જાણો તમે પણ હિંદ મહાસાગર નીચે તૂટી રહેલી ટેક્ટોનિક પ્લેટ વિશે, જેના કારણે થઇ શકે છે મોટી ઉથલ-પાથલ
હિંદ મહાસાગર નીચે તૂટી રહેલી ટેક્ટોનિક પ્લેટના કારણે જોવા મળી શકશે મોટી ઉથલ-પાથલ

સામાન્ય રીતે સંસારમાં ન દેખાય એવી રીતે ઘણું બધું ઘટી રહ્યું છે. આપણે સામાન્ય રીતે ભલે કઈ ન જોઈ શકતા હોય પણ વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો આ બધી જ ઝીણી ઝીણી ઘટનાઓની નોધ લેતા રહે છે. આ બધામાં ચોકાવનારી એક રીસર્ચ સામે આવી છે. જેના મુજબ હિંદ મહાસાગરની નીચે રહેલી વિશાળ ટેક્ટોનિક પ્લેટ બહુ જ ધીમી ગતિએ તૂટવા જઈ રહી છે. એક રિસર્ચ મુજબ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેક્ટોનિક પ્લેટ આવનારા સમયમાં આપોઆપ જ બે ભાગમાં અલગ થઇ જશે. જો કે આ પ્લેટ તૂટવાની અસર માણસો પર બહુ લાંબા સમય બાદ જોવા મળશે.
પ્લેટના બે ટૂકડા થવામાં 10 લાખ વર્ષ લાગશે

આપને જણાવી દઈએ કે આ પ્લેટને ભારત-ઓસ્ટ્રેલિયા-કૈપરીકૉર્ન ટેક્ટોનિક પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. રિસર્ચના અહેવાલો પ્રમાણે, આ ટેક્ટોનિક પ્લેટ અત્યંત ધીમી ગતિએ તૂટતી જઈ રહી છે. પ્લેટ તૂટવાની આ ગતિ 0.06 એટલે કે 1.7 mm પ્રતિવર્ષ છે. આ હિસાબે આ પ્લેટના અલગ અલગ બે ટૂકડા થવામાં 10 લાખ વર્ષ લાગશે ત્યાં સુધીમાં અંદાજે આ પ્લેટો વચ્ચે 1 માઈલ એટલે કે 1.7 કિ.મીનું અંતર થઈ જશે.
ગતિ ભલે ધીમી હોય, પણ ઘટના મહત્ત્વપૂર્ણ છે
નિષ્ણાંત આસિસ્ટન્સ રિસર્ચર ઑરેલી કૉડ્યૂરિયરે પોતાના લાઈવ સાયન્સમાં પબ્લિશ કરેલા એક અહેવાલમાં લખ્યું કે, આ પ્લેટ એટલી ધીમે ગતિએ અલગ થઈ રહી છે કે શરૂઆતના સમયમાં તેની ખબર પણ નહીં પડે. જો કે તેની ગતિ ભલે સાવ ધીમી હોય, પણ આ ઘટના મહત્ત્વપૂર્ણ છે. કારણ કે આ પ્લેટના ખસવા કે તૂટવાથી ધરતીની સંરચનામાં ઘણા મોટા ફેરફાર આવી શકે છે. ઉદાહરણ તરીકે, મધ્ય-પૂર્વના મૃત સાગર ફૉલ્ટ 0.2 ઈંચ એટલે કે 0.4 સે.મી. પ્રતિવર્ષની ગતિએ જુદા પડી રહ્યા છે. જ્યારે કેલિફોર્નિયામાં સૈન એન્ડ્રિયાઝ ફૉલ્ટ તેનાથી 10 ગણી ઝડપથી 0.7 (1.8) પ્રતિવર્ષની ગતિએ જુદી થઇ રહી છે.
હિંદ મહાસાગર: બે મજબૂત ભૂકંપનું ઉદગમ સ્થળ

હિંદ મહાસાગરના ઊંડાણમાં પ્લેટ ઘણી ધીમી ગતિએ તૂટી રહી છે, અને પાણીમાં તેની ઊંડાઈ પણ ઘણી છે. નિષ્ણાંતો પ્રારંભમાં પાણી નીચે થઈ રહેલી આ ઘટનાને સમજી નહોતા શકતા. જો કે બે મજબૂત ભૂકંપનું ઉદગમ સ્થળ જ્યારે હિંદ મહાસાગર નિકળ્યું ત્યારે શોધકર્તાને લાગ્યું કે પાણી નીચે કંઈક જરૂર થઈ રહ્યું છે. આ ભૂકંપ હિંદ મહાસાગરમાં ઈન્ડોનેશિયા પાસે 11 એપ્રિલ 2012ના રોજ 8.6 અને 8.2ની તીવ્રતાથી અનુભવાયા હતા. આ ભૂકંપ અસામાન્ય હતા, કારણ કે હંમેશાની જેમ સબડક્શન ઝોનમાં આવ્યા નહોતા. જ્યાં પર ટેક્ટોનિક પ્લેટ્સ ખસી રહી છે, આ કારણે ટેક્ટોનિક પ્લેટની બરાબર વચ્ચોવચ આવ્યા હતા.
ત્રણ પ્લેટ એકબીજા સાથે આગળ વધી રહી છે

ઑરલીએ લાઈવ સાયન્સને જણાવ્યું કે, આ ઘટના કોઈ ઉખાણા જેવી છે. જ્યાં કોઈ એક પ્લેટ જ નથી, પણ ત્રણ પ્લેટ એકબીજા સાથે જોડાઈને એક જ દિશામાં આગળ વધી રહી છે. આખીએ ટીમ હવે વૉરટન બેસિન નામના વિશેષ ફ્રેક્ચર જોન પર ધ્યાન આપી રહી છે, જ્યાં આ ભૂકંપો આવ્યા હતા. જો કે વૈજ્ઞાનિકો દ્વારા વર્ષ 2015 અને 2016 એમ બે પ્રકારના ડેટાસેટ આ ઝોનની સ્થળાકૃતિ વિશે ખુલાસો કરે છે. ઑરલી અને તેની ટીમને આ ડેટાસેટ જોયા બાદ જાણ થઈ હતી કે, હિંદ મહાસાગર નીચેની ટેક્ટોનિક પ્લેટ તૂટી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત