Ghee For Hair care : ઘી છે વાળ માટે મોઈશ્ચરાઈઝર, જાણો વાળની 5 સમસ્યા માટે ઉપાય

ઘી( Ghee )ને આયુર્વેદમાં ખૂબ ગુણકારી ગણવામાં આવ્યું

image source

ઘી કોઈપણ જમવાની વસ્તુનો સ્વાદ વધારવાનું કામ કરે છે. ઘી શરીરની તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘીમાં ઘણા બધા એવા પોષક તત્ત્વો જોવા મળે છે, જે શરીરના સ્વાસ્થ્ય માટે ઘણાં અસરકારક છે. પણ હવે મોટાભાગના લોકો ઘીનું સેવન કરવાનું ટાળે છે કારણ કે તેમનું કહેવું એમ છે કે, ઘીનું સેવન કરવાથી શરીરમાં મેદ વધે છે પણ સાવ એવું નથી. આર્યુવેદમાં પણ ઘીના ફાયદા આપવામાં આવ્યા છે. ઘી માત્ર શરીર માટે જ નહીં પરંતુ ચામડી અને વાળની સુંદરાતા માટે પણ ક્રીમનું કામ કરે છે. ઘી વાળ માટે ખુબ લાભદાયી છે. ઘીને આયુર્વેદમાં ખૂબ ગુણકારી ગણવામાં આવ્યું છે.

ઘી છે વાળ માટે મોઈશ્ચરાઈઝર ( moisturizer )

image source

ઘી પ્રાકૃતિક રીતે જ વાળના મૂળિયાને મોઈશ્ચરાઈઝ ( moisturizer ) કરે છે. વાળના મૂળિયામાં ઘીની મસાજ કરવાથી ઠંડકનો અહેસાસ થાય છે અને ખરતા વાળથી લઈને ખોડા ( dandruff ) સુધીની વાળની સમસ્યામાં શાંતી મળે છે. એટલું જ નહીં કુદરતી રીતે જ ઘી તમારા વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે. આવો જાણીએ ઘીને વાળમાં લગાવાવના ફાયદા.

ઘી સાથે આંમળા કે ડુંગળીનો રસ ભેળવો

image source

લાંબા વાળ કોને પસંદ ન હોય? પણ લાંબા વાળને જાળવવાનું કામ પણ ઘણુ મુશ્કેલ છે. એટલે ઘીમાં આંમળા અથવા ડુંગળી ( onion hair oil )નો રસ મેળવીને તેનાથી જો વાળના મૂળિયામાં માલિશ કરશો તો તમારા વાળ એટલા લાંબા થઈ જશે કે તેમે વિચારી પણ નહીં શકો.

વાળને ચમકદાર બનાવો

image source

વાળને ચકદાર બનાવવા માંગો છો? તો આ તમારા માટે જ ઉપાય છે. ઘીને હુંફાળુ ગરમ કરો અને તેનાથી વાળના મૂળિયામાં ધીરે ધીરે મસાજ કરો. મસાજ કર્યા બાદ લીંબૂનો રસ લગાવી તેને થોડીક વાર રહેવા દો પછી વાળને ધોઈ લો અન જુઓ કમાલ તમારા વાળ કેવા ચમકે છે.

ખોળા ( dandruff ) માટે ઘીનો વપરાશ

image source

જો તમારા વાળમાં ડેન્ટ્રફ્ટ ( dandruff )થતો હોય તો તમારે ઘીનો વપરાશ જરૂર કરવો જોઈએ. વાળના મૂળિયામાં ઘી અને બદામનું તેલ ( almond oil ) મિક્સ કરી તેનાથી મસાજ કરો પછી જુઓ તમારા વાળમાંથી ડેન્ટ્રફ્ટ( dandruff ) કેવો ગાયબ થાય છે.

વાળને મુલાયમ અને રેશમી બનાવવા

કાળા ચમકદાર અને રેશમી વાળ કઈ માનૂનીનું સ્વપ્ન ન હોય? વાળને મુલાયમ બનાવવા માટે ઘી અને ઓલીવ ઓઈલ ( olive oil )ને મિક્સ કરીને તેને હળવા હાથે વાળમાં લગાવો. તમારા વાળ એક દમ સુંવાળા થઈ જશે.

બે મોંઢાળા વાળ ( split ends hair )

image source

બે મોંઢાળા ( split ends hair ) વાળની સમસ્યાને કારણે વાળ વધતાં અટકી જાય છે. અને ધીરે ધીરે વાળ રૂખાં-સુકા થવા લાગે છે અને તેની ચમક ગાયબ થઈ જાય છે. આવી સમસ્યા હોય તો ઘીથી વાળમાં માલિશ કરવાથી બે મોઢાળા ( split ends hair ) વાળની સમસ્યામાંથી સમાધાન મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત