વાહ ભાઈ વાહ, ઘરમાં વૃદ્ધો તરછોડાયા તો કોરોનાગ્રસ્તો માટે ફ્રીમાં ટિફિન સેવા શરૂ કરી, માનવતા મહેકી ઉઠી

કોરોનાનો પ્રકોપ કેવો હોય એ ખરેખર હવે જાણવા મળી રહ્યું છે, કારણ કે હાલત એવી છે કે જે માતા-પિતા અથવા પરિવારના સભ્ય એક સમયે પરિવારના મોભી હોય છે અને તેમની જરૂરિયાતો પૂર્ણ કરતા હોય છે. પરંતુ તે વ્યક્તિની જ જ્યારે ઉંમર વધી જાય અને શારીરિક અશક્ત થઈ જાય છે, ત્યારે તેમને પરિવારના અન્ય સભ્યોની મદદની જરૂર હોય છે.

image source

પરંતુ એ જ સમયે બધા જ ઉપકારો ભૂલીને તેમને તરછોડવાનું વળતર આપવામાં આવે તો ભલા કોને દુખ ન લાગે, કારણ કે આવા કેટલાક વડીલોએ પોતાની વાત શેર કરી છે અને હવે જે લોકોનું કાળજું કંપાવે એવી છે. અમદાવાદ શહેરમાં અનેક વૃદ્ધાશ્રમ આવેલા છે, ત્યારે લાંભા ખાતે આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં કોરોના શરૂ થયો ત્યારથી લઈ અત્યાર સુધી 20 જેટલા વડીલોને આશરો આપવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.

image source

એક ઘરડાઘરના સંચાલક સંદીપભાઈ હાલની પરિસ્થિતિ વિશે વાત કરે છે કે અત્યારે બહાર પણ સિનિયર સિટીઝન અને અન્ય નાગરિકો જેમને કોરોના થયો છે તેમને તકલીફ પડી રહી છે, જેથી ઘરડાઘરના વડીલો સાથે વાતચીત કરી શક્ય હોય તેટલા લોકો માટે ટિફિન સર્વિસ પૂરી પાડવાનું નક્કી કર્યું હતું. જેમાં વડીલો દ્વારા જ 225 ટિફિન બનાવવામાં આવે છે અને લોકો સુધી પહોંચાડવામાં આવે છે.

image source

હાલમાં માહોલ એવો છે કે અનેક વૃદ્ધો અલગ અલગ કારણોસર વૃદ્ધાશ્રમ તરફ વળ્યા છે. પરિવાર દ્વારા તરોછોડવામાં આવેલા અથવા પરિવાર દ્વારા જ્યારે ખરાબ વર્તન કરવામાં આવે ત્યારે વૃદ્ધો પાસે વૃદ્ધાશ્રમ જવા સિવાય અન્ય ઉપાય રહેતો નથી, પરિણામે ઠેર ઠેર વૃદ્ધાશ્રમમાં આશરો લેતા વૃદ્ધોનો આંકડો પણ કરોના પછી સતત વધતો જઈ રહ્યો છે.

image source

જો વાત કરીએ જીવનધારા વૃદ્ધાશ્રમની તો એમાં આશરો મેળવી રહેલા 80 વર્ષીય ઇલાબેન શાહે પોતાની વ્યથા જણાવી હતી કે તેઓ પરિવાર સાથે રહેતી. પરંતુ પતિ અને પુત્રનું નિધન થતાં પુત્રવધૂ અને પૌત્ર સાથે રહેતા હતા. તેઓ કેટલાય સમયથી ઘરના કામકાજમાં મદદ કરતા હતા. પરંતુ કોરોના શરૂ થતાં ઘર કંકાસ વધ્યો હતો. તેમનાથી કામ ના થતાં પુત્રવધૂ તેમને ખૂબ જ પરેશાન કરતી હતી. જેથી તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા.

image source

આગળ વાત કરતાં ઈલાબેન કહે છે કે એક અઠવાડિયા સુધી સતત તેઓ બહાર રહ્યા ત્યારે સોસાયટીના સેક્રેટરીએ તેમના પરિવારના સભ્યોને બોલાવીને ધમકાવ્યા. જેથી તેમના પરિવાર દ્વારા તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવામાં આવ્યા. આજે ઇલાબેન ખૂબ જ સારી રીતે રહે છે. એ રીતે બીજા એક વડીલ સંદીપ શાહે જણાવ્યું હતું કે મારા લગ્ન થયા નથી. જેથી હું મારા ભાઈ-ભાભી અને તેમના પરિવાર સાથે રહેતો હતો. મોટાભાઈ ગુજરી જતાં કેટલાય સમયથી ભાભી તેમના પુત્ર અને પુત્રવધુ સાથે રહેતો હતો. હું નોકરી કરતો હતો અને સવારે જઈને સાંજે પરત આવતો હતો.

image source

આ સાથે જ સંદીપ ભાઈ પોતાની વ્યથા જણાવે છે કે મારો આખો પગાર પણ ઘરના સભ્યો લઈ લેતા હતા અને તેમાંથી મને આવવા જવાનું ભાડું આપતા હતા. ઘરડાઘરના વડીલો અન્ય જરૂરિયાતમંદ કોરોનાના દર્દીઓ માટે આધાર બન્યા છે. ઘરડાઘરમાં બેઠા બેઠા વડીલો શહેરના અલગ અલગ વિસ્તારના કોરોનાના દર્દીઓ માટે વિના મૂલ્યે જમવાનું બનાવી ટિફિન સેવા પૂરી પાડે છે. એવો જ એક કિસ્સો છે કે આ અંગે ઘરડાઘરના અરૂણાબેન ભટ્ટે જણાવ્યું હતું કે તેઓ તેમના 3 ભાઈઓ સાથે રહેતા હતા.

image source

પરંતુ છેલ્લા 3.5 વર્ષમાં એક બાદ એક એમ 3 ભાઈઓ મૃત્યુ પામ્યા હતા, જેથી તેઓ નિરાધાર બન્યા અને ઘરડાઘર પહોંચ્યા હતા. અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, જેમાં અનેક એવા લોકો છે જેમને પોઝિટિવ હોય અને પોતે જાતે જમવાનું ના બનાવી શકે અથવા તેમને કોઈ સહાય ના મળી શકે. તેથી અરૂણાબેન અને ઘરડાઘરના અન્ય વડીલો દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છો.

image source

ઉલ્લેખની છે કે આ પરિસ્થિતિ એવી છે કે કોરોનાને કારણે લોકોને માનસિક અને આર્થિક બંને રીતે નુકસાન થયું છે ત્યારે આર્થિક સંકડામણ,ઘર કંકાસ,બેરોજગારી પણ વધી છે જેની અસર હવે અનેક લોકોના પરિવાર પણ થઈ છે. ઘરમાં અલગ અલગ કારણોસર વૃદ્ધોને હેરાનગતિ થતી હતી જેના કારણે વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મુકવામાં આવ્યા તો કેટલાક વડીલોએ સ્વેચ્છાએ વૃદ્ધાશ્રમમાં જવાનું પસંદ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!