Site icon News Gujarat

જસદણમાં આવેલ ઘેલા સોમનાથ મંદિરના નામ સાથે જોડાયેલી છે ઐતિહાસિક કથા

શિવભક્તો માટે ખાસ એવો પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. જોકે આ વર્ષે શ્રાવણ મહિનામાં શિવ ભક્તિ કરવામાં કોરોનાવાયરસ વિલન બન્યો છે. જેના કારણે શિવ મંદિરોમાં અનેક પ્રકારના પ્રતિબંધો વચ્ચે શિવભક્તોએ પ્રભુને ભજવા પડે છે. જોકે પ્રતિબંધ વચ્ચે પણ રાજ્યના વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા તો મળે જ છે. લોકો સામાજિક અંતર જાળવી ને પણ ભગવાનના દર્શન કરવા જાય છે. જોકે દર વર્ષે જોવા મળતી ભીડ આ વર્ષે સૌરાષ્ટ્રના વિવિધ શિવ મંદિરોમાં જોવા મળતી નથી.

image source

શ્રાવણ મહિનાની શરૂઆતમાં આજે વાત કરીએ રાજકોટ જિલ્લાના એક એવા પ્રખ્યાત મંદિરની જ્યાં દર વર્ષે શિવભક્તો મોટી સંખ્યામાં એકત્ર થતા.. આ મંદિર તેની સાથે જોડાયેલી એક કથા ના કારણે પણ ખૂબ પ્રખ્યાત છે. આ મંદિર છે રાજકોટના જસદણ થી 20 કિલોમીટર દૂર આવેલા ઘેલા સોમનાથ. આ મંદિર ઘેલા નદીના કિનારે આવેલ હોવાથી તેને ઘેલા સોમનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે તેવી માન્યતા છે. જોકે આ મંદિર નામ સાથે એક કથા પણ જોડાયેલી છે.

image source

આ મંદિર 15 મી સદીનું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલી કથા અનુસાર અહીં શિવલીંગનું રક્ષણ કરતાં પહેલા નામનો વાણિયો શહીદ થયો હતો. વર્ષ 1957માં આ શિવલીંગનું રક્ષણ કરતાં જ્યારે ઘેલો વાણિયો મોતને ભેટ્યા ત્યારે તેની યાદમાં આ મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું. માન્યતા અનુસાર સોમનાથ મંદિર ને લૂંટવાનો પ્રયાસ જ્યારે મહંમદ ગઝની કરી રહ્યો હતો તે સમયે જૂનાગઢમાં મહિપાલ ના દીકરી મીનળદેવી રાજ કરતા હતા. તેઓ ખૂબ મોટા શિવ ભક્ત હતા શિવજીમાં તેમને અપાર શ્રદ્ધા હતી. તે સમયે થતાં હુમલાને ધ્યાનમાં રાખી અને શિવલિંગ ની રક્ષા કરવા માટે રાજાઓએ શિવલિંગને બચાવવા માટે તેની સ્થાપના ભૂગર્ભમાં કરી હતી. તેઓ ત્યાં જઈને જ શિવલિંગની પૂજા કરતા.

image source

જ્યારે સોમનાથ મંદિર પર આક્રમણ થયું ત્યારે સોમનાથ દાદાએ મીનળદેવીને સપનામાં આવીને કહ્યું કે શિવલિંગને પાલખીમાં લઈ જાવ આ અંગે મહંમદ જાફરની પણ જાણ થઈ કે અહીં એક શિવલિંગ ભૂગર્ભમાં છે તેની પણ અહીં આક્રમણ કરવાની તૈયારી કરી લીધી આક્રમણ સમયે મીનળદેવી અને ઘેલો વાણિયો લિંગને લઈ જઈ રહ્યા હતા.

image source

મહંમદ જાફરની ખબર પડી કે શિવલિંગ સોમનાથ માં નથી રહ્યું ત્યારે તેણે મીનલ દેવી અને ઘેલા વાણિયાએ પાછળ દોડાવ્યું રસ્તામાં આવતા ગામના ક્ષત્રિય અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા માટે સૈન્ય સામે યુદ્ધે ચડ્યા. આમ શિવજી ની પાલખી સોમનાથ થી આશરે 250 કિલોમીટર દૂર જસદણ તાલુકાના કાળાસર અને મોઢુકા ગામ ની વચ્ચે આવેલી નદી કિનારા સુધી પહોંચી ગઈ. કહેવાય છે કે શિવજીના રક્ષણ માટે ઘેલો વાણિયો માથું કપાયા પછી પણ સાત દિવસ સુધી સૈન્ય સામે લડતો રહ્યો. સાત દિવસ સૈન્ય સામે લડતા લડતા તે શહીદ થયો અને ત્યારથી જ અહીં શિવલિંગની સ્થાપના થઈ ગઈ અને તેને નામ ઘેલા સોમનાથ આપવામાં આવ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –  (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version