તમારે ઘર લેવુ હોય તો લઈ લેજો, રાજ્ય સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય, ભાવમાં થશે વધારો

કોરોનાકાળમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોને વધુ એક ઝટકો લાગી શકે છે. ગુજરાત સરકાર 10 વર્ષ બાદ જંત્રીદરમાં મોટો વધારો કરવા જઈ રહી હોવાની વાત સામે આવી રહી છે. નોંધનિય છે કે વિધાનસભાનું વર્તમાન સત્ર પુરુ થયા બાદ તરત જ કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે.

image source

જો જંત્રીના દરમાં વધારો કરવામાં આવશે તો આગામી સમયમાં મકાનોના ભાવમાં પણ મોટો વધારો જોવા મળશે. આ અંગે ગુજરાત સરકારના સુત્રો પાસેથી સામે આવેલી માહિતી અનુસાર પ્રોપર્ટી જંત્રીદરમાં વધારો કરવાનું ફાઈનલ કરી દેવામાં આવ્યું છે અને આવતા મહિનામાં પ્રક્રિયા શરૂ પણ કરી દેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 10 વર્ષથી જંત્રીદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે હવે નવા નાણાંકીય વર્ષમાં વધુ એક વખત આ નિર્ણયને સરકાર પાછળ ધકેલવા માગતી નથી. એટલા માટે બને તેટલી વહેલીતકે જંત્રીદરમાં વધારો કરી શકે છે સરકાર. તો બીજી તરફ સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા 10 વર્ષથી જંત્રીદરમાં વધારો કરવામાં આવ્યો ન હોવાથી રાજય સરકારને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહી છે. જેમા જમીન સંપાદનમાં મોટી તકલીફ સામે આવી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે, સંપાદન કરવાની થતી જમીનના જંત્રીદર કરતા બજાર ભાવ ઘણો ઉંચો હોય છે. જેના કારણે જમીનના માલીક રાજ્ય સરકારને જંત્રીદરે જમીન આપવા માટે રાજી થતા નથી.જેના કારણે ઘણી મુશ્કેલી સર્જાય છે એટલુ જ સરકાર જંત્રીદર વધારવા માંગે છે. તમને જણાવી દઈએ કે જંત્રી દરનો મુદ્દો તાજેતરમાં કોર્ટમાં પણ પહોંચ્યો હતો.

જેની અદાલતે પણ નોંધ લીધી હતી અને સરકારને પણ જવાબ આપવો પડયો હતો. તો બીજી તરફ સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જંત્રીદર વધારવાનાં સરકારના નિર્ણયને મોકુફ રખાવવા કે મામુલી વધારા માટે રીયલ એસ્ટેટ દ્વારા દબાણ કરવામાં આવે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે પરંતુ આ વખતે સરકાર નમતુ જોખવા કે બીલ્ડરોની વાત માનવામાં મૂડમાં ન હોવાની વાત સામે આવી રહી છે.

image source

સામે આવી રહેલી માહિતી અનુસાર 100 ટકા સુધી જંત્રીદર વધી શકે છે. એટલે કે જંત્રીદર ડબલ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, વિધાનસભાનું સત્ર પુરુ થયા બાદ રાજય સરકારની પેહલી પ્રાયોરીટી જંત્રીદરના વધારાની હશે. નોંધનિય છે કે, રાજ્ય સરકારે દોઢ વર્ષ પહેલા સર્વે કરાવ્યો હતો, જેમા કેટલાક સુધારા સાથે નવા જંત્રીદર લાગુ કરવમાં આવે તેવી માહિતી સામે આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાત સ્ટેમ્પ્સ એક્ટ-1958ની જોગવાઈઓ પ્રમાણે સ્ટેમ્પ ડયુટીની ગણતરી અને વસુલવામાં આવે છે. તો બીજી તરફ ખેતીની જમીનોની ટ્રાન્સફર સામે સ્ટેમ્પ ડયુટીની ગણતરી અને વસુલવા થાય છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જમીનના કુલ 9.9 ટકા જંત્રી મુલ્યને સ્ટેમ્પ ડયુટી તરીકે ગણવામાં આવે છે અને જમીનના સ્થાનાંતરણ સામે તે વસુલવામાં આવે છે.

image source

તો બીજી તરફ વાત કરીએ શહેરી વિસ્તારની તો ત્યાં બિનખેતી ઉપયોગ માટે જમીન સ્થાનાંતરિત કરવા માટે જમીનના જંત્રી મૂલ્યના 40 ટકા દરે ગણાય છે, આ ઉપરાંત ખેતી ઉપયોગ માટે જમીનના સ્થાનાંતરણ માટે શહેરી વિસ્તારોમાં 25 ટકા જંત્રી મુલ્ય છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં વર્ષ 2011માં જમીનની જંત્રીના દરોમાં વધારો કરાયો હતો. ત્યાર બાદ તેમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

તમને જણાવી દઈએ કે, હાલ બજારભાવ 1400 ગણા થયા છે, જ્યારે જંત્રીના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. જેના કારણે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને રાજ્ય સરકારને નાણાકીય નુકસાન પણ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે અગાઉ આ મામલે કરાયેલી એક જાહેરહિતની અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. તો હવે જોવુ એ રહ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર જંત્રીના દરોમાં કેટલો વધારો કરે છે અને તેના કેવા પ્રત્યાઘાતો પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!