સોશિયલ મીડિયા પર ફરતો થયો હાર ચઢેલો ફોટો, પ્રોફેસરએ આ રીતે કર્યું જાહેર કે ‘જીવું છું હજી’

કોરોના વાયરસના કારણે જે લોકડાઉન છે તેમાં કેટલાક લોકોની કફોડી સ્થિતી થઈ છે. કેટલાક લોકોને એવા વિચિત્ર અનુભવ થાય છે કે તેમણે લોકોને કહેવું પડે છે કે ભાઈ અફસોસ કરોમાં હું જીવું છે….

image source

આ ઘટના બની છે ગાઝિયાબાદના એક મહિલા પ્રોફેસર સાથે. આ પ્રોફેસર મૃત્યુ પામ્યા તેવી વાત એટલી ફેલાઈ કે તેણે પોલીસ સ્ટેશનમાં જઈ આ અંગે સ્પષ્ટતા કરવી પડી કે તે મૃત્યુ પામ્યા નથી જીવે છે.

ગાઝિયાબાદના ઈંદિરાપુરમ પોલીસ સ્ટેશનના વૈશાલી વિસ્તારમાં આ ઘટના બની હતી જ્યાં કોરોના હોટસ્પોટ વિસ્તારમાં રહેતી વંદના તિવારી નામની મહિલા પહોંચી હતી. તેણે પોતાની એક ફરિયાદ નોંધાવી કે તે જીવે છે પણ લોકોએ સોશિયલ મીડિયા પર તેનું અવસાન થયું છે તેવી પોસ્ટ ફરતી કરી છે.

મધ્ય પ્રદેશની રહેવાસી એક મહિલા ડોક્ટરનું થોડા દિવસો પહેલા મૃત્યુ થયું હતું. મૃતક મહિલા સંબંધિત એક ફેક પોસ્ટ વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં લખેલું હતું કે કોવિડ-19ની સારવાર કરતી આ મહિલા ડોક્ટરનું મોત થયું છે. પરંતુ આ પોસ્ટ સાથે ફોટો પ્રોફેસર વંદનાનો હતો.

આ પોસ્ટ કોણે વાયરલ કરી છે તે તપાસ વંદનાએ પણ કરી અને તે ગૃપને જાણ પણ કરી કે પોસ્ટ ફેક છે અને તેને વાયરલ ન કરે પરંતુ પોસ્ટ વાયરલ થઈ અને અંતે વંદનાએ પોલીસની મદદ લેવી પડી.