દાન પુણ્ય કરો

વૈશાખ મહિનામાં ગરીબોને દાન કરવાનું શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ મહિનામાં દાન પુણ્ય કરવાથી ઘરમાં આર્થિક પરેશાની રહેતી નથી અને ધન ધાન્યથી ભરેલું રહે છે. આ મહિનામાં અન્ન, જળ, દૂધ અને ફળનું દાન કરો તેનાથી પુણ્ય મળી શકે છે. આ મહિનામાં ગરીબો, સાધુ, મહાત્મા તથા બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને જરૂરિયાતની વસ્તુનું દાન આપો.

પવિત્ર નદીમાં સ્નાન કરો

વૈશાખ મહિનામાં પવિત્ર નદીના જળથી સ્નાન કરવાનું શુભ માનવામાં આવે છે. આ મહિને સૂર્યોદયથી પહેલા સ્નાન કરો. જો તમે નદીમાં સ્નાન કરી શકતા નથી તો ગંગા જળથી સ્વયંને પવિત્ર કરો. માહમાં ગંગાજી કે અન્ય પવિત્ર નદીમાં સ્નાન કરવાનુ પુણ્યનું કામ ગણાય છે. હાલમાં કોરોના મહામારીના કારણે આ શક્ય નથી. આ મહિને વિધિવત પવિત્ર સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે. પવિત્ર સ્નાન કરવાથી પૂર્વજોના આર્શિવાદ પણ મળે છે.

image source

સૂર્યને અર્દ્ય આપો

પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુને ખુશ રાખવા માટે સૂર્યને અર્ધ્ય આપવું જરૂરી છે. વાસ્તુ અનુસાર આવું કરવાથી અનેક જન્મોના ફળના બરાબર પુણ્ય મળે છે. સૂર્ય નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક મનુષ્યને નિયમિત સૂર્ય મંત્રનું ઉચ્ચારણ કરતા સૂર્યને અર્ધ્ય આપવું.

તુલસીની પૂજા કરો

વૈશાખ મહિનામાં તુલસીની પૂજા કરવી જોઈએ. તેનું વિશેષ મહત્વ છે. ભગવાન વિષ્ણુને તુલસી પ્રિય છે તેના માટે આ મહિનામાં તુલસી પૂજનથી વિષ્ણુની વિશેષ કૃપા મળે છે. આ મહિનામાં તુલસીને જળ ચઢાવો અને સાથે દીપક પણ પ્રગટાવો.

image source

પીપળાના ઝાડની કરો પૂજા

પીપળાના ઝાડમાં પિતૃઓ અને ભગવાન બંનેનો વાસ હોય છે. વૈશાખ મહિનામાં વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે પીપળાના ઝાડની પૂજા કરે છે. આ માટે પીપળામાં નિયમિત રીતે જળ ચઢાવો અને સંધ્યા કાળમાં દીવો કરો.

શિવલિંગનો કરો જળાભિષેક

વૈશાખના મહિનામાં શિવલિંગની પૂજા પણ વિશેષ રીતે કરાય છે. વાસ્તુ અનુસાર આ મહિનામાં શિવલિંગનો જળાભિષેક કરો અને દૂધ ચઢાવો. આમમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ