ઘરના ઘરનું સપનું હવે સાકાર: સરકાર માત્ર 3.4 લાખમાં આપશે 2 BHK ફ્લેટ, જાણો કેવી રીતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષના પહેલા દિવસે ગુજરાત સહિત 6 રાજ્યોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું છે. તેઓએ ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ-ઈન્ડિયા (GHTC) હેઠળ રાજકોટ (ગુજરાત), અગરતલા (ત્રિપુરા), રાંચી (ઝારખંડ), લખનઉ (ઉત્તર પ્રદેશ), ઈન્દોર (મધ્ય પ્રદેશ) અને ચેન્નઈ (તમિલનાડુ)માં લાઇટ હાઉસ પ્રોજેક્ટની આધારશીલા રાખી છે. આ લાઈટ હાઉસ પ્રોજેક્ટ વાસ્તવમાં શું છે, તેમાં વપરાતી મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી શું છે તેના વિશે જાણવા માટે લોકો હંમેશા તત્પર રહે છે. ત્યારે આવો જાણીએ કે આ સ્કીમ શું છે અને તેમાં કઈ રીતે લાભ મળે છે. તો વાત કઈક એમ છે કે PM મોદીએ જે લાઈટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો તેમાં ઉપયોગમાં લેવાનારી ટેકનોલોજી મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે. આ ટેકનોલોજીનો પાયો 18મી સદીમાં નખાયો હતો.

image source

જો પ્રાપ્ય માહિતી પ્રમાણે વિગતે વાત કરીએ તો 1892માં એક ફ્રેન્ચ એન્જિનિયર અને સેલ્ફ એજ્યુકેટેડ બિલ્ડર ફ્રાન્સિસ હેનેબીકે મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો વિચાર અમલી કર્યો. ફ્રાન્સિસ હેનેબીક મૂળ તો એક કડિયો હતો, જે પછીથી બિલ્ડર બન્યો હતો. પણ આ શખ્સમાં એન્જિનિયરિંગ સૂઝ ભારોભાર હતી. આગળ વાત કરવામાં આવે તો વિજ્ઞાની થોમસ એડિશને 1906માં એક ઘોષણા કરી હતી કે તેઓ એવા મકાન બનાવશે કે જે ખૂબ ઓછા સમયમાં નિર્માણ કરી શકાશે. ત્યારબાદ તેમની આ જાહેરાતના પગલે તેમણે મેનલો પાર્ક ખાતેની પોતાની લેબમાં મોલ્ડિંગ કોંક્રિટમાંથી મકાનના હિસ્સા બનાવવાનું શરૂ કર્યુ. જેને નિશ્ચિત સ્થળે લઈ જઈને એ હિસ્સાઓને જોડીને મકાન બનાવી દેવામાં આવતું હતું.

image source

બસ આ કામની શરૂઆત થઈ અને કંઈક નવું જ માર્કેટ આવ્યું અને તેમની આ પ્રારંભિક શરૂઆત પછી આ રીતે રેડી ટુ લિવ મકાનો બનાવવાની શરૂઆત થઈ હતી. આ સાથે જ વાત કરીએ તો બધા જાણે છે કે જાપાન એવો દેશ છે જ્યાં અવારનવાર ભૂકંપ આવ્યા કરે છે. ભૂકંપમાં મોટી ખુવારી રોકવા માટે ખાસ પ્રકારના મકાનો બનાવાય છે. જેમાં આ જ મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

image source

વિશેષ વાત તો એ છે કે જે પણ મકાનો આ ટેકનોલોજીથી બને છે એ એકદમ હળવા હોય છે અને ભૂકંપના આંચકાઓથી સુરક્ષિત રહી શકે છે. મૂળ ફ્રાન્સની આ ટેકનોલોજી ખૂબ ઝડપથી, ઓછા ખર્ચમાં વધુ સંખ્યામાં મજબૂત મકાનો બનાવવામાં ઉપયોગી છે. હવે ભારતમાં આ ટેકનોલોજીના ઉપયોગથી મકાનો બનાવાશે. જેનો ઉપયોગ ગરીબ વર્ગના લોકોને આવાસ ઉપલબ્ધ કરાવવા માટે થશે. તેમજ પીએમ મોદીએ લાઈટ હાઉસ પ્રોજેક્ટના શિલાન્યાસ વખતે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ અંતર્ગત જે મકાનો બનશે તેમાં ફ્રેન્ચ ટેકનોલોજીનો ઉપયોગ થશે. જે મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ જાપાન ઉપરાંત અમેરિકા, યુકે, રશિયા, જર્મની, ચીન, સિંગાપોર, મલેશિયા જેવા અનેક દેશોમાં થાય છે. ત્યારે હવે ઉલ્લેખનીય છે કે આ મકાનોની જનતા રાહ જોઈ રહી છે અને ગરીબ લોકોમાં પણ એક આનંદ છે કે ક્યારે તેનો આ મકાનનો લાભ મળે.

image source

આ પ્રોજેક્ટ હેઠળ પૂરો કાર્પેટ એરિયા 34.50 વર્ગ મીટરમાં હશે. તેમાં 14 માળની બિલ્ડિંગ બનાવવામાં આવશે. કુલ 1,040 ફ્લેટ તૈયાર થશે, દરેક ફ્લેટ 415 વર્ગ ફુટનો હશે. મળતી જાણકારી મુજબ, ઘરોની કિંમત 12.59 લાખ રૂપિયા હશે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી 7.83 લાખ રૂપિયા અનુદાન તરીકે આપવામાં આવશે. બાકી 4.76 લાખ રૂપિયા લાભાર્થીએ આપવાના રહેશે. ફ્લેટની ફાળવણી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અનુસાર થશે. નવી ટેક્નોલોજીના કારણે નિર્માણ કાર્ય લગભગ એક વર્ષમાં પૂરું થઈ શકશે. પ્રી ફેબ્રિકેટેડ ચીજોના પ્રયોગથી નિર્માણ વધુ ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ હશે.

image source

આ ઉપરાંત વાત કરવામાં આવે તો કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાઓના મંત્રાલયે વર્ષ 2017માં GHTC-ઈન્ડિયા હેઠળ લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે 6 સ્થળોની પસંદગી કરી રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું હતું. મંત્રાલયે તેમાં સક્રિય રીતે ભાગ લેવા માટે તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને પ્રોત્સાહિત કર્યા હતા. માપદંડો મુજબ, સૌથી વધુ માર્ક્સ મેળવનારા 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટની શરૂઆત કરવાની ઘોષણા કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત